પહેલા ખેતી કરી અને ઊંટ-લારી પણ ચલાવી,પછી આવા સંધર્ષ બાદ બન્યા IPS ઓફિસર,ખુબ જ રસપ્રદ છે આ કહાની……

India

એવું કહેવામાં આવે છે કે જે લોકોનું મન અને પોતાના ઈરાદાઓ વધારે મજબુત રાખે છે તે જીવનમાં ચોક્કસ રીતે સફળતા પ્રાપ્ત કરીને જ રહે છે.જયારે આપણું મન વધારે મક્કમ હોય ત્યારે ખરાબ પરિસ્થિતિ અને જીવનમાં આવતો મુશ્કેલ સમય પણ ઘણો નાનો જોવા મળે છે.દરેક વ્યક્તિ જાણે છે કે જે લોકો ચોક્કસ દિશામાં સખત મહેનત કરે છે તેમની સફળ થવાની શક્યતાઓ ઘણી વધારે રહેલી છે.

આવી જ રીતે આજે તમને અમદાવાદના ડીસીપી પ્રેમસુખ ડેલૂની વાત જણાવી રહ્યા છીએ.એવું કહેવામાં આવે છે કે આ અધિકારીએ આઈપીએસ ઑફિસર બનતાં પહેલાં આશરે 12 સરકારી પરિક્ષાઓ આપી હતી.જયારે આ દરેકમાં પોતે સફળ પણ રહ્યા હતા.તમને જણાવી દઈએ કે આ પ્રેમસુખનો જન્મ રાજસ્થાનના એક જિલ્લાના નાનકડા ગામ રાસીસરમાં થયો હતો.

જયારે તે પોતે ચાર ભાઈમાં સૌથી નાના હતા.જયારે તેમના પિતાની વાત કરવામાં આવે તો તે એક સામાન્ય ખેડૂત હતા.પરંતુ તેમની પાસે ખેતી કરવા માટે પૂરતી જમીન પણ ન હતી.માટે ઘરના સભ્યોનું ભરણપોષણ કરવા માટે તેઓ ઊંટલારી ચલાવતા હતા.જયારે આ આઈપીએસ પ્રેમસુખ એવું જણાવે છે કે પોતે અભ્યાનીસ સાથે સાથે પિતાને પણ કામમાં મદદ કરતા હતા.તે અમુક સમયે પશુઓ માટે ચારો લેવા પણ જતા.એટલું જ નહિ પરંતુ ઊંટલારી પણ સમય સમય પર ચલાવવી પડતી હતી.

એવું કહેવામાં આવે છે કે આ અધિકારી પ્રેમસુખ ગામની સરકારી સ્કૂલમાંથી દસમું પાસ કર્યું હતું.જયારે તે પહેલાથી જ ભણવામાં ઘણા હોશિયાર હતા.જયારે માતાપિતા પણ તેમને ભણાવવામાં ઘણી મદદ કરી છે.તેમણે વધુમાં જણાવ્યું કે ઘણીવાર પૈસા ન હોવાના કારણે પુસ્તકો અને નોટબુક્સ પણ લઇ શકતા ન હતા.પરંતુ મહેનત કરીને પોતાના માટે પુસ્તકો લાવતા હતા.આ ઘરની સ્થિતિ જોઇને પોતે સરકારી નોકરી મેળવવાનો નિશ્ચય કરી દીધો હતો.

એવું કહેવામાં આવે છે કે ગામમાં દશમાં સુધી અભ્યાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં કરિયર બનાવવાની ઈચ્છાથી મેડિકલની પ્રવેશ પરિક્ષા પણ આપી.પરંતુ તેમાં વધારે સફળતા ન મળી.આ પછી બીકાનેરથી બીએ કરવાનો નિર્ણય કરો.જેમાં તેમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો હતો.એકબાજુ ઘરની પરિસ્થિતિ ખરાબ હતી,પરંતુ પોતે હાર માની નહિ.આ પછી સૌથી પહેલી નોકરી 2010 માં એક ગામમાં પટવારી તરીકે કરી હતી.

એ જ વર્ષે રાજસ્થાનમાં ગ્રામ સેવકના પદની પરિક્ષામાં તેમને રાજ્યમાં બીજો રેન્ક મળ્યો.જયારે આસિસ્ટન્ટ જેલરના પદની પરિક્ષામાં આખા રાજસ્થાનમાં પહેલો નંબર મેળવ્યો.વર્ષ 2011 માં બીએડ કર્યું અને ત્યારબાદ પ્રાઈમરી અને સેકન્ડરી સ્કૂલ ટીચરની પરિક્ષા પણ પાસ કરી.થોડા દિવસ તેમણે ગામમાં શિક્ષક તરીકે પણ કામ કર્યું.નેટ અને ટેટની પરિક્ષા પણ પાસ કરીને થોડા સમય માટે તેમણે કૉલેજમાં લેક્ચરર તરીકે પણ કામ કર્યું હતું.

આટલી સફળતા મળતી રહી પરંતુ તે વધારે વધારે મહેનત કરતા રહ્યા.આ પછી તેમણે યૂપીએસસીની પરિક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી.તે એવું જણાવે છે કે નોકરીની સાથે-સાથે ભણવા પર ધ્યાન આપવું ખૂબ જ મુશ્કેલ હતું,પરંતુ પોતે બધું સમય સાથે મુશ્કેલી સહન કરી લેતા હતા.આ પછી પોતે કોઈ પણ કોચિંગ વગર જ યૂપીએસસી 2015 ની પરિક્ષામાં તેમને 170 મો રેન્ક મેળવ્યો હતો.

આ પછી પ્રેમસુખનું પહેલું પોસ્ટિંગ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં એએસપી તરીકે થયું હતું.આ પછી હાલમાં પ્રેમસુખ અમદાવાદના ઝોન 7 ના ડીસીપી છે.આટલું જ નહિ પરંતુ વર્ષ 2019 માં એકવાર નહીં પરંતુ બે વાર ગુજરાત પોલિસનું પ્રતિનિધિત્વ કર્યું.જયારે ગુજરાતના સ્ટેચ્યૂ ઑફ યૂનિટી પર પીએમ નરેન્દ્ર મોદીની હાજરીમાં કરેલ એકતા પરેડમાં પરેડ ક્માન્ડેન્ટની ભુમિકા પણ નિભાવી ચુક્યા છે.આજે દરેક યુવા માટે એક પ્રેરણારૂપ સાબિત થઇ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *