પૈસાથી લઈને જીવનની કોઈ પણ સમસ્યાઓને મીનીટોમાં દુર કરવા માટે હળદરનો કરો આ ઉપાય,માતા લક્ષ્મીની કૃપાથી…….

Uncategorized

ભારતીય રસોડામાં ઘણા મસાલાનો ઉપયોગ વધારે થાય છે.જે ભોજનને વધારે સ્વાદદિષ્ટ બનાવે છે.આવી જ રીતે જો હળદરની વાત કરવામાં આવે તો તેનો ઉપયોગ પણ મસાલા તરીકે રસોઈમાં થતો આવ્યો છે.તમને જણાવી દઈએ કે હળદરમાં ઘણા એવા ઔષધીય ગુણધર્મો સમાયેલા છે,જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી માનવામાં આવે છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા લોકો હળદરનું દૂધ પીવાનું વધારે પસંદ કરે છે.જે અનેક ચેપથી બચાવવામાં મદદ કરે છે.જયારે હળદર ખાલી સ્વાસ્થ્ય માટે નહિ પરંતુ તે પૂજાના પાઠ અને માંગલિક કાર્યોમાં પણ તેનો વધારે ઉપયોગ થાય છે.એવું કહેવામાં આવે છે કે હળદર જીવનની ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં હળદરને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે.જેમાં એવું પણ જણાવ્યું છે કે તે ગ્રહોથી સંબંધિત સમસ્યાઓ,આર્થિક સંકટ,ઘરની ટકરાઈ,નકારાત્મક ઊર્જા અને દરેક અવરોધોથી મુક્તિ મેળવી શકાય છે.આવી સ્થિતિમાં આજે તમને હળદરના કેટલાક ઉપાય જણાવવા જી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણતા હશે.આ ઉપાય કરવાથી રોજિંદા જીવન સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર થવા લાગે છે….

– એવું કહેવામાં આવે છે કે વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જાને કારણે ઘરમાં અમુક સમસ્યાઓ ઉભી થવા લાગે છે.જો તમે પણ આવી જ વાસ્તુ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓથી પરેશાન થઇ રહ્યા છો તો તમારે હળદરનો આ ઉપાય ચોક્કસ રીતે કરવો જોઈએ.આ માટે તમારે ઘરના દરેક ખૂણામાં હળદરનો પાવડર છંટકાવ કરવો પડશે.તેનાથી ઘરમાં હાજર તમામ પ્રકારની વાસ્તુ ખામી દૂર થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થવા લાગે છે.માટે તમારે પણ આ સરળ ઉપાય જરૂર કરવો જોઈએ.

– આજના સમયમાં ઘણા લોકો પૈસાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે.જો તમે પણ આર્થિક સ્થિતિને વધારે મજબુત કરવા માંગો છો તો દર ગુરુવારે ઘરમાં હળદરનાં પાણીનો છંટકાવ કરવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા હમેશા માટે દૂર થવા લાગે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાં આવવા લાગે છે.જયારે બીજા દિવસે ઘરમાં હકારાત્મક ઊર્જા વધારે જોવા મળશે જે માતા લક્ષ્મીને તમારા ઘર તરફ આકર્ષિત કરશે.જેથી તમારા ઘરમાં હમેશા પૈસાની કોઈ કમી ઉભી થશે નહિ.

– ઘણા લોકોને રાતે કેટલાક ખરાબ સપના આવતા હોય છે જેના કારણે રાતે સારી રીતે ઊંઘી પણ શકતા નથી.આવી જ રીતે જો તમે પણ સપનાથી વધારે પરેશાન રહો છો તો પછી હળદરના ગઠ્ઠા પર દોરો બાંધો અને તેને ઓશીકાની નીચે મૂકો.એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી રાતે ખરાબ સપના આવતા નથી.

– જે મહિલાઓને તેમના પતિનો વધારે પ્રેમ મળતો નથી,અથવા પતિ વધારે સમય આપવા માટે અસમર્થ થઇ રહ્યો છે તો તમે પણ હળદરનો આ ઉપાય કરી શકો છો.આ ઉપાયમાં તમારે ગુરુવારે પીળા રંગના કપડા પહેરવા અને હળદરની ગાંઠ રાખો અને ‘ઉન્યા રત્યા કમદેવાય નમ’ મંત્રનો જાપ કરો.આ પછી સાંજના સમયે ચણાના લોટથી બનેલી વાનગીઓ તૈયાર કરો.આવું કરવાથી પતિના પ્રેમમાં વધારો જોવા મળશે.

– એવું કહેવામાં આવે છે જે વ્યક્તિને વધારે ગુસ્સો આવે છે તે વ્યક્તિએ રોજ હળદર તિલક લગાવી જોઈએ.અને પછી જ ઘરની બહાર જવું.આ ઉપરાંત હળદરને પાણીમાં ભેળવીને પણ નશીબ વધારે બળવાન બનાવી શકાય છે.આવું કરવાથી નોકરીના શોધમાં ગયેલા લોકોને સારી નોકરી મળી રહી છે.અને સમાજમાં માન-સન્માન પણ વધે છે.માટે તમે પણ આ ઉપાય કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *