પેશાબથી લઈને આંખની બળતરા હોય કે શરીરની કોઈ પણ બીમારીને દુર કરવા માટે કરો આ વસ્તુનો ઉપયોગ……

Health

જ્યારથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે,ત્યારથી લોકો વધારેને વધારે ઘરેલૂ ઉપાયો કરવા માટે લાગી ગયા છે.આટલું જ નહિ પરંતુ ઘરેલું ઉપાય આથી નહિ પરંતુ વર્ષોથી થતો આવ્યો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આપણાં ઘરમાં ઘણી એવી વસ્તુઓ પડી હોય છે જેના ઘણા લાભ મળી શકે છે,પરંતુ ઘણા લોકો તેમના યોગ્ય ફાયદા જાણતા નથી,જેથી તેનો ઉપયોગ કરતા નથી.

આવી સ્થિતિમાં જો ફટકડીની વાત કરવામાં આવે તો તે લગભગ દરેક ઘરમાં હાજર જોવા મળતી હોય છે.ખાસ કરીને ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે.ફટકડીમાં અનેક ગુણો રહેલા છે પરંતુ તેના ગુણો ઘણા ઓછા લોકો જાણે છે.ખાસ કરીને ફટકડીનો વધારે ઉપયોગ પાણીને સાફ કરવા માટે થાય છે,પરંતુ તમને જણાવી દઈએ કે તે અન્ય કેટલાક લાભ પણ આપી શકે છે.આજે તમને આવા તન કેટલાક લાભ જણાવી રહ્યા છીએ…

ઘા ને રુજવવા માટે –

ઘણીવાર શરીર પર નાની નાની ઈજાઓ થતી હોય છે.જયારે અમુક સમયે તેમાંથી લોહી નીકળતું પણ હોય છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે આ સમયે જો ફટકડીના પાણીથી ઘા ધોવામાં આવે તો તેનાથી થોડા જ સમયમાં લોહી નીકળતું બંધ થઈ જાય છે.અને આ અસહ્ય ઘાથી રાહત પણ મળે છે.તમને જણાવી દઈએ કે ફટકડીના ગાંગડાનો ભુકો કરી માટીની કલાડીમાં ધીમા તાપે ગરમ કરવું. પીગળીને પાણીનો ભાગ ઉડી જાય એટલે તે ફુલીને પતાસા જેવી થશે.એનો પાઉડર બનાવી શીશી ભરી લેવી.ઔષધમાં આ ફુલાવેલી ફટકડી જ વાપરવી ઘણી લાભ આપી શકે છે.

ચામડીના દરેક રોગો દૂર કરે –

સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણીવાર કેટલાક લોકોને પેટની સમસ્યા હોય છે જેના લીધે મોઢામાં ચાંદા પડી જતા હોય છે.જેના લીધે સારી રીતે બોલવું અને જમવામાં ઘણી સમસ્યાઓ થતી હોય છે.પરંતુ તેના માટે ચપટી શેકેલી ફટકડી,એલચીના દાણા અને કાથો સાથે પીસીને ચાંદી પડી છે તે ભાગ પર લગાવવામાં આવે તો જલ્દી રાહત મળે છે.

આ ઉપરાંત એવું કહેવામાં આવે છે કે ફટકડી ચહેરા પરની કરચલીઓને પણ દૂર કરે છે.ખાસ કરીને તે ચહેરાની ચમકમાં પણ વધારો કરવાનું કામ કરે છે.ફટકડીમાં ખાસ કરીને એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે,જે ચહેરા પરના ડાઘને ઓછું કરવાનું કામ કરે છે.અને ચહેરાને ગ્લો કરવા માટે મદદ કરે છે.

એવું પણ કહેવામાં આવે છે કે જયારે હાથની આંગળીઓમાં સોજો કે ખંજવાળ વધારે જોવા મળી રહી છે તો થોડા પાણીમાં ફટકડી નાખીને ઉકાળી લો અને તે પાણીમાં આંગળીઓ રાખવાથી સોજો અને ખંજવાળમાં આરામ મળતો જોવા મળે છે.

પગના સોજા અને થાક દૂર કરવા –

એવું કહેવામાં આવે છે કે ફટકડીવાળા પાણીમાં આશરે 15 મિનિટ સુધી પગ ડુબાડીને રાખવામાં આવે તો પગમાં આવેલો સોજા,થાક,દુર્ગંધ અને ફંગલ ઈન્ફેક્શન જેવી અનેક સમસ્યાઓ દૂર કરી શકે છે.પરંતુ આનો ઉપયોગ થોડા દિવસો સુધી કર્તોરહેવો જેથી તેનો યોગ્ય લાભ મળી રહે.આ ઉપરાંત ફટકડીના મોટા ટુકડાને પાણીમાં નાખીને અને તેને ચહેરા પર હળવા હાથે માલીશ કરવામાં આવે તો ચહેરો ઘણો સાફ થાય છે.

ઘણા એવા લોકો છે જેમને વધારે પરસેવો આવતો હોય છે.આવી સ્થિતિમાં શરીરમાંથી પરસેવાની સાથે દુર્ગંધ પણ આવવા લાગે છે.જો તમારી સાથે પણ આવું થઇ રહ્યું છે તો તમારે ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ.આ તમને લાભ આપશે.આ માટે ફટકડીનો બારીક પાવડર બનાવી નહાતા પહેલા આ ફટકડીના પાવડરને પાણીમાં નાંખો.અને પછી તે પાણીથી સ્નાન કરો.તમારી આ દરેક સમસ્યા દૂર થઇ જશે.

ઝાડાની પરેશાનીથી બચવા –

ઘણીવાર કેટલાક લોકોને ગરમીમાં ઝાડાની પરેશાની વધારે જોવા મળતી હોય છે.આવી સ્થિતિમાં જો ફટકડીને ઝીણી વાટીને તેને શેકીને ગુલાબજળ સાથે મિક્સ કરીને સેવન કરવામાં આવે તો લોહીના ઝાડા અને સામાન્ય ઝાડા બંધ થઇ જાય છે.આ ઉપરાંત ફટકડીમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો વ્યક્તિના મોંમાંથી દુર્ગંધ દૂર કરવામાં પણ મદદ કરે છે.

એવું કહેવામાં આવે છે કે પેશાબના ઇનફેક્શન માટે ફટકડીનો ઉપયોગ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.જેમને યુરિન ઇન્ફેક્શન છે તેને પોતાનો ખાનગી ભાગને પાણીથી સાફ કરવો જોઈએ.થોડા દિવસો સુધી આવું કરવાથી ઇન્ફેક્શનનું જોખમ દૂર થાય છે.

અંખની સમસ્યા દૂર કરવા માટે આ ઉપયોગી સાબિત થાય છે,જેમાં મધમાં ફટકડી નાખીને આખો ધોવાથી આંખોની લાલાશ સમાપ્ત થઈ જાય છે.પરંતુ તેની માત્રા પણ યોગ્ય હોવી જોઈએ.એવું કહેવામાં આવે છે કે એક રૂપિયા ભાર જેટલી ફટકડી પાણીમાં ઓગાળી દારુના નશામાં પડેલા વ્યક્તિને આપવામાં આવે તો તે જલ્દી ભાનમાં આવે છે,એટલું જ નહિ પરંતુ નશો પણ ઉતારી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *