પ્રસાદમાં ભાંગ આપીને મહિલાઓ સાથે આ બાબા કરતો હતો આવા ગંદા કામ અને પાછો કહેતો એવું કે જાણીને તમને પણ નવાઈ લાગશે…….

India

આ વિશાળ દુનિયામાં ઘણા લોકો રહે છે.જયારે આમાંથી કેટલાક એવા લોકો હોય છે જે હમેશા કોઈને કોઈ રીતે બીજાનો ફાયદો ઉઠાવવાની કોશિસ કરતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજના યુગમાં પણ ઘણા લોકો અંધ વિશ્વાસમાં જોડાયેલા છે.ઘણા લોકો આજે પણ કેટલાક સાધુ સંતો પર વધારે વિશ્વાસ કરતા હોય છે.પરંતુ આમાંના ઘણા સાધુ સંતો ઢોંગી પણ હોય છે.

આ ઢોંગી સાધુ સંતો હમેશા મહિલાઓ સાથે કપટપૂર્વક ન કરવાના કામ કરતા હોય છે.તમને પણ આવા અનેક કિસ્સાઓ પણ જોવા મળ્યા હશે.જેમાં ઘણી મહિલાઓ સાથે શારીરિક સબંધો બાંધતા હોય છે.આજે આવી જ એક ઘટના રાજસ્થાનના એક વિસ્તારમાંથી સામે આવી છે.જેમાં એવું જાણવા મળ્યું છે કે એક ઢોંગી બાબા પર 4 મહિલાઓ પર બળાત્કાર કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે.

પીડિત મહિલાઓ એવું જણાવી રહી છે કે બાબા પોતાને ભગવાનનું રૂપ હોવાનું જણાવતા હતા.આટલું જ નહિ પરંતુ તે હમેશા પ્રસાદ તરીકે પ્રસાદના લાડુમાં ગાંજાની ગોળી ઉમેરીને આપતા હતા.જયારે મહિલાઓ નશામાં આવે ત્યારે આ બાબા એવું કહેતા હતા કે તમારું શરીર મને સમર્પિત કરો.આવી રીતે મહિલાઓને પોતાની જાળમાં ફસાવતા રહેતા હતા.

મહિલાની ફરિયાદ બાદ અ બાબાની હાલમાં પોલીસે ધરપકડ કરી છે.જયારે એવું પણ સામે આવ્યું છે કે તેમનો આશ્રમ દિલ્હી રોડ પર પણ આવેલો છે.મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે એ પીડિત મહિલા પતિ સાથે સત્સંગ સાંભળવા માટે બાબાના આશ્રમમાં જતી હતી.આવી જ રીતે એક દિવસ બાબાએ તેને પોતાનો આખો પરિવાર લાવવા માટે જણાવ્યું હતું.

પતિના કહેવાથી મહિલા ફરી બાબાના સત્સંગમાં આવી હતી.તે પાંચ-મહિનામાં એકવાર બાબાના આશ્રમની મુલાકાત લેતી હોવાનું સામે આવ્યું છે.આટલું જ નહિ પરંતુ જયારે ત્યાં આવતા ત્યારે ત્રણથી ચાર દિવસ આશ્રમમાં રોકાતા હતા,અને બીજાની સેવામાં જોડાતા હતા.પીડિત મહિલાના જણાવ્યા મુજબ દરરોજ આઠથી દસ મહિલા બાબાના આશ્રમમાં રહેતી હતી.

એક દિવસ બાબાએ તેમને ટેરેસ પરના તેના રૂમમાં આમંત્રણ આપ્યું હતું.જયારે આ સમયે તેમને પ્રસાદ તરીકે ગાંજાની ગોળી આપી હતી.આ પછી એવું કહેતા હતા કે પોતે ભગવાનનું રૂપ છે અને તમારે મને સમર્પણ કરવાની ભાવના રાખવી જોઈએ.જયારે તે પ્રસાદ લીધો હતો ત્યારે તે નશામાં આવી હતી,આ સમયે બાબાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

આ ઘટના પછી લગભગ 6 મહિના પછી બાબાએ તેને ફરીથી આશ્રમમાં બોલાવી હતી.ફરી એકવાર તેની સાથે આવો જ બળાત્કાર ગુજાર્યો હતો.જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો ત્યારે બાબાએ તેને બરબાદ કરવાની ધમકી આપી હતી.આવી સ્થિતિમાં ડરના કારણે મહિલા કોઈને આ બાબત જણાવી શકી ન હતી.પરંતુ તે પછી મહિલાનો પતિ તેની 20 વર્ષની પુત્રીને આશ્રમમાં લઈ ગયો.

આવી સ્થિતિમાં મહિલાએ વિરોધ કર્યો હતો જ્યારે પતિએ કારણ પૂછ્યું ત્યારે મહિલાએ રડતાં રડતાં આ દરેક બાબત જણાવી હતી.જ્યારે પરિવારમાં આ વાતની જાણ થઇ ત્યારે પતિ અને ભાઈએ બાબાને બળાત્કાર અંગે પૂછ્યું.આવી સ્થિતિમાં બાબાને ફોન પર ગુસ્સો કરીને પરિવાર બરબાદ કરવાની ધમકી આપી હતી.આ પછી પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી.હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *