પાનના પત્તામાં રાખો ફટકડી અને સિંદુર અને કરો આ ઉપાય,ચમકી જશે તમારું ભાગ્ય………

Astrology

જીવનમાં દરેક વ્યક્તિ સુખ સુવિધાઓ સાથે પોતાનું જીવન પસાર કરવા માંગે છે,પરંતુ દરેક વ્યક્તિ આવું જીવન જીવી શકતો નથી.ઘણા લોકો આર્થિક સંકટમાં ફસાઈ જતા હોય છે,જેના કારણે હમેશા તણાવમાં રહે છે.ઘણા એવા પણ લોકો છે જે આવતા દરેક અવરોધોને હમેશા દૂર કરવા માટે કેટલાક ઉપાયો કરતા રહે છે.

આજે તમને આવા જ જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ ઉપાયમાં જણાવેલ ફટકડીના કેટલાક ઉપાય વિષે જણાવવા જઈ રહ્યા છીએ.સામાન્ય રીતે જોવામાં આવે તો ફટકડી એક એવી વસ્તુ છે જે દરેકના ઘરે સરળ રીતે જોવા મળતી હોય છે.તેનો ઉપયોગ સામાન્ય રીતે પાણીને સાફ કરવા માટે કરવામાં આવે છે.

પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે વાસ્તુ શાસ્ત્રમાં પણ ફટકડી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે તેના ઉપાયથી અનેક પ્રકારની વાસ્તુ ખામીઓને હમેશા માટે દૂર કરી શકાય છે.તમને જણાવી દઈએ કે ફટકડીની અંદર નકારાત્મક ઊર્જા ગ્રહણ કરવાની શક્તિ છે.જેના કારણે તે તેનો ઉપયોગ કેટલાક ઉપાયોમાં કરવામાં આવે છે.તો જાણો ફટકડી કેટલાક અસરકારક ઉપાયો વિશે….

– તમને જણાવી દઈએ કે તમારા ઘરમાં જો નકારાત્મક ઊર્જા વધારે જોવા મળી રહી છે તો તમારે ફટકડીનો આ ઉપાય ચોક્કસ રીતે કરવો જોઈએ.આ માટે તમારે એક કાચની પ્લેટ લેવી અને તેમાં ફટકડીના નાના ટુકડા કરીને નાખવા.હવે આ પ્લેટને બારી,દરવાજા અથવા બાલ્કનીમાં રાખો.પરંતુ ધ્યાનમાં રહે કે દર મહિને પ્લેટમાં રહેલા આ ટુકડા બદલતા રહેવું.આ ઉપાય કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને હમેશા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે.

– એવું કહેવામાં આવે છે કે જે ઘરમાં અથવા ઓફિસમાં વાસ્તુના કેટલાક દોષ જોવા મળી રહ્યા છે તો દરેક રૂમમાં 50 ગ્રામ ફટકડી મુકવી.શાસ્ત્રો મુજબ એવું કહેવામાં આવે છે કે આ એક સરળ ઉપાય કરવાથી દરેક વાસ્તુ ખામી દૂર થવા લાગે છે.અને ઘર અને ઓફિસમાં શાંતિ જોવા મળે છે.

– તમને જણાવી દઈએ કે બાથરૂમ એ આખા ઘરની એક એવી જગ્યા છે જ્યાં ઘરની સૌથી વધારે નકારાત્મક ઊર્જા ભરેલી રહે છે.જયારે ઘરમાં આવી ખરાબ ઉર્જા આવે છે ત્યારે ઘરનું વાતાવરણ ઘણું અશાંત થઇ જાય છે.આવી સ્થિતિમાં તમારે બાથરૂમમાં બાઉલમાં ફટકડી અને મીઠું નાખીને મુકવું જોઈએ.પરંતુ ધ્યાનમાં રહે કે દર મહિને તેને બદલતા પણ રહેવું ખુબ જરૂરી છે.એવું કહેવામાં આવે છે કે મીઠું બાથરૂમની નકારાત્મક ઊર્જાને શોષી લે છે જયારે ફટકડી ત્યાંના સૂક્ષ્મજંતુઓને દૂર કરે છે.

– જો તમે પણ કોઈ ધંધો કરી રહ્યા છો અને ધંધામાં વધારો કરવા માંગો છો તો ફટકડી તમારા માટે ઘણી ઉપયોગી સાબિત થઇ શકે છે.આ ઉપાયમાં તમારે કાળું કપડું લઈને તેમાં ફટકડી બાંધી લેવી.આ પછી ફટકડીના કપડાને દુકાનના મુખ્ય પ્રવેશદ્વાર પર લટકાવી દેવી.આવું કરવાથી ધંધામાં ઘણો વધારો થતો જોવા મળશે.અને ધંધામાં કોઈની ખરાબ નજર પણ લાગશે નહિ.

– એવું કહેવામાં આવે છે કે જે લોકોની કુંડળીમાં શુક્ર દોષ જોવા મળે છે તેને ફટકડી દૂર કરી શકે છે.જો તમે પણ આ દોષને દૂર કરવા માંગો છો તો તમારે નાહવાના પાણીમાં થોડી ફટકડી નાખવી.અને પછી સ્નાન કરવું.આવું કરવાથી શુક્ર દોષ દૂર થવા લાગે છે.સાથે સાથે ધન લાભ પણ થવા લાગે છે.માટે તમારે પણ આ ઉપાય ચોક્કસ રીતે કરવો જોઈએ.

– જે લોકો દિવસે દિવસે વધારે દેવામાં ડૂબી રહ્યા છે તે લોકો માટે ફટકડી ઘણી ઉપયોગી સાબિત થઇ શકે છે,તેના માટે તમારે ખાલી યોગ્ય ઉપાય કરવો પડશે.આ ઉપાય કરવા માટે તમારે એક સોપારીનું પાન લેવું અને તેમાં ફટકડી અને સિંદૂર બાંધીને મુકવું.આ પછી બુધવારે આ સોપારી પાનને પીપળાના ઝાડ નીચે જમીનમાં દબાવી દેવું.એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી દેવામાંથી જલ્દીથી મુક્તિ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *