પત્નીના રિસામણના લીધે પતિને દિલ પર લાગી આવ્યું તો પતિએ ભર્યું એવું પગલુ કે…

Uncategorized

પતિ-પત્નીનો સબંધ ઘણો પ્રવિત્ર માનવામાં આવે છે,આટલું જ નહિ પરંતુ એવું કહેવામાં આવે છે કે આ સબંધો સાત જનમ સુધી સાથે રહે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો દરેક પતિપત્ની વચ્ચે ઘણો પ્રેમ જોવા મળતો હોય છે,પરંતુ અમુક સમયે કેટલાક નાના ઝગડાઓ પણ થતા હોય છે.ઘરમાં આવા ઝગડાઓ થવા તે સામાન્ય માનવામાં આવે છે.

પરંતુ તમને જણાવી દઈએ કે પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા કેટલાક એવા પણ ઝગડાઓ હોય છે જે અચનાક વધારે મોટા થઇ જતા હોય છે.આવી સ્થિતિમાં આ વિવાહિત જીવનમાં ક્રેટલાક તકરાર જોવા મળતા હોય છે.તમને જણાવી દઈએ કે આવા પતિ અને પત્ની વચ્ચેના ઘણા ઝગડાઓ તમે સમાચારોમાં પણ જોયા હશે.

ખાસ કરીને આ સબંધો ત્યારે ખરાબ થતા હોય છે જયારે એકબીજા સાથે મારામારી અને અત્યાચાર કરવામાં આવતો હોય છે.તમને જણાવી દઈએ કે ઘણા તો એવા પણ કિસ્સાઓ જોવા મળ્યા છે જેમાં પતિ પત્નીના ઝગડામાં બંનેમાંથી કોઈ આપઘાત કરી લેતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો જીવનમાં આવા ઝગડાઓ થતા રહે છે,પણ તેની સામે આવું પગલું ભરવું યોગ્ય નથી.

તમને જણાવી દઈએ કે આજે જુનાગઢના એક વિસ્તારમાંથી પતિ પત્નીના સબંધો સાથે જોડાયેલ એક કિસ્સો સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે જયારે પત્ની રિસાઈને તેના માતાપિતા ઘરે ચાલી ગઈ ત્યારે પતિ આ સહન ન કરી શક્યો અને પત્નીના વિરહમાં પતિએ પોતાની જીવન ટૂંકાવી દીધુ છે.હાલમાં આ ઘટના તે વિસ્તારમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં પતિ પત્ની સાથે પ્રેમથી રહેતા હતા,જયારે યુવક મજુરી કરી પોતાનું ઘર ચલાવતો હતો.પરંતુ હાલમાં આ યુવકે જે પગલું ભર્યું છે તે ઘણું જ ખરાબ રહ્યું છે.પોલીસે આ સમગ્ર ઘટના અંગે તપાસ કરી ત્યારે એવું સામે આવ્યું છે કે પત્ની રિસાઈને ઘરેથી નીકળી ગઈ હતી.પત્નીની આ વાત પતિ સહન કરી શક્યો ન હતો,આખરે તેણે આત્મહત્યા કરી લીધી હતી.

એવું કહેવામાં આવે છે કે આ સમગ્ર ઘટના સમયે કોઈ ન હતું,પરંતુ તેમની સાથે કામ કરતો યુવક તેમની પાસે આવ્યો હતો.પરંતુ ઘરમાં આ વ્યક્તિ જોવા ન મળતા શોધખોળ શરૂ કરી હતી,પરંતુ અંદરના ભાગે ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો.જયારે આ ઘટના અંગે પોલીસમાં જાણ કરવામાં આવી ત્યારે પોલીસ ત્યાં આવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

હાલમાં તો પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ સમગ્ર બાબત પાછળ પત્નીનો વિરહ હતો.એટલે કે પત્ની આઠ વર્ષના લગ્નજીવન બાદ થોડા દિવસો પહેલાં અચનાક રિસાઈને ગઈ હતી ત્યારે આ વાત તે પતિને દિલ પર લાગી ગઈ હતી,આખરે પોતે આ પગલું ભરી બેઠો હતો.પરંતુ હાલમાં આ સચ્ચાઈ પણ સાચી કહી શકાય તેમ નથી.

એવું કહેવામાં આવે છે કે હાલમાં તેમના ઘરમાં તેમની માં હતી,જે પુત્ર વગરની વ્બની ગઈ છે.જયારે મૃતકની માતા પોલીસને એવું જણાવી રહી છે કે જ્યારથી તેની પત્ની ઘરેથી ગઈ હતી તે સમયથી તે હમેશા તણાવમાં જોવા મળતો હતો.આટલું જ નહિ પરંતુ પત્નીને પછી લાવવા માટે પણ પ્રયત્નો કર્યા હતા,પણ પત્ની પાછી આવી ન હતી.હાલ આત્મહત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *