ફ્રેશ થવા માટે યુવક ગયો ટોયલેટમાં તો નીકળ્યો સાપ, અને કર્યું એવું કે…………..

Uncategorized

આ દુનિયા એટલી વિશાળ છે કે તેમાં અનેક જાતના સાપો રહે છે.ઘણીવાર કેટલાક સાપ તો ભાગ્ય જ જોવા પણ મળતા હોય છે.સામાન્ય રીતે દરેક વ્યક્તિએ કોઈને કોઈ સાપ ચોક્કસ રીતે જોયો હશે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર કેટલાકના ઘરમાં સામાન્ય સાપ આવી જતો હોય છે.આવી સ્થિતિમાં ઘરના લોકો ભાગમભાગ કરવા લાગી જતા હોય છે.અને જલ્દીથી જલ્દી તે બહાર નીકળે તે માટે તમામ કોસિસ કરવા હોય છે.

સાપની અલગ અલગ જાતિ હોય છે અને તેમનો દેખાવ પણ અલગ અલગ જોવા મળતો હોય છે.આવી સ્થિતિમાં જો કોબ્રા જેવો ખતરનાક સાપની વાત કરવામાં આવે છે અને તે પણ ઘરમાં આવે તો પરિસ્થિતિ ખૂબ જ ભયંકર બની જાય છે.આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.જેમાં એક વ્યક્તિ વહેલી સવારે ટોઇલેટમાં ગયો હતો.પરંતુ ત્યાં જે જોવા મળ્યું તે જોઇને ખુબ જ ડરી ગયો હતો.

મળતા અહેવાલ મુજબ આ સમગ્ર ઘટના રાજસ્થાનના એક ગામમાંથી સામે આવી છે,જ્યાં ઘરનો એક સભ્ય ફ્રેશ થવા માટે બાથરૂમમાં ગયો હતો,પરંતુ શૌચાલયમાં પડેલા કાળા કોબ્રા સાપ પર નજર પડી ત્યારે તે ઘણો ભયભીત થઇ ગયો હતો.તમને જણાવી દઈએ કે ટોઇલેટ સીટ પર બેઠેલા કોબ્રાને જોઇને ઘરના લોકો દંગ થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટના પછી આખો મામલો સ્થાનિક પોલીસમાં પોહંચી ગયો હતો.અને કોબ્રાને બચાવી લેવામાં આવ્યો હતો.આ પછી ઘરના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.સાપને પકડીને સલામત વનમાં છોડવામાં આવ્યો હતો.સાપની બચાવ કરનાર વ્યક્તિએ એવું જણાવ્યું કે તેની પર એવા સમાચાર આવ્યા કે એક ગામમાં કોબ્રા સાપ જોવા મળ્યો છે.

આ પછી તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને પોતાની ટીમેની સાથે માંડીને સાપને પકડી લીધો હતો અને દૂરના જંગલમાં મુકવામાં આવ્યો હતો.મળતા અહેવાલ મુજબ આ કોબ્રાની લંબાઈ લગભગ સાતથી આઠ ફૂટ હતી.આટલું જ નહિ પરંતુ તે ઘણો કાળો અને વિશાળ લાગતો હતો.કોબ્રા અહી મળી આવ્યો હોવાથી તે વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું થયું હતું.

લોકો એવું જણાવી રહ્યા છે કે આવો સાપ આ ગામમાં પહેલીવાર જોવા મળ્યો છે.જેથી ગામના લોકો પણ ડરી ગયા છે.તમને જણાવી દઈએ કે આવા સાપ ખાસ કરીને વરસાદની સિઝનમાં વધારે બહાર આવતા હોય છે.અને તે હમેશા પાણી વગરના રહેણાંક વિસ્તારોની શોધ કરતા હોય છે.અમુક સમયે આ સાપ કોઈને મુશ્કેલી પણ ઉભી કરી શકે છે.જો તેના પર ધ્યાન આપવામાં ન આવે તો તે વ્યક્તિનો જીવ પણ લઇ શકે છે.માટે હમેશા તેનાથી દૂર રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *