ફિલ્મ દેબ્યું વખતે કંઇક આવા દેખાતા હતા બોલીવૂડના સુપર સ્ટાર ,અત્યારે લાગે છે તેના કરતા ખુબ ખુબસુરત,જુઓ તસ્વીરો……

Boliwood

બોલીવૂડ સાથે ઘણા સ્ટાર્સ જોડાયેલા છે જે પોતાના કામથી વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.આવી સ્થિતિમાં જો કેટલાક અભિનેતાઓની વાત કરવામાં આવે તો તે હમેશા પોતાના કામ ઉપરાંત પોતાનો સારો દેખાવ અને સાથે સાથે પોતાની ફિટનેસથી કરોડો લોકોનું દિલ જીતી લેતા હોય છે.આટલું જ નહિ પરંતુ દિવસે દિવસે તેમનો દેખાવ પણ ઘણો બદલાતો રહે છે.

આજે તમને બોલીવૂડના આવા જ કેટલાક જાણીતા અભિનેતા વિષ જણાવવા જઈ રહ્યા છીએ,જે ફિલ્મી ઉદ્યોગમાં આવતા પેહલા ઘણા અલગ જોવા મળતા હતા.પરંતુ જેવી રીતે તેમને વધારે સફળતા મળતી ગઈ તેમ તેમનો દેખાવ પણ ઘણો બદલાઈ ગયો છે.બોલીવુડના કેટલાક મોટા સુપરસ્ટારની તેમની પ્રથમ ફિલ્મના દેખાવ સાથે તુલના આજના સમયમાં કરવામાં આવે તો તેમાં ઘણો તફાવત જોવા મળશે.તો જાણો આ અભિનેતાઓ વિશે.જે તેમની પ્રથમ ફિલ્મ દરમિયાન કેવા હતા અને આજે કેવા દેખાઈ રહ્યા છે…

અજય દેવગન – ફૂલો ઓર કાંટે (1991) –

તમને જણાવી દઈએ કે હિન્દી સિનેમાના જાણીતા એવા અભિનેતા અજય દેવગને આશરે 1991 ની સાલથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.જેમાં તેમની પહેલી સફળ ફિલ્મ ‘ફૂલ ઓર કાંતે’ હતી.જયારે આ ફિલ્મે અજયને રાતોરાત મોટો સ્ટાર્સ બનાવી દીધો હતો.અને ફિલ્મ પણ ઘણી હીટ સાબિત થઇ હતી.આટલું જ નહિ પરંતુ ફિલ્મમાં તેના અભિનયની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો આ ફિલ્મને લગભગ 30 વર્ષ થઇ ગયા છે.જેમાં હાલના સમયની તેમની તસવીર અને પહેલાના અજય દેવગનનો આ લૂકમાં ઘણો ફરક જોવા મળી રહ્યો છે.

સૈફ અલી ખાન – ‘પરંપરા’ (1993) –

એવું કહેવામાં આવે છે કે અભિનેતા સૈફ અલી ખાને લગ્ન કર્યા ત્યારે તે ફિલ્મોમાં આવ્યા પણ ન હતા.જયારે લગ્નના આશરે બે વર્ષ પછી પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી.1991 માં અમૃતા સિંહ સાથે લગ્ન કરનાર સૈફે વર્ષ 1993 માં હિન્દી સિનેમામાં પગ મૂક્યો હતો.તેની પહેલી ફિલ્મ ‘પરંપરા ‘ હતી.જયારે ફિલ્મને આશરે 28 વર્ષ થઇ ગયા છે.જયારે હાલમાં સૈફના લુકમાં પણ ઘણો ફેરફાર થયો છે.પહેલા અને આજના સમયમાં તેમના લૂકમાં જમીન આસમાનનો ફરક જોવા મળી રહ્યો છે.

અક્ષય કુમાર – ‘સૌગંધ’ (1991) –

અભિનેતા અક્ષય કુમાર આજના સમયમાં ઘણી લોકપ્રિયતા ધરાવતા એકમાત્ર અભિનેતા છે.આટલું જ નહિ પરંતુ હિન્દી સિનેમામાં તેમને ખેલાડી પણ કહેવામાં આવે છે.તમને જણાવી દઈએ કે અક્ષયની ગણતરી આજે ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા અને વ્યસ્ત કલાકારોમાં થાય છે.અક્ષયની ફિલ્મ કારકીર્દિ 1991 માં શરૂ થઈ હતી.જેમાં તેમની પ્રથમ ફિલ્મ ‘સૌગંધ’ હતી.આ ફિલ્મમાં અક્ષયનો લુક ઘણો અલગ હતો.જયારે હાલમાં સમયમાં તે ઘણા બદલાઈ ગયા છે.તે હાલમાં 53 વર્ષની ઉંમર ધરાવે છે પરંતુ ફિટનેશમાં ઘણા આગળ રહ્યા છે.

આમિર ખાન – ‘ક્યામત સે ક્યામત તક’ (1988) –

તમને જણાવી દઈએ કે બોલીવૂડના જાણીતા અભિનેતા આમિર ખાનને શ્રી પરફેક્શનિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.આ પણ ઘણા વ્યસ્ત કલાકારોમાંના એક માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેતાએ છેલ્લા 33 વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં ઘણી ફિલ્મો આપી છે.જયારે તેમના લૂકની વાત કરવામાં આવે તો તેમનો લૂક એકદમ બદલાઈ ગયો છે.આમિરે તેની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1988 માં કરી હતી.તેની પહેલી ફિલ્મ ‘ક્યામત સે ક્યામત તક’ હતી.આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી.જયારે તે ઘણા અલગ જોવા મળતા હતા.પરંતુ આજે ઘણા ફીટ જોવા મળે છે.

સલમાન ખાન – ‘બીવી હો તો એ સી’ (1989) –

 

આજના સમયમાં અભિનેતા સલમાન ખાન ઘણા ચર્ચામાં રહેતા જોવા મળતા હોય છે.જયારે આ અભિનેતા એક સફળ અભિનેતા ન છે.તમને જણાવી દઈએ કે સલમાન ખાન બોલિવૂડમાં આસરે 32 વર્ષથી કામ કરી રહ્યો છે.બોલિવૂડનો સૌથી સફળ અને હેન્ડસમ અભિનેતા પણ માનવામાં આવે છે.સલમાનની ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 1989 માં થઈ હતી.મુખ્ય અભિનેતા તરીકેની તેમની પ્રથમ ફિલ્મ ‘મૈં પ્યાર કિયા’ હતી,જે એક મોટી હિટ સાબિત થઈ.પરંતુ આ પહેલા 1988 માં આવેલી ફિલ્મ ‘બીવી હો તો એસી’માં તે એક નાનકડી ભૂમિકામાં જોવા મળ્યા હતા.જયારે તેમના સમયમાં તેમનો લૂક ઘણો અલગ હતો,જયારે આજે ખૂબ ફીટ અને બોડીબિલ્ડર્સ દેખાઈ રહ્યા છે.

શાહરૂખ ખાન – ‘દીવાના’ (1992) –

બોલિવૂડમાં કિંગ ખાનના નામે જાણીતા અભિનેતા શાહરૂખ ખાન આજે ઘણી લોકપ્રિયતા ધરાવે છે.એવું કહેવામાં આવે છે કે ફિલ્મોમાં રોમાંસ આ અભિનેતા મારફતે ચાલુ થયો હતો.શાહરૂખ ખાન છેલ્લા 28 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે.શાહરૂખે તેની કારકિર્દીમાં એકથી વધુ હિટ ફિલ્મો આપી છે.તમને જણાવી દઈએ કે શાહરૂખે વર્ષ 1992 માં હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તેની પહેલી ફિલ્મ ‘દીવાના’ હતી.તે ફિલ્મમાં જોવા મળેલ તેમનો લૂક અને આજના લૂકમાં સંપૂર્ણપણે બદલાવ થઇ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *