પહેલા લગ્નમાં દગો મળ્યો તો આ ફેમસ કલાકારોએ કર્યા બીજા લગ્ન હવે જીવે છે ખુબ જ પ્રેમભર્યું જીવન……….

Boliwood

સામાન્ય વ્યક્તિથી લઈને બોલીવૂડ સ્ટાર્સ સુધીના દરેકના જીવનમાં સુખ દુખ આવતું રહે છે.એવું કહેવાય છે કે આ દરેક બાબત મનુષ્યના હાથમાં નથી.આવી જ રીતે જો લગ્ન જીવન અંગેની વાત કરવામાં આવે તો લગ્ન એકવાર જેના સાથે થાય છે તેના સાથે આખું જીવન પસાર કરવું પડતું હોય છે.પરંતુ બોલીવૂડમાં આ બાબત ઘણી અલગ જોવા મળતી હોય છે.

ઘણા બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ છે જે પહેલા લગ્ન જીવનમાં વધારે ખુશ રહ્યા ન હતા.જેના કારણે અમુકે તો લગ્ન જીવનમાંથી છુટકારો મેળવી લીધો હતો.જે આજે પણ એકલતાનું જીવન જીવી રહ્યા છે.પરંતુ કેટલાક એવા પણ કલાકારો છે જે બીજા લગ્ન કરવાની હિમત કરીને લગ્ન કરી લીધા હતા.જે આજના સમયમાં સુખી જીવન જીવી રહ્યા છે.તો જાણો આવા જ કેટલાક સ્ટાર્સ વિશે…

રેણુકા શહાણે –

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી રેણુક શહાને માધુરી દીક્ષિત અને સલમાન ખાનની હિટ ફિલ્મ હમ આપકે હૈ કૌનથી વધારે સારી એવી ઓળખ મળી હતી.આટલું જ નહિ પરંતુ આ ફિલ્મો પછી તેમની લોકપ્રિયતા પણ ઘણી વધી હતી.તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રેણુકાએ સલમાન ખાનની ભાભીની ભૂમિકા ભજવી હતી.એવું કહેવામાં આવે છે કે રેણુકાએ બે લગ્ન કર્યા છે.તેમણે પહેલા મરાઠી લેખક અને દિગ્દર્શક વિજય કેનકરે સાથે લગ્ન કર્યાં,પરંતુ આ સંબંધ સફળ થઈ શકયા ન હતા.વિજયથી છૂટા પડ્યા પછી રેણુકાએ બોલિવૂડ એક્ટર આશુતોષ રાણા સાથે લગ્ન કર્યા.બંનેએ વર્ષ 2001 માં લગ્ન કર્યા હતા.જયારે આજે પણ એકસાથે ઘણા ખુશ જોવા મળી રહ્યા છે.

અર્ચના પૂરણસિંહ –

અર્ચના પૂરણ સિંઘને આજના સમયમાં કોણ નથી જાણતું.તમને જણાવી દઈએ કે અર્ચના પૂરણ સિંઘએ ઉદ્યોગનું એક જાણીતું નામ છે.આ અભિનેત્રીએ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.આ ઉપરાંત કેટલાક કોમેડી શોમાં પણ જોવા મળતી હોય છે.અર્ચના પૂરણસિંહે પણ બે લગ્ન કર્યા છે.તેમનું પ્રથમ લગ્ન જીવન સફળ થયું ન હતું.તમને જણાવી દઈએ કે તેણે અભિનેતા પરમીત સેઠી સાથે લગ્ન કર્યા છે.અર્ચનાએ એવું પણ જણાવ્યું હતું કે પહેલા લગ્નથી તે વધારે ખુશ ન હતી.જેથી આ લગ્ન જીવનથી અલગ થઇ હતી.અને ઘણા સમય પછી ફરીથી લગ્ન ન કરવાનું મન બનાવી લીધું હતું.1992 માં બંનેએ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા.જયારે આજે બંને એક સાથે ખૂબ ખુશ છે.

શ્વેતા તિવારી –

તમને જણાવી દઈએ કે ટીવી જગતની જાણીતી અને સુંદર અભિનેત્રી શ્વેતા તિવારી ઘણી લોકપ્રિયતા ધરાવે છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રીએ પ્રથમ વખત રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા હતા.પરંતુ આ સંબંધ વધારે સમય ટક્યા ન હતા.તેનું કારણ અવારનવાર થતા ઝઘડાઓ કહેવામાં આવી રહ્યું હતું.આ પછી વર્ષ 2012 માં બંનેના છૂટાછેડા થયા હતા.આ પછી શ્વેતાએ 2013 માં અભિનવ કોહલી સાથે લગ્ન કરી લીધા હતા.પરંતુ આનાથી પણ તે વધારે ખુશ ન હોવાથી હવે પોતે અલગ અલગ રસ્તાઓ પર ચાલવા લાગ્યા છે.

કરણસિંહ ગ્રોવર –

એવું કહેવામાં આવે છે કે ટીવી અભિનેત્રી જેનિફર વિન્જેટે ટીવી અને બોલિવૂડ અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યાં હતાં.બંનેએ વર્ષ 2012 માં લગ્ન કર્યા હતા.અને 2014 માં તેમનો સંબંધનો અંત પણ આવી ગયો હતો.જયારે આ પછી કરણ સિંહએ બીજા લગ્ન કર્યા.આ પછી કરણે વર્ષ 2016 માં બોલિવૂડની હોટ અભિનેત્રી બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા હતા.આજે તે બંને ખૂબ ખુશથી જીવન જીવી રહ્યા છે.જયારે તેમની જોડી પણ ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

રશ્મિ દેસાઈ –

તમને જણાવી દઈએ કે ટીવી ઉદ્યોગમાં જો કોઈ વધારે લોકપ્રિયતા ધરાવતું હોય તો તે રશ્મિ દેસાઈ છે.35 વર્ષની અભિનેત્રી રાશી દેસાઈ આજે એકલતાનું જીવન જીવી રહી છે.તેણે વર્ષ 2012 માં નંદીશ સંધુ સાથે લગ્ન કર્યા હતા.જયારે તેમના લગ્ન જીવનનો અંત ફક્ત 4 વર્ષમાં જ આવી ગયો હતો.રશ્મિ એક પુત્રી માન્યા સંધુની માતા છે.તે પોતાના આ લગ્ન જીવન અંગે આજે પણ અફસોસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *