પેટની દરેક બીમારીઓથી લઈને કેન્સર સુધીની આ બીમારીઓને દુર કરવા જરૂરથી ખાવો ચીકુ,ફાયદા જાણીને તમને પણ નવાઈ લાગશે……

Health

સામાન્ય રીતે જોવામાં આવે તો આપણા સ્વાસ્થ્ય માટે ખોરાક ઉપરાંત કેટલાક ફાળોનું સેવન કરવું ખુબ જ ઉપયોગી છે.દરેક રૂતુમાં અલગ અલગ ફળ જોવા મળતા હોય છે.આવી સ્થિતિમાં જો ચીકુ અંગે વાત કરવામાં આવે તો તે પણ એક એવું ફળ છે જે દરેક ઋતુમાં સરળતાથી મળી આવે છે.આટલું જ નહિ પરંતુ તેનો સ્વાદ પણ ઘણો સ્વાદિષ્ઠ હોય છે.

તમને જણાવી દઈએ કે ચીકુમાં આશરે 75 ટકા પાણી હોય છે આ ઉપરાંત પ્રોટીન,ચરબી અને કાર્બોહાઈડ્રેટ પણ હોય છે.તેમાં વિટામીન એ અને વિટામીન સી વધારે પ્રમાણમાં હોય છે.આવી જ રીતે ચીકૂ ગુણોથી ભરપૂર હોય છે.ખાસ કરીને ઉનાળામાં ચીકુનું સેવન કરવાથી ઘણા લાભ મળે છે.ચીકુ ખાવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે.

આ ફળ મોટાભાગે ઉનાળાની અને શિયાળાની સિઝનમાં વધારે જોવા મળે છે.એવું કહેવામાં આવે છે કે ચીકુ ખાવાથી હાડકા મજબૂત બને છે તેમાં રહેલું કેલ્શિયમ,આયન અને ફોસ્ફરસ હાડકાને મજબૂત બનાવવા ખુબ જ મદદ કરે છે.આજે તમને આવા જ કેટલાક અન્ય ફાયદાઓ જણાવી રહ્યા છીએ,જે ચીકુના સેવનથી મળે છે….

– તમને જણાવી દઈએ કે ચિકુમાં ખાસ કરીને એન્ટિવાયરલ,એન્ટીપેરાસિટિક,બળતરા વિરોધી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે.તે પેટની સમસ્યાથી રાહત આપે છે.આટલું જ નહિ પરંતુ કબજિયાતની સમસ્યામાં ઘણી રાહત આપે છે.અને સાથે સાથે શરીરના સ્નાયુઓ પણ મજબૂત બને છે.

– તમને જણાવી દઈએ કે ચીકુમાં વધુ પ્રમાણમાં વિટામીન એ મળી આવે છે જે આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે.આનું સેવન કરવાથી આંખોની ઘણી સમસ્યાઓ ઓછી થાય છે.ખાસ કરીને બાળકો જો આનું સેવન કરે છે તો ચશ્માંનો સમસ્યા ઘણી ઓછી થઇ શકે છે.

– એવું કહેવામાં આવે છે કે ચિકુમાં વિટામિન સી,એ અને એન્ટી ઓકિસડન્ટો હોય છે.તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.માટે તમારે પણ ખાસ કરીને ઉનાળામાં ચિકુનું યોગ્ય સેવન કરવું જોઈએ,જેથી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થઇ શકે.

– એવું કહેવામાં આવે છે કે જે લોકોને કફની તકલીફ છે,તે લોકો યોગ્ય રીતે ચીકુનું સેવન કરે છે તો તેનાથી ઘણા ફાયદાઓ મળી રહે છે.તમને જણાવી દઈએ કે ચીકુમાં એક પ્રકારનું ખાસ તત્વ મળી આવે છે જેનાથી શ્વસનતંત્રમાંથી કફ અને જૂની ખાંસીમાં રાહત આપે છે.માટે શ્વસનતંત્રના રોગોથી બચવા માટે યોગ્ય રીતે ચીકુનું સેવન કરવું જોઈએ.

– ચીકુ એક એવું ફળ છે જેમાં એન્ટી ઓકિસડન્ટો હોય છે.તે કેન્સર જેવા જોખમ સામે રક્ષણ આપવાનું કામ કરે છે.આ ઉપરાંત તેમાં વિટામિન એ અને બી હોય છે.તેનાથી ફેફસાં અને મોના કેન્સરનું જોખમ પણ ઘણું ઓછું થાય છે.માટે તમારે પણ આનું સેવન જરૂર કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *