પેટ્રોલના ભાવની ચિંતા કર્યા વગર ઘરે લાવી દો બજાજનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર ફૂલ ચાર્જમાં 95KM ચાલશે

Uncategorized

દેશમાં દરેક વસ્તુઓના ભાવ સતત વધતા જોવા મળી રહ્યા છે,આટલું જ નહિ પરંતુ આ વધતી મોંઘવારીની અસર મધ્યમ વર્ગના લોકોને વધારે અસર કરે છે.જેમ કે ખાવાપીવાની વસ્તુઓથી લઈને સુવિધાઓ સુધીની દરેક વસ્તુઓમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.ખાસ કરીને આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ આશમાને પોહંચી ગયા છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થવાથી વાહન સુવિધા પણ વધારે મોંઘી સાબિત થઇ રહી છે.પરંતુ આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે કેટલાક વાહનો ઇલેક્ટ્રિક બની રહ્યા છે,અને એવું પણ કહેવામાં આવે છે કે આ પેટ્રોલ અને ડીઝલના ખર્ચ કરતા ઘણું સસ્તું સાબિત થઇ શકે છે.આવી જ રીતે દેશની અગ્રણી ટુ-વ્હીલર બનાવતી કંપની બજાજ ઓટો પણ ઇલેક્ટ્રિક સ્કૂટર લાવી રહી છે.

એવું કહેવામાં આવે છે કે આ વર્ષના ત્રીજા ક્વાર્ટરથી ભારતમાં તેની લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટર ચેતકની ડિલિવરી શરૂ થઇ જશે.જયારે હાલમાં આવા વાહનોની માંગ પણ વધતી જોવા મળી રહી છે.આવી સ્થિતિમાં કંપનીએ વધુ માંગને જોતા આશરે એપ્રિલમાં આશરે 48 કલાકની અંદર ચેતકનું બુકિંગ બંધ કરી દીધું હતું.

સામાન્ય રીતે એવું પણ કહી શકાય છે કે ચેતક ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માર્કેટમાં સૌથી વધુ વેચાણ થઇ રહેલું પહેલું સ્કૂટર સાબિત થઇ રહ્યું છે.તમને જણાવી દઈએ કે કંપનીએ 2020-21 વાર્ષિક રિપોર્ટ મુજબ એવું સામે આવ્યું છે કે નાણાકીય વર્ષ 2022 ના બીજા ક્વાર્ટરમાં આ પ્રખ્યાત મોડેલની ડિલિવરી શરૂ કરવાની અપેક્ષા રાખવામાં આવી છે.

હાલમાં બજાજના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ બજાજે જણાવ્યું હતું કે ચેતક માટે બુકિંગ પહેલી વખત 2020 ની શરૂઆતમાં શરૂ થયું ત્યારે કોરોના સ્થિતિ વધારે હતી.આવી સ્થિતિમાં અચનાક આનું બુકિંગ પણ બંધ કરી લીધું હતું.પરંતુ જયારે એપ્રિલ 2021 માં ફરી ઓનલાઇન બુકિંગ શરૂ કર્યું ત્યારે તેને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો,જેમાં આશરે 48 કલાકમાં બોકીંગ બંધ કરવું પડ્યું હતું.

વધતી માંગને ધ્યાનમાં રાખીને બજાજ ચેતક પુનામાં નવું પ્લાન્ટમાં બનાવવામાં આવી રહ્યું છે.ત્યારે બજાજ આ વર્ષે એપ્રિલમાં તેના ચેતક ઇલેક્ટ્રિક સ્કૂટરના 508 યુનિટનું વેચાણ કરવામાં સફળ રહ્યું છે.ત્યારે હાલમાં તે માત્ર પૂના અને બેંગ્લોરમાં વેચાય છે.જયારે હવે તે ચેન્નાઈ અને હૈદરાબાદમાં ચેતકને ટૂંક સમયમાં રજૂ કરી શકે છે.

જયારે સ્કૂટર અંગે વાત કરવામાં આવે તો એક સ્વિંગર્મ છે જે 4.08 કેડબ્લ્યુ બ્રશલેસ ડીસી મોટરથી લેસ છે.આ મોટર 60.3Ah લિથિયમ-આયન બેટરી સાથે આવે છે.આવી જ રીતે જો ચેતકની ડ્રાઇવિંગ રેન્જ વિશે વાત કરવામાં આવે તો આ સ્કૂટર 95 KM ઇલો મોડમાં અને સ્પોર્ટ મોડમાં 85 કિ.મી. છે એટલે કે તે 5 કલાકમાં સંપૂર્ણ 5A પાવર સોકેટ દ્વારા સંપૂર્ણ રીતે ચાર્જ કરી શકાય છે,જયારે પેટ્રોલ કરતા આ ખર્ચમાં ઘણું સસ્તું સાબિત થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *