પત્નીના અનૈતિક સબંધો હોય તેવું વહેમ થતાં પતિએ પત્ની સાથે કર્યું કંઇક એવું કે જાણીને ઉડી જશે હોશ……….

Gujarat

દેશના અનેક રાજ્યોમાંથી ગુનાઓના કેટલાક કિસ્સાઓ સામે આવતા હોય છે.જયારે પ્રેમ સબંધની વાત કરવામાં આવે તો આની સાથે જોડાયેલા પણ કેટલાક કિસ્સાઓ સમાચારોમાં જોવા મળતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો પ્રેમ સબંધોનો અંત ઘણો કરુણ જોવા મળતો હોય છે.આજે આવો જ એક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે પંચમહાલના એક વિસ્તારમાંથી ત્રણ દિવસ અગાઉ ગુમ થયેલી પરિણીતાનો મૃતદેહ ત્યાના એક જંગલમાંથી મળી આવ્યો હતો.જયારે હકીકતમાં એવું સામે આવ્યું છે કે આ યુવતીને તેના પતિએ જ અન્ય યુવક સાથે અનૈતિક સંબધનો વહેમ હોવાથી ધારીયા વડે ગળું કાપી હત્યા કરીને જંગલમાં મૃતદેહ ફેંકી દીધો હતો.

પરંતુ હાલમાં પોલીસે વધુ તપાસ કરીને આરોપી પતિની ધરપકડ કરી છે.એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં રહેતી પરિણીત યુવતી અચાનક ગુમ થતાં સ્વજનોએ શોધખોળ કરી હતી.પરંતુ યુવતી મળી ન હોવાથી પરિવારે પોલીસ મથકે ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.જયારે પોલીસે આ ફરિયાદના આધારે વધારે તપાસ હાથ ધારી હતી.

જયારે પોલીસના જણાવ્યા અનુશાર આ યુવકના લગ્ન ત્યાની એક યુવતી સાથે થયા હતા.જયારે લગ્નના ત્રણ દિવસ પછી પતિ બાઈક ઉપર તેની પત્નીને લઈ સાસરિયામાં ગયો હતો.ત્યારે તેની પત્ની મોબાઈલ ઉપર વાતચીત વેળાએ અન્ય યુવક સાથે અનૈતિક સંબંધો ધરાવતી હોવાનું શક પેદા થયો હતો.ત્યારથી જ પતિના મગજમાં પત્ની અન્ય સાથેના સંબધ હોય તેવું ભૂત સવાર થઇ ગયું હતું.

આ વાતને લઈને પતિ પત્ની વચ્ચે તકરાર પણ થઇ હતી.આ પછી તે પોતાના ઘરેથી મંદિર જવાનું જણાવી બાઈક લઈ નીકળ્યા હતા.બંને બાઈક લઈ ત્યાના જંગલમાં પહોંચ્યા હતા.આ સમયે પતિએ પત્નીને સાથે મરી જવાનું કહીને તેણીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.તમને જણાવી દઈએ કે પતિએ પોતાની પત્નીને ધારીયાના ઘા ઝીંકી ધડ અને માથું અલગ કર્યું હતું.

આટલું જ નહિ પરંતુ આનો કોઈ પુરાવો ના મળે તે માટે પત્નીનું ધડ,માથું અને કપડાં જંગલમાં અલગ અલગ જગ્યાએ સંતાડી દીધા હતા.પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પતિ બાઈક લઈ જંગલમાંથી ભાગી છૂટ્યો હતો.અને પોતાના ઘરે આવીને રહેવા લાગ્યો હતો.અને બીજા દિવસે ગુમ થયાની ફરિયાદ કરી હતી.આ તરફ ગુમ થયેલી પરણીતાની ભારે શોધખોળ બાદ કોઈ પત્તો ના મળતાં સ્વજનોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ જારી રાખતાં ત્રણ દિવસથી સંપર્ક વિહોણા થયેલા પતિના સ્વજનો સાથે સંપર્ક પ્રયાસ કરતાં પોલીસ માટે મહત્વની કડી મળી આવી હતી.આખરે પોલીસે પતિને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.જેમાં તેની વધુ પૂછપરછ કરવામાં આવી હતી.જેમાં પોતે પત્નીની હત્યા કરી મૃતદેહ જંગલમાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરી હતી.હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *