પ્રેમિકાના લગ્નમાં કુલ્હાડી લઈને પહોચ્યો પ્રેમ પછી બધાની વચ્ચે કર્યું કંઇક એવ્ય કે બધા લોકો થઇ ગયા હેરાન………

India

દેશમાં હાલમાં ઘણા રાજ્યોમાં લગ્ન પ્રસંગો ચાલી રહ્યા છે.જયારે લગ્ન સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓના સમાચાર પણ રોજ સામે આવતા જોવા મળતા હોય છે.ખાસ કરીને કેટલાક કિસ્સાઓ પ્રેમ સાથે સબંધ ધરાવતા હોય છે જેના કારણે વિચિત્ર ઘટના બનતી જોવા મળતી હોય છે.આજે આવી જ પ્રેમ સાથે જોડાયેલી ઘટના ઉત્તર પ્રદેશના એક વિસ્તારમાંથી સામે આવી છે.

અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે એક પ્રેમીએ તેની પ્રેમિકાના લગ્નમાં પોહ્ચીને ભારે હોબાળો મચાવ્યો હતો.આટલું જ નહિ પરંતુ પ્રેમિકાની માંગને સિંદૂરથી પણ ભરી દીધી હતી.તમને જણાવી દઈએ કે જયારે પ્રેમી યુવકે આવું હદ વગરનું બધાની સામે કામ કર્યું ત્યારે કન્યા પક્ષના લોકો વધારે ગુસ્સે થઈ ગયા હતા.

ગુસ્સે થયેલા આ કન્યા તરફના લોકોએ પ્રેમીને એવો તો માર માર્યો કે તેને સીધો હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.જયારે બીજી બાજુ લગ્ન માટે આવેલો વરરાજા અને તેના પરિવારે જયારે આ સમગ્ર બાબત પોતાની આંખે જોઈ ત્યારે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી હતી.પરંતુ ઘણા લોકોએ વરરાજાને સમજાવવામાં આવ્યો હતો.

આખરે આ મામલો શાંત કરવામાં આવ્યો હતો.સમાચાર અનુસાર એવું કહેવામાં આવે છે કે ગત દિવસોમાં તે વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન હતા.જયારે લગ્ન કરવા માટે આવેલ વરરાજાએ પણ સરઘસ કાઢીને ધૂમ મચાવી હતી.બધું બરાબર ચાલી રહ્યું હતું કે,પરંતુ અચાનક યુવતીનો પ્રેમી ત્યાં પહોંચી ગયો અને બધાની સામે તેણે કન્યાની માંગ ભરી હતી.

ત્યાં રહેલા કેટલાક લોકોના જણાવ્યા અનુસાર એવું કહેવામાં આવે છે કે આ લગ્ન ફિલ્મી સ્ટાઇલમાં યોજવામાં આવ્યા હતા.પરંતુ આ ફિલ્મી લૂકની અંદર એક વિલન બનીને પ્રેમી આવી ગયો હતો.એવું કહેવામાં આવે છે કે આ યુવક પ્રેમી કુહાડી સાથે સ્ટેજ પર પહોંચ્યો હતો.જયારે હાથમાં કુહાડી હોવાથી બધા લોકો ડરી ગયા.

લોકોમાં ડર જોઇને પોતે હિમ્મત કરીને દુલ્હનની માંગમાં સિંદૂર ભરી દીધું હતું.પરંતુ આ બધુ જોઇને ગામલોકો અને પરિવારજનો ગુસ્સે થયા અને તેને જોરદાર માર માર્યો હતો.જયારે આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ત્યાં આવી હતી.જે સમયે પ્રેમીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.એવું કહેવામાં આવે છે કે હાલમાં પ્રેમી હાલત ગંભીર છે.પોલીસ હાલમાં આ ઘટના અંગેની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *