ફોટામાં હમેશા ધડીયાળમાં કેમ 10 વાગીને 10 મિનીટનો જ સમય દર્શાવેલો હોય છે,કારણ ખુબ જ નવાઈ લાગે તેવું છે……

Uncategorized

વર્ષોથી લોકો પોતાના ઘરમાં એક ઘડિયાળનો ઉપયોગ જરૂરથી કરતા આવ્યા છે.આટલું જ નહિ પરંતુ બદલાતા સમય સાથે વિવિધ પ્રકારની અનેક ઘડિયાળો પણ બજારમાં જોવા મળતી હોય છે.એવું કહેવામાં આવે છે કે ઘડિયાળ સાચા સમયની ઓળખ કરાવે છે અથવા યોગ્ય સમયની જાણકારી આપે છે.પરંતુ તમે ઘણીવાર ઘણા શો રૂમમાં દીવાલ પર રહેલી અનેક ઘડિયાળમાં સમય એક સરખો રાખીને મુક્યો હોય તેવું જોવા મળતું હોય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો મોટાભાગની ઘડિયાળમાં સમય 10 વાગ્યે 10 મિનિટ જ નક્કી કરીને રાખ્યો હોય છે.આવી સ્થિતિમાં ઘણા લોકો એવો પણ વિચાર કરતા હોય છે જે આનું કારણ શું હોય છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે 10:10 નો સમય એટલા માટે દેખાડવામાં આવે છે કારણ કે આ સમયે ઘડીયાળના આવિષ્કાર કરતાનું નિધન થયું હતું.પરંતુ આની સચ્ચાઈ ઘણા ઓછા લોકો જાણે છે.આજે તમને આવી જ કેટલીક બાબતો જણાવી રહ્યા છીએ…

નકારાત્મક ચહેરાને બદલવા –

તમને જણાવી દઈએ કે ટાઇમ્સ,રોલેક્સ નામે પ્રસિદ્ધ કંપનીઓ પોતાની ઘડિયાળમાં આશરે 8.20 સમય બતાવે છે કારણ કે તેનાથી ઉપભોક્તાઓને ઘડિયાળના નિર્માતાનું નામ બિલકુલ સાફ અને કાંટાની વચ્ચે દેખાતું જોવા મળી શકે.આટલું જ નહિ પરંતુ આ ગ્રાહકને પણ આકર્ષિત કરતુ હતું.પરંતુ તે સમયે જલ્દી જ બદલવામાં આવ્યો.કારણકે નિર્માતાઓને એવું લાગ્યું કે આ સમય ગ્રાહકોના દિમાગમાં નકારાત્મક સંદેશ પોહ્ચાડે છે.

હાસ્યનું પ્રતીક –

કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે ઘડિયાળના નિર્માતાએ 8.20 સમયને તેના નકારાત્મક લુકના કારણે બદલી નાખ્યો હતો.આ પછી 10.10 નો સમય નક્કી કર્યો,જેમાં હાસ્ય જેવો અહેસાસ થાય છે.માટે આ ઘણા વર્ષોથી નક્કી થયેલો સમય છે.

વિકટ્રીનું નિશાન –

એવું કહેવામાં આવે છે કે જ્યારે ઘડિયાલના કાંટા 10.10 પર હોય છે તો કાંટાની મદદથી V નિશાન બને છે.જે વિકટ્રીનો નિશાન બતાવે છે.જે લોકોને કે પ્રેરણા આપવાનું કામ કરે છે એવું પણ માનવામાં આવે છે.આ બધા કારણોથી પણ તેનો સમય આખરે 10.10 કરવામાં આવ્યો હતો.પરંતુ સચ્ચાઈ આ પણ નથી.

ઘડિયાળના નિર્માતાના નામને બતાવવા –

તમને જણાવી દઈએ કે કેટલાક વિશ્લેષકોનું એવું માનવું છે કે નિર્માતાને 10.10 ના સમયને એટલા માટે નક્કી કર્યો છે કારણકે નિર્માતાનું નામ તે બંને કાંટાની વચ્ચેથી બિલકુલ સાફ રીતે જોઈ શકાય છે.આટલું જ નહિ પરંતુ નામને 10.10 ના સમયના વચ્ચે એટલા માટે લખવામાં આવે છે કે લોકોની નજર નિર્માતા નામ ઉપર જલ્દી પડે.અને ઘડિયાળ ખરીદવાનું લોકો સારું એવું મન બનાવે.

હિરોશિમા અને નાગાસાકી પર આક્રમણ –

ઘણા લોકોનું એવું પણ માનવું છે કે 10.10 નો સમય એટલા માટે નક્કી કરવામાં આવે છે કારણ કે આ સમય પર હિરોશીમા પર લિટલ બોય નામનો પરમાણુ બોમ પડ્યો હતો.તેથી આ લોકોની સહાનુભૂતિના માટે ઘડિયાળ નિર્માતાઓએ આ સમયને નક્કી કર્યો છે.પરંતુ આનું કારણ આજે પણ સાચું માનવામાં આવતું નથી.

સારો દેખાવ કરવા –

તમને જણાવી દઈએ કે જયારે ઘડિયાળના કાંટા 10.10 પર હોય છે ત્યારે ઘડિયાળનો દેખાવ ઘણો અલગ જોવા મળે છે.એક સાથે સુંદર દેખાવ સાથે તેનું નામ પણ ચોક્કસ રીતે નજરે આવે છે.આટલું જ નહિ પરંતુ તેમાં એક સારો સમય હોય તેવું પણ પ્રતીતિ થતી હોય છે.જો 9.45,8.20 કે કોઈ અન્ય સમય પર જોવામાં ઘણું અલગ લાગે છે.માટે ઘડિયાળ પર 10.10 સમય જ હોય છે.

તમને જણાવી દઈએ કે આ બધા કારણોથી ચોક્કસ તેનું કારણ જાણવા મળતું નથી.પરંતુ 10.10 નો સમય જે નક્કી કરવામાં આવ્યો છે તે તેમાં કોઈ વિશેષ કારણ નથી,પરંતુ સામાન્ય રીતે જોવામાં આવે તો ઘડિયાળ કંપની હમેંશા માર્કેટિંગ માટે આવા અનોખા વિકલ્પ પસંદ કરતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *