પહેલા યુવક સ્કૂલમાં કરતો હતો માળીનું કામ પછી થયું એવું કે સીધો બની ગયો પ્રિન્સીપાલ,જાણો કેવી રીતે……

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો કઈ વ્યક્તિ ભવિષ્યમાં શું કરી શકે છે તે અંગે કોઈ જાણકારી ધરાવતું નથી,એવું કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિના ભાગ્ય તો નક્કી થયા હોય છે,પરંતુ તેમના ભાગ્ય કેવા હશે તે જાણવું ઘણું મુશ્કેલ હોય છે.પરંતુ જયારે વ્યક્તિ સતત કાર્ય કરતો રહે છે તો તે વ્યક્તિ એક દિવસે ચોક્કસ અલગ નામ બનાવી લેતો હોય છે.આટલું જ નહિ પરંતુ અમુક સમયે તે વ્યક્તિ અન્ય લોકો માટે એક ઉદાહરણ બની જાય છે.

આવી સ્થિતિમાં આજે તમને આવા એક વ્યક્તિનો પરિચય આપવા જઈ રહ્યા છીએ.તને જણાવી દઈએ કે આ વ્યક્તિનું નામ ઇશ્વરસિંહ બાદગાહ છે જે છત્તીસગઢના રહેવાસી છે.પરંતુ તેમના ભાગ્યમાં જે પરિવર્તન જોવા મળ્યું છે તે ઘણું અન્ય લોકો કરતા અલગ રહ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો કોઈ ભાગ્ય ક્યારેય બદલાય છે તે કોઈ જાણતું નથી.

આજે પણ ઘણા લોકો જીવનમાં અમુક બાબતે સફળતા પ્રાપ્ત કરવા માટે લાખો મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે.પરંતુ તે વ્યક્તિ જ સફળ થાય છે જે પોતાના લક્ષ્યમાં વધારે ધ્યાન આપે છે અને તે દિશામાં પ્રયત્નો કરતો રહે છે.આવી જ રીતે આ ઇશ્વરસિંહ બાદગાહ સાથે પણ આવો જ ભાગ્યનો ખેલ બની ગયો છે.

એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિ એક સમયે એક કોલેજમાં માળીનું કામ કરતો હતો.પરંતુ આજે આજ વ્યક્તિ પોતાની મહેનત અને ધૈર્યને લીધે આ જ કોલેજમાં આચાર્યનું પદ મેળવી લીધું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ ઇશ્વરસિંહ બાદગાહનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો.જયારે સામાન્ય પરિવારમાંથી જોવાથી પોતે ગામમાંથી જ 12 મા ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું.

ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેણે અધ્યયન અધવચ્ચે જ છોડી દઈને 19 વર્ષની ઉંમરે તેણે ઘરના ખર્ચમાં મદદ કરવા માટે નોકરીની શોધ ચાલુ કરી હતી.જયારે પોતે નોકરીની શોધ કરતા કરતા પોતાના ગામથી ભીલા આવી ગયા હતા,જેમાં પહેલા પોતે એક કાપડની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરવા લાગ્યા હતા.

જયારે તેમની પહેલી નોકરીમાંથી મહીને 150 રૂપિયા પગારમળ્યો હતો.પરંતુ તે પોતે પોતાનો અભ્યાસ પૂર્ણ કરવાની ઈચ્છા માનવામાં દબાવી બેઠા હતા.આ પછી પોતે કોલેજમાં બી.એ.ની ડીગ્રી મેળવવા માટે ફોર્મ ભર્યા અને કપડાની દુકાનમાં નોકરી કરવાની સાથે સાથે તેમનો અભ્યાસ પૂર્ણ કરવાનું પણ ચાલુ રાખ્યું હતું.

તમને જણાવી દઈએ કે કોલેજમાં ફક્ત 2 મહિના પ્રવેશ મેળવ્યા બાદ તેણે સેલ્સમેનની નોકરી છોડી દીધી અને તે જ કોલેજમાં માળી તરીકે કામ કરવાનું શરૂ કર્યું.ત્યાં અભ્યાસની સાથે સાથે ચોકીદાર અને ક્યારેક સુપરવાઇઝર તરીકે કામ કરવા લાગ્યો હતો.તેમની મહેનત અને સમર્પણ જોઈને કોલેજના ઉચ્ચ અધિકારીઓ ખુશ થયા અને આખરે તેમને સુપરવાઈઝર બનાવ્યા હતા.

પરંતુ અ સમયે પણ પોતાનો અભ્યાસ ચાલુ જ હતો.આખરે વર્ષ 1989 માં તેમની સ્નાતકની ડિગ્રી મેળવી.જે બાદ પોતાની જ કોલેજમાં ક્રાફ્ટ શિક્ષક તરીકેની નોકરી પણ મળી હતી.આ પછી તો તેમની યોગ્યતા અને સમર્પણને ધ્યાનમાં રાખીને તેમને કોલેજમાં સહાયક પ્રોફેસરની નોકરી પણ મળી ગઈ હતી.આ સમય દરમિયાન પોતે એમ.એડ,બી.પી.એડ અને એમફિલનો અભ્યાસ પૂર્ણ કરીને ડિગ્રી પણ મેળવી લીધી હતી.

આખરે વર્ષ 2005 માં તેમની લાયકાત જોઇને તેમની જ કોલેજમાં આચાર્ય બની ગયા હતા,પરંતુ આની સફળતા પાછળ પણ સંઘર્ષ રહેલા છે.ખાસ કરીને તે ઇશ્વરસિંહ બાદગાહ સુરક્ષા દળમાં કામ કરવા માંગતા હતા,પરંતુ તે તેમાં સફળ થઈ શક્યા ન હતા.કારણ કે તેમના ભાગ્યમાં કઈ અલગ જ લખ્યું હતું.મુસીબતોનો સામનો કરીને આજે એક સારા પદ પર નોકરી કરી રહ્યા છે.

ઇશાવરસિંહ બાદગાહ એવું જણાવે છે કે માળીથી આચાર્ય બનવું એટલું સરળ ન હતું,પરંતુ આ સમયે ઘણા લોકોની મદદ અને પોતાની મહેનત પણ સામેલ હતી.ખાસ કરીને ઘણા શિક્ષકોએ તેમનો ટેકો આપ્યો હતો.આજે આચાર્યને જોઈને ત્યાના અન્ય સ્ટાફની પણ છાતી ગૌરવ સાથે વિસ્તૃત થઇ છે.કારણ કે માળીથી કોલેજના આચાર્ય સુધીની મુસાફરી ઘણા ઓછા લોકો જ કરી શકે છે,આજે વિદ્યાર્થીઓ માટે તે મોટા પ્રેરણાના સ્ત્રોત બની ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *