પતિ દિવ્યાંગ છે અને બે બાળકોની છે માતા તો ઘર ચલાવવા માટે કરે છે એવું કામ કે જાણીને તમે પણ કહેશો વાહ……..

India

દરેકના જીવનમાં સુખ-દુખ આવતું રહે છે.જયારે જીવનમાં સુખ આવે છે ત્યારે દરેક સુખ સુવિધાઓ સાથે જીવન પસાર કરે છે.આટલું જ નહિ પરંતુ હમેશા ઓછી મહેનતે પણ વધારે લાભ મળતા રહે છે.પરંતુ દુખ આવે છે ત્યારે ચારેબાજુના રસ્તાઓ બંધ થઇ ગયા હોય તેવું જોવા મળતું હોય છે.આ સાથે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

પરંતુ એવું કહેવામાં આવે છે કે દુઃખમાં પણ જો હિમ્મત રાખવામાં આવે તો તે દુખ ઘણું નાનું દેખાય છે.ઘણા એવા પણ લોકો છે જે તમામ સમસ્યાઓનો સામનો કરે છે ત્યારે આ સમસ્યાઓ નિશ્ચિતપણે જીવનમાંથી દોર થાય છે અને એક નવું પરિવર્તન જોવા મળે છે.આ સાથે જો મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓ પણ મહેનત કરવામાં હવે પાછળ રહી નથી.

આજના આ યુગમાં ઘણી એવી પણ મહિલાઓ હોય છે જે હમેશા દુખના સમયે પતિનો સાથ આપીને ઉભી હોય છે.આટલું જ નહિ પરંતુ શક્ય તેવી મહેનત પણ કરતી રહે છે.તમને જણાવી દઈએ કે આજે આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે જેમાં દિલ્હીની 36 વર્ષીય આશા ગુપ્તા નામની મહિલા જીવનમાં આવી રહેલા પડકારોનો હિંમતપૂર્વક સામનો કરતી જોવા મળી છે.આટલું જ નહિ પરંતુ પોતાના પરિવારના ભરણપોષણ માટે મહેનત પણ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે આ મહિલા દિલ્હીના એક વિસ્તારમાં મોપેડથી રાજમા ચોખા વેચે છે.તેનું કારણ તેના દિવ્યાંગ પતિ અને બે બાળકોની જવાબદારી છે.તેમનું ભરણપોષણ કરવા માટે આ કામ કરી રહી છે.એવું કહેવામાં આવે છે તેમની મદદ કરવા મારે ઘરમાં બીજું કોઈ નથી.જેથી પોતે જ બધું કામ જાતે કરી રહી છે.

એવું કહેવામાં આવે છે કે કોરોનાને કારણે તેમની આર્થિક સ્થિતિ એટલી ગંભીર થઇ હતી કે તેમની પાસે બે સમયનું જમવાનું પણ ન હતું.આવી સ્થિતિમાંથી બહાર આવવા માટે તેણે એક ફૂડ સ્ટોલ ઊભો કરો અને આવક મેળવવાનું ચાલુ કર્યું.જે હાલમાં આખા પરિવારનો ખર્ચ ઉઠાવી રહી છે.હાલમાં આ મહિલા તે વિસ્તારમાં મોપેડે વાલી રાજમા ચાવલવાળી દીદી તરીકે લોકોમાં જાણીતી થઇ ગઈ છે.

તમને જણાવી દઈએ કે થોડા વર્ષો પહેલા આ મહિલાના પતિને એક અકસ્માત થયો હતો,જેમાં બંને પગ ગુમાવી દીધા હતા.આ પછી ઘરની બધી જવાબદારી આ મહિલા પર આવી હતી.પહેલા આ મહિલા જથ્થાબંધ વેપારી પાસેથી વિવિધ વસ્તુઓ ખરીદી અને તેને સાપ્તાહિક બજારમાં વેચતી હતી પરંતુ કોરોના કાળમાં આ બધું બંધ થઇ ગયું.

આ પછી આખરે 6 મહિના પછી મહિલા પોતે ધંધો શરૂ કરવા માટે વિચાર કર્યો હતો.પરંતુ પૈસા ન હોવાથી તે પણ શક્ય લાગતું ન હતું.જયારે બાળકો નાના હોવાથી તે નોકરી પણ કરી શકે તેમ નથી.આ પછી પતિના મોપેડનો ઉપયોગ કરીને ઘરની પાસે ફૂડ સ્ટોલ લગાવવાનો નિર્ણય કર્યો.ત્યારબાદ મહિલાએ મોપેડથી ફક્ત 2,500 રૂપિયાના રોકાણ સાથે તેના ફૂડ સ્ટોલની શરૂઆત કરી હતી.જેમાં તેણે શરૂઆતમાં રાજમા-ભાત,પકોડા,વટાણા-પનીર અને ચોખા વેચ્યા હતા.

આ પછી મોપેડને ફૂડ સ્ટોલમાં રૂપાંતરિત કરવાનું નક્કી કર્યું અને 30 હજાર રૂપિયાના રોકાણ દ્વારા આશાના સરળ મોપેડને મિનિ સ્ટોલમાં ફેરવાયા.એટલું જ નહીં હવે આ મહિલાએ સ્ટોલનું નામ મોપેડ વાલી રાજમા ચાવલવાળી દીદી’ નામ આપ્યું.જે હવે ખૂબ પ્રખ્યાત થઈ ગઈ છે.તે 20 રૂપિયામાં નાની પ્લેટો અને 30 રૂપિયામાં મીડિયમ પ્લેટ આપે છે.તે લોજ પ્લેટ માટે 50 રૂપિયા લે છે.

આ મહિલા માત્ર પોતાનો ફૂડ સ્ટોલ જ ચલાવતો નથી પરંતુ ઘરની બધી જવાબદારીઓ પણ નિભાવે છે.તેઓ સવારે 5 વાગ્યે ઉઠે છે અને કામ શરૂ કરે છે.ત્યારબાદ દરરોજ સવારે 11 વાગ્યાથી સાંજ 4 વાગ્યા સુધી તે તેના ફૂડ સ્ટોલ પર કામ કરે છે.પરંતુ હાલમાં કોરોના હોવાથી વધારે સારી કમાણી કરી રહી નથી,પરંતુ પોતાના આશા છે કે આવતા સમયમાં તે સારું નામ મેળવી લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *