બાહુબલીની ખોફનાક દેખાતો આ વિલન દેખાય છે આવો,જોઇને તમને પણ વિશ્વાસ નહિ થાય……

Uncategorized

બોલીવૂડની ફિલ્મો ઉપરાંત હવે સાઉથની ફિલ્મો લોકો વધારે પસંદ કરવા લાગ્યા છે.આટલું જ નહિ પરંતુ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિયતા હવે દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે.તમને જણાવી દઈએ કે સાઉથની ઘણી એવી ફિલ્મો છે જેમાં કેટલાક દર્શ્યો ઘણા અનોખા રહેલા હોય છે.આટલું જ નહિ પરંતુ ખાસ કરીને આ ફિલ્મમાં એક્શન સીન્સ ઘણો અલગ જોવા મળતો હોય છે.

સાઉથ ફિલ્મોનું જેવી રીતે નિર્માણ થતું જોવા મળી રહ્યું છે તે જોઇને એવું લાગી રહ્યું છે કે એક સમયે બોલીવૂડ કરતા પણ વધારે જાણીતી જો કોઈ ઈન્ડસ્ટ્રી હશે તો તે ખાસ કરીને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોઈ શકે છે.જેમ કે દરેક વ્યક્તિ જાણે છે કે બાહુબલી નામની એક એવી ફિલ્મ હતી જેમાં વ્યક્તિના વિચાર અને કલ્પના બહારનું ઘણું જોવા મળ્યું હતું.

સામાન્ય રીતે જોવામાં આવે તો બાહુબલી’ ફિલ્મ જેટલી સફળતા પ્રાપ્ત કરી તેવી સફળતા આજ સધી કોઈ ફિલ્મ મેળવી શકી નથી.જયારે કમાણીની વાત કરવામાં આવે તો આ ફિલ્મે કમાણીના દરેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.એવું કહેવામાં આવે છે કે ઇતિહાસનાં પાનામાં બાહુબલી ફિલ્મ એક પહેલું નામ બની ગયું છે.

જયારે આ ફિલ્મમાં જોવા મળેલા દરેક પાત્રો પણ ઘણા અનોખા જોવા મળ્યા હતા.જયારે આ ફિલ્મની સફળતા પાછળ દરેક સ્ટાર્સની પણ મુખ્ય ભૂમિકા રહેલી છે.ખાસ કરીને આ ફિલ્મનો વિલન જે વિચિત્ર ભાષામાં વાત કરતો હતો તે ખૂબ જ લોકપ્રિય થઇ ગયો હતો.એટલું જ નહિ પરંતુ આવો વિલન આજ સુધી કોઈ ફિલ્મમાં પણ જોવા મળ્યો નથી.

આ ફિલ્મ દર્શકોને તેમની આ ભૂમિકા વધારે પસંદ આવી હતી.આવી સ્થિતિમાં આજે તમને આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળેલ પ્રભાકર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.તેમના વાસ્તવિક જીવન વિશે તમને જણાવી રહ્યા છીએ,જે આજે પણ ઘણા લોકો જાણતા નથી.જયારે આ ફિલ્મમાં તેની ભૂમિકાથી મોટા મોટા લોકો ડરી ગયા હતા.

તમને જણાવી દઈએ કે પ્રભાકર મહેબૂબ નગર જિલ્લાના કોંડગલ ગામનો રહેવાસી છે.જયારે વિલનનો રોલ કરનાર પ્રભાકર વાસ્તવિક જીવનમાં ખૂબ શરમાળ છે.એવું કહેવામાં આવે છે કે ફિલ્મોમાં જોડાતા પહેલા પ્રભાકર એક કામ કરવા હૈદરાબાદ આવ્યો હતો.તે સમયે રાજસ્થાનમાં ફિલ્મ મગધીરાનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને ફિલ્મના નિર્દેશક એસ.એસ.રાજામૌલીને એવા વ્યક્તિની જરૂર હતી જે પ્રભાકર જેવા ભવ્ય દેખાવ ધરાવતો હોય.

આવી સ્થિતિમાં પ્રભાકરનો એક મિત્રએ પ્રભાકરને ડિરેક્ટર સાથે મળવ્યો હતો.તેમની મુલાકાત પછી પણ તે પાછો આવીને હૈદરાબાદમાં નોકરી શોધી રહ્યો હતો.પરંતુ એવું કહેવામાં આવે છે કે થોડા દિવસો પછી ડિરેક્ટરના સહાયકનો ફોન તેમના પર આવ્યો હતો.અને જણાવ્યું કે ફિલ્મ ‘મરિદા રમના’ માટે તેમને કાસ્ટ કરવામાં આવ્યા છે.

આ પછી તેમની ફિલ્મી સફ્દની શરૂઆત થઇ હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો પ્રભાકરને ફિલ્મોમાં કામ કરવાનો કોઈ ઇરાદો ન હતો.પરંતુ પોતાના અનોખા અભિનયને આજે લોકોના દિલોમાં એક અલગ છાપ બનાવી નાખી છે.જયારે તે હમેશા કહેતા આવ્યા કે પોતાના જીવનમાં જે બદલાવ આવ્યો છે તે ડાયરેક્ટર એસ.એસ.રાજામૌલીને કારણે આવ્યા છે.

તમને જણાવી દઈએ કે બાહુબલી તમિલ અને તેલુગુ ભાષામાં બનેલી એક ભારતીય ફિલ્મ છે.તેનું ડબિંગ હિન્દી,મલયાલમ અને કેટલીક અન્ય ભાષાઓમાં પણ કરવામાં આવ્યું હતું.એસ.એસ.રાજામૌલી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આશરે 10 જુલાઈ 2015 માં રીલીઝ થઇ હતી.જેમાં પહેલા ભાગે જ દરેક ફિલ્મના રેકોર્ડ તોડવાનું કામ ચાલુ કરી નાખ્યું હતું.આ પછી તો અપાર સફળતા પછી બાહુબલી 2 આવી હતી.જયારે વિલનની ભૂમિકામાં પ્રભાકર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *