પ્રેમીનું લગ્ન ચાલી રહ્યું હતું અને ત્યાં પહોચી ગઈ પ્રેમિકા,કહ્યું હું તમારી સાથે જ લગ્ન કરીશ નહી તો…

Uncategorized

લગ્ન એક પ્રવિત્ર સબંધ માનવામાં આવે છે.જયારે પણ કોઈ યુવક કે યુવતી લગ્ન જીવનમાં જોડાય છે તે પહેલા એકબીજાને પસંદગી કરવાનો સંપૂર્ણ હક આપવામાં આવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ભારતીય સમાજોમાં મોટાભાગના લગ્ન પરિવારના સભ્યોની પસંદગી અને રીતી રીવાજો મુજબ કરવામાં આવે છે.

પરંતુ આજના યુગમાં ઘણા એવા પણ યુવક અને યુવતીઓ છે જે કેટલાક કિસ્સાઓમાં પોતે આગળ વધતા હોય છે.તેમના તેમના પરિવારને કોઈ પણ જાણ પણ કરતા નથી.ખાસ કરીને પરિવારના મોટાભાગના સભ્યો પણ હવે પ્રેમ લગ્ન માટે રાજી થઇ જતા હોય છે.પરંતુ ઘણા એવા પણ પરિવારો છે જે આવા લગ્ન માટે વિરુદ્ધ હોય છે.

આજે આવો જ એક કિસ્સો સામે આવતો જોવા મળ્યો છે.જેમાં એવું જાણવા મળી રહ્યું છે કે એક પ્રેમીના જયારે લગ્ન થવાના હતા તે સમયે અચાનક તેની પ્રેમિકા તેના ઘરે આવીને ઉભી થઇ ગઈ હતી.આટલું જ નહિ પરંતુ ઘરે પહોંચ્યા પછી પોતાના સાથે લગ્ન કરવાની માંગ પણ બધાની વચ્ચે કરવા લાગી હતી.આવી સ્થિતિમાં લગ્ન મંડપમાં ઘણો હોબાળો મચી ગયો હતો.

એવુ કહેવામાં આવે છે કે યુવક અને તેના પરિવારજનોએ પણ યુવતીને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ તે કોઈની વાત સાંભળવા માટે તૈયાર ન હતી.આટલું જ નહિ પરંતુ તે આખરે પોલીસની મદદ માંગવા માટે પણ ગઈ હતી.આવી સ્થિતિમાં પોલીસએ પણ બંને પક્ષોને બોલાવ્યા હતા.અને સમાધાન કરાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે આ સમગ્ર કિસ્સો ગુલરીહા વિસ્તારના એક ગામનો છે જ્યાં તે ગામની યુવતીએ પહેલા તો લગ્ન કાર્ય છે,પરંતુ આ લગ્ન જીવન પછી પણ તે ગામના અન્ય યુવક સાથે પ્રેમમાં પડી હતી.બંને વચ્ચેનો પ્રેમ ધીમે ધીમે નિકટતામાં ફેરવાયો હતો.પરંતુ બીજી બાજુ છોકરાના લગ્ન અન્ય છોકરી સાથે નક્કી કરવામાં આવ્યા હતા.

જયારે ગત દિવસોમાં યુવક પોતાની શોભાયાત્રા સાથે લગ્ન મંડપમાં ગયો ત્યારે પ્રેમિકા યુવતીને આ વાતની જાણ થા તો તે પણ ત્યાં મંડપમાં આવી ગઈ હતી.જેમાં યુવતી કહેવા લાગી હતી કે તું લગ્ન કરીશ તો મારી સાથે જ કરીશ.આને કારણે છોકરા અને તેના પરિવારના સભ્યોએ પણ યુવતીને ઘણી સમજાવી હતી.પરંતુ પોતાના પ્રેમને ખોવા માંગતી ન હતી.

અંતે યુવતી પોલીસની મદદ લેવા પોહંચી ગઈ હતી.પોલીસએ પણ ફરિયાદના આધારે બંને પક્ષોને ચોકીમાં બોલાવ્યા હતા.પોલીસ અને ગામના કેટલાક લોકોએ બંને પક્ષો વચ્ચે સમાધાન કર્યું હતું. જેમાં યુવતીને ઘણી સમજાવ્યા પછી આ યુવકમાં લગ્ન થયા હતા.જયારે યુવતીને પણ પ્રેમથી ઘરે મોકલવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *