બસ આ નાનકડી વાતના કારણે ૩૧ વર્ષથી આમિર ખાન અને સની દેઓલ એકબીજા સાથે વાત નથી કરતા,જાણો શું છે દુશમનીનું કારણ………

Boliwood

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણા એવા કલાકારો છે જે 90 ના દશકથી ફિલ્મો સાથે જોડાયેલા છે.અને આજે પણ ફિલ્મોમાં સક્રિય જોવા મળી રહ્યા છે.આ કલાકારોએ પોતાના અભિનયથી કરોડો લોકોના દિલો પર રાજ કર્યું છે.આટલું જ નહિ પરંતુ તેમની લોકપ્રિયતા પહેલા કરતા પણ વધારે જોવા મળી રહી છે.આવી સ્થિતિમાં જો સની દેઓલ અને આમિર ખાનની વાત કરવામાં આવે તો આ બંને સુપરસ્ટાર્સ વર્ષોથી ફિલ્મોમાં કામ કરતા આવ્યા છે.

આજન્બા સમયમાં સની દેઓલ અને આમિર ખાન ઘણી લોકપ્રિયતા મેળવી રહ્યા છે.તેમની ઘણી ફિલ્મો હીટ સાબિત થઇ છે.જયારે એક સમય એવો પણ હતો કે આ બંને અભિનેતાઓની ફિલ્મો વચ્ચે જોરદાર ટક્કર થતી હતી.આટલું જ નહિ પરંતુ બંને બોલીવૂડમાં ઘણા સફળ પણ રહ્યા છે.પરંતુ આ બંને સ્ટાર્સને ક્યારેય પણ એક સાથે કામ કરતા કે વાતચીત કરતાં જોયા નથી.

એવું કહેવામાં આવે છે કે તેનું પણ એક કારણ છુપાયેલું છે.જેમાં આશરે 31 વર્ષથી બંને વચ્ચે તકરાર ચાલી આવી છે.જેથી આજે વાતચીત કરતા નથી.તમને જણાવી દઈએ કે વર્ષ 1990 માં બોલીવુડ અભિનેતા આમિર ખાન અને સની દેઓલની વચ્ચે દિવાલ ઉભી થઈ ગઈ હતી.જયારે આ પરિસ્થિતિ એવી ગંભીર બની કે આજે પણ એકબીજા સાથે વાત કરવા માટે તૈયાર નથી.

તમને જણાવી દઈએ કે જયારે 1990 માં સિનેમામાં આમિર ખાનની ફિલ્મ દિલ રિલીઝ થઈ હતી,જયારે તે જ સમયે સની દેઓલની ફિલ્મ ઘાયલ આવી હતી.જેમાં આ ફિલ્મ રિલીઝ પહેલા આમિર ખાને સની દેઓલને એવું જણાવ્યું હતું કે તેઓ ઘાયલ ફિલ્મની રિલીઝ ડેટ બદલી નાખે, પરંતુ સામે પણ અભિનેતા સની દેઓલ આ વાતથી સમંત થયા ન હતા.

જ્યાં તે સમયે આમિર ખાનની દિલ સુપરહિટ સાબિત થઈ,પરંતુ તેની સામે સની દેઓલની ફિલ્મ પણ ઘાયલ ઘણી હીટ રહી હતી.એટલે કે આ બંને ફિલ્મોએ ખુબ જ ધમાલ મચાવી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો ઘાયલ ફિલ્મ સંપૂર્ણ રીતે સની દેઓલ પર આધારિત હતી.જયારે દિલ ફિલ્મ ગીતો ના લીધે હીટ રહી હતી.

એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મો માટે આમિર ખાન અને સની દેઓલ બંનેને ફિલ્મફેર તરફથી બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો છે.જયારે આમીર એવું વિચારતા હતા કે એવોર્ડ પોતાને મળે,પરંતુ એવોર્ડ અભિનેતા સની દેઓલને પણ મળ્યો હતો.આ પછી તો સની સાથે તેમની બનવા લાગી ન હતી.અને આજ સુધી એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યા નથી.

ઘાયલ માટે સની દેઓલને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.આટલા વર્ષો થઇ ગયા પરંતુ તે આજે પણ પોતાની વાતો ભૂલવા તૈયાર નથી.અને આજે પણ એકબીજાથી દૂર રહેવું વધારે પસંદ કરે છે.જયારે આમીરતો એવોર્ડ ફંક્શનમાં આવતા જ બંધ થઇ ગયા છે.જણાવી દઈએ કે આમિર ખાન અને સની દેઓલની ફિલ્મોમાં ટક્કર એક વખત નહીં પરંતુ ઘણી વખત થયેલ છે.

દિલ અને ઘાયલ બાદ 1996 માં પણ બંને એકબીજાની સામે સામે આવી ગયા હતા.જેમાં સની દેઓલની ફિલ્મ ઘાતક હતી જયારે તેની સામે આમિર ખાનની ફિલ્મ રાજા હિન્દુસ્તાની હતી.આ સમયે પણ આ ફિલ્મો વચ્ચે ટક્કર જોવા મળી હતી.જયારે ગદર અને લગાન ફિલ્મનો પણ ટક્કર થયો હતો.આ પછી બંને એકબીજાથી ટકરાતા રહ્યા,પરંતુ એકસાથે થવાનો આજ સુધી વિચાર કર્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *