પતિ હતો વિદેશને પત્ની થઇ ગઈ ગર્ભવતી તો પતિ ઘરે આવ્યો અને પત્નીએ બનાવ્યું એવું બહાનું કે જાણીને તમને પણ નવાઈ લાગશે…….

India

દરેક દંપતી લગ્ન જીવન પછી સંતાન પ્રાપ્તિ માટે આશા રાખે છે.પરંતુ તે પણ ત્યારે શક્ય બને છે જયારે દંપતી એકબીજાની સાથે હોય છે એકબીજાને સમય આપતા હોય.આના વગર આ શક્ય હોતું નથી.પરંતુ આજે એક એવો જોરદાર કિસ્સો સામે આવ્યો છે જે ભલ ભલાને વિચારમાં મૂકી શકે તેવો છે.

અહેવાલો મુજબ આ સમગ્ર કિસ્સો બિહારના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે જેમાં ત્યાની એક મહિલા એવું જણાવી રહી છે કે તેનો પતિ રોજ સપનામાં આવતો હતો.જેથી તે પોતે થોડા સમયમાં ગર્ભવતી બની હતી.તમને જણાવી દઈએ કે આ મહિલાનો પતિ છેલ્લા 7 મહિનાથી કોલકાતામા રહે છે,જયારે તેની પત્ની અહી ગર્ભવતી થઈ હતી.

સામાન્ય રીતે જોવામાં આવે તો આવું કઈ રીતે શક્યા બની શકે છે.આવો સવાલ ઘણા લોકોના મનમાં પણ ચાલી રહ્યો છે.આવી સ્થિતિમાં ઘરે રહેલા પતિના ભાઈએ ભાભીના પેટમા રહેલા બાળકનું ડી.એન.એ.ટેસ્ટ કરવા માટે જણાવ્યુ હતું.જયારે મહિલાના જણાવ્યા મુજબ એવું કહેવામાં આવે છે કે તેના લગ્ન 5 વર્ષ પહેલા થયા હતા.

તમને જણાવી દઈએ કે આ મહિલાને 2 વર્ષની એક પુત્રી પણ છે.7 મહિના પહેલા તેનો પતિ કમાવવા માટે કોલકાતા શહેરમા ગયો હતો.પરંતુ હાલમાં જયારે તે ઘરે પાછો આવ્યો છે ત્યારે તેને ખબર પડી કે તેની પત્ની આશરે ૩ મહિનાની ગર્ભવતી રહી છે.આવી સ્થિતિમાં તે પણ ઘણો વિચારમાં પડી ગયો હતો.

આટલું જ નહિ પરંતુ ઘરના સભ્યો તેને રાખવા માટે તૈયાર નથી.આ પછી એવું કહેવામાં આવે છે કે ગામમાં પંચાયત બેસાડવામાં આવી હતી.આ સમય દરમિયાન જ્યારે મહિલાને પૂછવામા આવ્યુ કે તેના ગર્ભમાં રહેલું બાળક કોનું છે,ત્યારે તેણે જણાવ્યુ હતુ કે આ બાળક તેના પતિનુ જ છે.આટલું જ નહિ પરંતુ બધાની સામે જણાવ્યું કે તેનો પતિ રોજ સપનામાં આવતો હતો,જેથી પોતે ગર્ભવતી બની છે.

તમને જણાવી દઈએ કે જયારે વધારે તપાસ કરવામાં આવી ત્યારે તેની દરેક સચ્ચાઈ સામે આવી હતી,જેમાં એવું સામે આવ્યું કે આ મહિલા કેટલાક સમયથી બીજા યુવાન સાથે પ્રેમ સબંધમાં હતી.અને આની જાણ તેના મોબાઈલમાં રહેલા એક નંબર પરથી થઇ હતી.માટે ઘરના લોકો ચોક્કસ રીતે કહી રહ્યા છે કે આ બાળક પ્રેમી યુવકનું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *