પૈસા વાળા ઘરની વહુ હોવા છતાં આ કારણે ઘર ચલાવવા માટે રોજ લારી લગાવીને વેચે છે ,કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે……

Uncategorized

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના પરિવારના ભરણપોષણ માટે કોઈને કોઈ મહેનત કરતો હોય છે.ઘણીવાર સખત મહેનત કરવી પડતી હોય છે તો ઘણીવાર રોડની બાજુમાં ઉભા ર્શીને ખાદ્ય ચીજોનું વેચાણ કરવું પડતું હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આવું કામ કરતા હોય છે.

ઘણા એવા પણ લોકો છે જે જરૂરી કરતાં વધુ સમય સુધી કામ કરતા હોય છે.સામાન્ય કામ કરીને આવક મેળવા લોકો ખાસ કરીને સામાન્ય વર્ગના હોય છે.પરંતુ તમને કોઈ દિવસ એવું જોવા મળ્યું છે કે કોઈ ધનિક પરિવારનો કોઈ સભ્ય જે મહિલા હોય કે પુરુષ રોડની બાજુમાં ઉભો રહીને કોઈ સામાન્ય ખાવાપીવાની વસ્તુઓનું વેચાણ કરતો હોય.અને વેચાણ કરતો હશે તો તેમની લાચારી હોવાનું માનવામાં આવતું હોય છે.

આકે તમને આવી જ એક મહિલા વિષે જણાવી રહ્યા છીએ,જે જીવનમાં સંઘર્ષ કરી રહી છે.આ મહિલાનું નામ ઉર્વશી યાદવ છે.એવું કહેવામાં આવે છે કે આ મહિલાએ શ્રીમંત પરિવારના યુવક સાથે લગ્ન કર્યા હતા.તેના પતિનું નામ અમિત યાદવ છે અને તે એક બાંધકામ કંપનીમાં સારી પોસ્ટ પર કામ કરતો હતો.

ઉર્વશીના પરિવારમાં પૈસાની અને ઉત્તમ જીવનનિર્વાહની કોઈ કમી ન હતી.પરંતુ તેમના આ સુખી જીવનને અચાનક નજર લાગી કે તેમનું જીવન અચાનક બદલાઈ ગયું હતું.એવું કહેવામાં આવે છે કે તેમના પતિનું અકસ્માત થયું હતું,જેમાં તેમને ઘણી સર્જરીઓ કરવી પડી હતી.તબીબી સારવાર છતાં પણ અમિતની હાલતમાં વધારે સુધારો થયો ન હતો,કારણ કે તે ખૂબ જ ઈજાગ્રસ્ત હતો.

જેથી હવે તેમના પતિ વધારે કામ કરી શકે તેવી હાલતમાં ન હતા.આ પછી આખા કુટુંબને જાળવવાની જવાબદારી ઉર્વશીના ખભા પર આવી ગઈ હતી.જયારે ઘરમાં પણ આ પતિ એકમાત્ર કમાતો હતો.આવી સ્થિતિમાં અકસ્માત પછી ઉર્વશીને ઘર ખર્ચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.એટલું જ નહિ પરંતુ પતિની સારવાર મમતે ઘણા રૂપિયાનો પણ ખર્ચ થઈ ગયો હતો.

આવી સ્થિતિમાં ઉર્વશીએ પરિવારને મદદ થવા માટે વિચાર કર્યો.પરંતુ ઉર્વશીને નોકરી કરવામાં કોઈ અનુભવ ન હતો.જેથી કામ માટે દરરોજ ઘરની બહાર ભટકવું પડતું હતું.દિવસે દિવસે ખર્ચમાં વધારો થઇ રહ્યો હતો.જેમાં થોડા સમય પછી ઉર્વશીને નર્સરી સ્કૂલમાં શિક્ષકની નોકરી મળી પરંતુ આ શિક્ષકની નોકરીમાં ઉર્વશીને ખૂબ ઓછા પૈસા મળતા હતા જેના કારણે ઘર ખર્ચ નીકળતો ન હતો.

પરંતુ ઉર્વશી પાસે અંગ્રેજી બોલવાની સાથે સાથે રાંધવાની શ્રેષ્ઠ કળા ન જાણતી હતી.જયારે આની દુકાન ચાલુ કરવા માટે પૂરતા પૈસા ન હતા.તેથી આખરે રસ્તા પર એક ગાડી ઊભી કરવાનું નક્કી કર્યું.જ્યારે ઉર્વશીએ આ વિચાર તેના પરિવાર સાથે શેર કર્યો ત્યારે તેમનો પરિવાર આ નિર્ણયની વિરુદ્ધ પણ કર્યો હતો.સારા ઘરની પુત્રવધૂ આવું કામ ન કરે એવું જણાવતા હતા.

આવી સ્થિતિમાં તે પરિવાર સામે જીવન એમ બંને બાજુ સંઘર્ષ કરતી રહી હતી.આ પછી આ અમીર ઘરમી મહિલાએ તે વિસ્તારમાં રસ્તાની બાજુના છોલે કુલચઓ વેચવા માટે ઉભી થઇ ગઈ.ઉર્વશી ઝળહળતી ગરમીમાં આ રસ્તાઓ પર આ કામ ચાલુ કર્યું હતું,જે એક મોટો સંઘર્ષ હતો તેમના માટે.ઉર્વશી માટે આવી રીતે રોડ પર ઉભા રહીને લોકોને જમવાનું આપવું તેના માટે ઘણું મુશ્કેલ અમ હતું.

પરંતુ આ મહિલા જણાવે છે કે સતત મહેનત અને ખાવાની સુગંધથી લોકો તેના હાથની ગાડી તરફ ખેંચવા લાગ્યા.લોકોને તેમના જોવો સ્વાદ બીજે કોઈ પણ જગ્યાએ મળતો ન હતો.ઉર્વશી અંગ્રેજી બોલવાનું પણ જાણતી હતી તેથી ગ્રાહકો તેમનાથી વધુ પ્રભાવિત થયા.શરૂઆતમાં છોલે કુલ્ચેની સહાયથી ઉર્વશી એક દિવસમાં 500 થી 3000 રૂપિયાની આવક કરતી થઇ ગઈ હતી.

ધીરે ધીરે ઉર્વશી વધારે મહેનત કરતી ગઈ અને હવે તે પરિવારજનો ટેકો બનીને ઉભી થઇ ગઈ છે.પોતાની જાતે જ આ બધું કામ કરે છે.તમને જણાવી દઈએ કે હાલમાં ઉર્વશી સોશિયલ મીડિયા પર પણ ઘણી જાણીતી બની ગઈ હતી.જયારે દૂર દૂરથી લોકો તેમના ત્યાં જમવા માટે આવતા હતા.આજે ઉર્વશી યાદવની આ નાની લારી મોટા ધંધાનું રૂપ ધારણ કરી રહી છે.તે હવે દર મહિને વધારે પૈસા પણ કમાઇ રહી છે.અને પરિવારની સંપૂર્ણ જવાબદારી નિભાવી રહી છે.આ મહિલાના સંઘર્ષો દરેકને ભ્યાવુક બનાવી શકે તેવા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *