ફિલ્મોમાં બચ્ચનનો બાળપણનો રોલ કરનાર આ બાળક હવે થઇ ગયો છે મોટો અને લાગે છે એવો કે……..

Uncategorized

એવું કહેવામાં આવે છે કે બોલીવુડમાં સફળતા પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવી પડે છે,આટલું જ નહિ પરંતુ કેટલાક કલાકારો વધારે મહેનત કરીને પણ સફળ થઇ શકતા નથી.જયારે કેટલાક એવા પણ કલાકારો છે જે આજે સુપરસ્ટાર તરીકેની ઓળખ ધરાવતા થઇ ગયા છે.આજે કરોડો લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે.જયારે તેમની ફિલ્મો તેમના નામથી જ સફળ થઇ જતી હોય છે.

આવા જ એક ફિલ્મી અભિનેતા અમિતાભ બચ્ચન પણ છે,જેમની ઓળખ દુનિયાભરમાં બીગ બીના નામે થઇ રહી છે.તે હમેશા પોતાના શ્રેષ્ઠ અભિનય માટે વધારે જાણીતા રહ્યા છે.જયારે તેમના મજબૂત અવાજ અને તેજસ્વી વ્યક્તિત્વથી લોકોને પોતાના બનાવ્યા છે.એવું કહેવામાં આવે છે કે આટલી સફળતા પાછળ ઘણા સંઘર્ષ,લાચારી પણ રહેલી હતી.

તમને જણાવી દઈએ કે ઘણી એવી પણ ફિલ્મો રહી છે,જેમાં અમિતાભના પાત્રને બાળપણના સંઘર્ષ સાથે દર્શાવવામાં આવ્યા છે,જેમાં કેટલાક બાળ કલાકારો હમેશા ફિલ્મોમાં બિગ બીના બાળપણનું પાત્ર ભજવતા હતા.આવા એક બાળ કલાકાર હતા,જે તે સમયે વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા હતા.આટલું જ નહિ પરંતુ લોકો હકીકતમાં તેમને આ અભિનેતાના બાળપણનું રૂપ માનતા હતા.

જયારે આ કલાકાર માસ્ટર રવિ છે.જે તે સમયે દરેકના દિલોમાં રાજ કર્યું હતું.તમને જણાવી દઈએ કે માસ્ટર રવિએ કુલી અને અમર અકબર એન્થોની જેવી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનના બાળપણના પાત્રમાં જોવા મળ્યા હતા.આજે પણ તેમની તસવીર જુનિયર અમિતાભ બચ્ચન તરીકે લોકોના મનમાં વસેલી રહેલી છે.

પરંતુ વાસ્તવિક જીવનમાં તે જુનિયર અમિતાભ બચ્ચન કરતા પણ વધારે આગળ પડતા જોવા મળી રહ્યા છે.તે હવે ફિલ્મથી ઘણા દૂર છે.તમને જણાવી દઈએ કે જે બાળ કલાકારને આશરે 80-90 ના દાયકામાં ફિલ્મોમાં અમિતાભ બચ્ચનના બાળપણના પાત્ર તરીકે જોવા મળ્યો હતો.તે બિગ બી કરતા પણ વધારે ઉંચો દરજ્જો ધરાવતો થઇ ગયો છે.

એવું કહેવામાં આવે છે કે આજે તે કરોડોની માલિકી ધરાવે છે.રવિએ 1976 માં ફિલ્મ ફકીરાથી પદાર્પણ કર્યું હતું,તેને તેની વાસ્તવિક ઓળખ 1977 ની ફિલ્મ અમર અકબર એન્થોનીથી મળી હતી.રવિએ આ ફિલ્મો ઉપરાંત ઘણી ફિલ્મો કરી હતી,જેમાં તે હમેશા અમિતાભ બચ્ચનની બાળપણની ભૂમિકામાં વધારે જોવા મળતો હતો.

જયારે રવિએ અત્યાર સુધી વિવિધ ભાષાઓમાં આશરે 300 થી વધુ ફિલ્મો પણ કરી છે.આ રીતે બોલિવૂડમાં ભાગ્યે જ બીજો કોઈ બાળ કલાકાર હશે કે જેને માસ્ટર રવિ જેટલું ફિલ્મોમાં કામ અને નામ મળ્યું હોય.એક સમયે રવિ સૌથી વધુ આવક પ્રાપ્ત કરનાર બાળ કલાકાર હતો.પરંતુ આટલું નામ કમાવવા છતાં રવિએ બોલિવૂડમાં પોતાની કરિયર આગળ વધાવી શક્યા ન હતા.

એવું કહેવામાં આવે છે કે જયારે રવિ મોટો થયો ત્યારે તેમનું નામ પણ તેમના કામે બદલીને આપ્યું હતું.એવું કહેવામાં આવે છે કે માસ્ટર રવિથી બદલીને રવિ વાલેચા કર્યું અને ફિલ્મ લાઇન છોડીને રવિએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદથી એમબીએનો અભ્યાસ કર્યો અને પછી અહીંથી ડિગ્રી લીધા બાદ તેણે પોતાનો વ્યવસાય શરૂ કર્યો.

આજે તેમની કંપનીનો વ્યવસાય કરોડોનો છે અને તે ખાનગી ક્ષેત્રની ટોચની બેંકોને તેમની આતિથ્ય સેવાઓ પૂરી પાડે છે,આજે તે ભારતના લોકપ્રિય ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે.તેમના વ્યવસાયની સાથે તેઓ યુવાનોને આતિથ્ય,વ્યક્તિત્વ વિકાસ અને અન્ય કુશળતાની તાલીમ પણ પૂરી પાડે છે.આ રીતે આજે રવિ ફિલ્મ જગત સિવાય એક સફળ જીવન જીવી રહ્યો છે.તે આજે બીગ બી કરતા પણ વધારે કમાણી કરતો થઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *