ફિલ્મની શુટિંગ દરમિયાન પ્રેગ્નેટ થઇ ગઈ હતી બોલીવૂડની આ ફેમસ અભિનેત્રીઓ,એક અભિનેત્રીએ તો

Boliwood

દરેક વ્યક્તિ જાણે છે કે બોલિવૂડ બહારથી જેટલું રંગીન દેખાય છે તેના કરતા પણ ઘણા અંદર રહસ્યો છુપાયેલા છે.બોલીવૂડ સાથે જોડાયેલી ઘટનાઓ સમાચારમાં જોવા મળતી હોય છે.જયારે અમુક તો એવા પણ રહસ્યો હોય છે જે ઘણા ઓછા લોકોને તે અંગે જાણકારી હોય છે.બોલીવૂડ સ્ટાર્સ હમેશા પોતાના અંગત જીવનને લઈને ઘણીવાર ચર્ચામાં જોવા મળતા હોય છે.

એવું કહેવામાં આવે છે કે બોલીવૂડમાં ઘણી એવી પણ વસ્તુઓ છે જેને હમેશા દબાવી રાખવામાં આવે છે.પરંતુ તેની સચ્ચાઈ તો કોઈ દિવસ ચોક્કસ રીતે બહાર આવતી જોવા મળે છે.તમને જણાવી દઈએ કે શૂટિંગ દરમિયાન બોલિવૂડની ઘણી એવી અભિનેત્રીઓ છે જે ગર્ભવતી થઈ ગઈ હતી.આટલું જ નહીં પરંતુ આવી સ્થિતિમાં પોતાની ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ કરી દીધું હતું.

આજે તમને આવી જ અમુક અભિનેત્રીઓ વિષે જણાવી રહ્યા છીએ,એ લગ્ન અને સેટ પર તેની પ્રેગ્નન્સીને લઈને ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી.જયારે અભિનેત્રી એશ્વર્યા રાયની વાત કરવામાં આવે તો તે પણ આવી સ્થિતિમાં પસાર થઇ હોવાનું કહેવામાં આવે છે.એવું પણ કહેવાય છે કે ગર્ભવતી થઇ હોવાથી ફિલ્મ પણ છોડી હતી.તો જાણો આવી જ બીજી અભિનેત્રીઓ વિશે…

જયા બચ્ચન –

તમને જણાવી દઈએ કે બોલીવુડની સૌથી અદભૂત ફિલ્મથી એક ‘શોલે’ માં જયા બચ્ચને જબરદસ્ત અભિનય કર્યો હતો.આજે પણ તેમની લોકપ્રિયતા ઘણી વધારે છે.તે હમેશા પોતાની સુંદરતા માટે જાણીતી રહી છે.એવું કહેવામાં આવે છે કે જયા બચ્ચન આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ગર્ભવતી થઈ હતી.જયા બચ્ચનની બેબી બમ્પ પણ આ ફિલ્મના શૂટિંગના એક સીનમાં સ્પષ્ટ જોવા મળ્યો હતો.પરંતુ આ અંગે વધારે કોઈને જાણ થઇ ન હતી.

જુહી ચાવલા –

જુહી ચાવલા એક સમયની ઘણી સફળ અભિનેત્રીમાની એક હતી.તમને જણાવી દઈએ કે જૂહી ચાવલાને બોલિવૂડની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી માનવામાં આવે છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે ‘ઝાંકર બીટ્સ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન જુહી ગર્ભવતી થઈ હતી.આ ફિલ્મમાં તે સગર્ભા સ્ત્રીની ભૂમિકા પણ નિભાવી રહી હતી,જેથી લોકો તેમની સત્યતા જાણી શક્યા ન હતા.જયારે આ ફિલ્મ પણ વધારે સફળ રહી ન હતી.અને દર્શકોએ પણ જુહી ચાવલા આવા કિસ્સાને ઓળખી શક્યા ન હતા.

શ્રીદેવી –

કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે શ્રીદેવી ફિલ્મ ‘જુડાઇ’ના શૂટિંગ દરમિયાન ગર્ભવતી થઇ હતી.તે સમયે અભિનેત્રી જાન્હવી કપૂરને જન્મ આપવા જઇ રહી હતી.જયારે તેના આવા સમાચારો પણ સોસીયલ મીડિયામાં ભારે ચર્ચામાં જોવા મળ્યા હતા.હકીકતમાં જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેનું બોની કપૂર સાથે અફેર હતું,બંનેના તે સમયે લગ્ન પણ થયા ન હતા. ગર્ભવતી હોવાના સમાચાર મળ્યા પછી જ બંનેએ એક જ વર્ષેમાં લગ્ન કરી લીધા હતા.

કાજોલ –

કાજોલ એક સફળ અભિનેત્રી છે હાલમાં તે ફિલ્મોમાં ઘણી ઓછી જોવા મળે છે પરંતુ આજે પણ તેની ઓળખ પહેલા જેવી જ છે.તમને જણાવી દઈએ કે અભિનેત્રી કાજોલ વર્ષ 2010 માં બીજી વખત ગર્ભવતી પણ બની હતી.તે સમયે કાજોલ કરણ જોહરની ફિલ્મ ‘વી આર ફેમિલી’ના શૂટિંગમાં વ્યસ્ત હતી.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આવી સ્થિતિમાં તે ફિલ્મના એક ગીતના શૂટિંગ માટે ના પાડી દીધી હતી.મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મના રિલીઝ થયાના ત્રણ દિવસ પછી કાજોલે યુગને જન્મ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *