પથરી હોય કે કમર દર્દની સમસ્યાને દુર કરવા માટે ઘરે કરો આ આયુર્વેદિક ઉપાય,સાથે સાથે આ 10 રોગોથી પણ છુટકારો મળશે………

Health

જયારે પણ આહાર પર વધારે ધ્યાન આપવામાં ન આવે ત્યારે શરીરમાં ઘણા રોગો ઉભા થવા લાગે છે.માટે સંતુલિત આહાર લેવો ખુબ જરૂરી છે.જયારે અમુક બીમારીઓ સામે કેટલાક ઘરેલું ઉપાયો કરવામાં આવતા હોય છે.આવી જ રીતે જો ગોખરું નામની એક ઔષધી વિષે વાત કરવામાં આવે તો તે મોટાભાગે ગામડાઓમાં વધારે જોવા મળતી હોય છે.

એવું કહેવામાં આવે છે કે આ ગોખરું દુખો અને ઉપાધિ દૂર કરવામાં મદદ કરે છે.તે આયુર્વેદમાં પણ શ્રેષ્ઠ ઔષધ પુરવાર થયું છે.તમને જણાવી દઈએ કે ગોખરુંમાં એમીનો એસીડ,ફ્યુરોગ્લુકોસાઇડ, ગ્લુકોઝ,ક્લોરોજેનીન,એસ્ટ્રાગેલીન વગેરે જેવા ગુણધર્મો રહેલા છે.આયુર્વેદની પ્રખ્યાત ઔષધ રસાયણ ચૂર્ણને બનાવવા માટે આમળા,ગાળો અને ગોખરું વાપરવામાં આવે છે.

જયારે ગોખરું એક ઔષધ રસાયણ છે.રસાયણ એટલે એવું ઔષધ કે જે વધતી ઉમર સાથે થતી ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.એવું કહેવામાં આવે છે કે આ મૂત્રમાર્ગની બિમારી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.કુદરતી રીતે ગોખરું ઠંડક આપે છે.તેનાથી આપણા શરીરમાં રહેલી ગરમી દૂર કરી શકાય છે.

ખાસ કરીને આ ગોખરું ઉનાળામાં આપણા શરીરને ઠંડક પ્રદાન કરે છે.આ ઉપરાંત તે આપણા શરીરને શક્તિ અને સ્ફૂર્તિ પણ આપે છે.જે લોકોને વધારે થાક લાગતો હોય તેમના માટે આ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.તેમાં રહેલા કેટલાક પોષ્ટિક તત્વો થાકને દૂર કરવાનું કામ કરે છે.આવી જ રીતે આપણા શરીરમાં અનેક પ્રકારના દુખાવા પણ થતા રહે છે.

દરેક પ્રકારના દુખાવાને દૂર કરવા તે ઉપયોગી થાય છે.ઘણા લોકોને અમુક સમયે અથવા વારંવાર કમરનો દુખાવો થતો હોય છે.આવી સ્થિતિમાં કામ કરવાથી લઈને બીજી ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે.આ ઉપરાંત કમરમાં દુખાવો ત્યારે પણ ઉભો થાય છે જયારે મહિલાઓને માસિક સમયસર ન આવવું,પાચનક્રિયા નબળી પડી જવી જેવા કારણથી થતી કમરના સાંધામાં દુખાવો ઉત્પન થવા લાગે છે.જયારે ઘણા લોકોને પથરી પણ દુખતી હોય છે.આવી દરેક સમસ્યામાં ગોખરું ખુબ ઉપયોગી નીવડે છે.

 

એવું કહેવામાં આવે છે કે આ દરેક સમસ્યામાં ગોખરું અને સૂંઠનો ઉકાળો બનાવી સેવન કરવામાં આવે તો તે શ્રેષ્ઠ ઔષધ દવા માનવામાં આવે છે.ઠંડીની ઋતુમાં કે ગરમીની ઋતુમાં અથવા તો જેને પિત્તની તકલીફ હોય,ગરમ ખોરાકનું વધારે પડતું સેવન કરતા હોય.જે વ્યક્તિને પથરીની સમસ્યા હોય કે કોઈને લોહીમાં પિત્ત ભળી ગયું હોય તેના માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે.

તેના ઉપયોગથી મૂત્ર સાફ આવે છે.પાષાણભેદ,કાકડીના બીજ,ગાળો,ભોય રિંગણીનાં બીજ,સાગના ફળ અને ગોખરું.આ બધી વસ્તુને સરખા પ્રમાણમાં ભેગા કરીને તેનો પાઉડર બનાવવો.પછી બે ચમચી જેટલુ ચૂર્ણ બે ગ્લાસ ગરમ પાણીમાં નાખીને ઉકાળવું.ઉકળવા મુકેલું પાણી અદાશું થઇ જાય ત્યાં સુધી ઉકાળવું.તેને ગાળીને પીવું.આવું કરવાથી પણ મૂત્ર સાફ આવે છે.

આ ઉપરાંત ગોખરુંનો ઉકાળો બનાવીને પીવાથી પણ ઘણો ફાયદો થાય છે.ગોખર,ગાળો,આમળા અને હળદરનર સરખા પ્રમાણમાં લઇ તેનું ચૂર્ણ બનાવવું.જમ્યા પહેલા તે ચૂર્ણને ૩ ગ્રામ જેટલું પાણી સાથી લેવાથી પોસ્ટેટમાં થતો સોજો દૂર થાય છે.આ ઉપરાંત કિડની અને મૂત્રનલિકામાંથી પથરીના પથ્થરને બહાર કાઢવામાં મદદ કરે છે.

એવું પણ કહેવામાં આવે છે કે ગોખરુંનો પાઉડર અને મધને સાથે કરીને સેવન કરવાથી અને પછી બકરીનું દૂધ પીવાથી પણ પથરી મૂત્રમાર્ગ દ્વારા બહાર નીકળી જાય છે,પરંતુ આવું સેવન થોડા સમય સુધી કરતુ રહેવું પડશે.તમને જણાવી દઈએ કે ગોખરુંનું ફળ ખાવાથી પણ નપુશંકતા દૂર થાય છે.તેનાં ફળમાં કાંટા હોય છે તે દવાના રૂપમાં વપરાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *