બેટીની યાદમાં સાઇકલ પર વેચવાનો શરૂ કર્યો હતો વોશિંગ પાવડર વેચવાનો ધંધો,આજે આવી રીતે બની ગઈ છે અરબોની કંપની……

Uncategorized

સામાન્ય રીતે જોવામાં આવે તો કોઈ પણ વ્યવસાયમાં વધારે સફળતા પ્રાપ્ત કરવા સખત મહેનત કરવી પડતી હોય છે,જયારે ઘણા ઓછા લોકો સફળતા પ્રાપ્ત કરી શકતા હોય છે,પરંતુ આજે તમને એક એવા ઉદ્યોગપતિ વિશે જણાવી રહ્યા છીએ,જે આજે કરોડપતિ બની ગયા છે.આટલું જ નહિ પરંતુ આ દરેક સફળતા પાછળ તેમની દીકરીની મીઠી યાદો હોવાનું પણ કહેવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આજે ઘર ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતા વોશિંગ પાવડરના માલિકની સફળતા અંગે જણાવી રહ્યા છીએ,જે ઘણા ઓછા લોકો જાણે છે.એવું કહેવામાં આવે છે કે દીકરીની યાદમાં પિતાએ એવો ધંધો શરૂ કર્યો.કે તે ઘણા ઓછા સમયમાં સફળ પણ થઇ ગયો,જયારે આજે આજ વ્યવસાયથી પોતે કરોડપતિ બની ગયા છે.પરંતુ સફળતા પાછળ કેટલાક સંઘર્સો પણ રહેલા છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ટીવી સ્ક્રીન પર “દુધ સી વ્હાઇટિ નિરમા મેં આયે,રંગીન કાપડ ભી ખિલ-ખિલ જાયે સબ કી પાસંડ નીર્મા આ દરેક જાહેરાત જોઈ હશે.આટલું જ નહિ પરંતુ આ જાહેરાતમાં યુવતીની તસવીર પણ જોવા મળતી હોય છે.તમને જણાવી દઇએ કે નીરમા પાવડરની જાહેરાત પર છપાયેલી છોકરીનું નામ ‘નિરૂપમા’ છે.

જયારે તેના નામ પરથી આ પાવડરનું નામ નિરમા રાખવામાં આવ્યું હતું,નિરૂપમાથી નિર્મ સુધીની વાર્તા પણ ઘણી રસપ્રદ છે.એવું કહેવામાં આવે છે કે નીરમા જ્યારે સ્કૂલમાં ભણતી હતી,ત્યારે એક દિવસ તેનું કાર અકસ્માતમાં મોત નીપજ્યું હતું.આ ઘટના બાદ તેમના પિતા કરસનભાઇ અને તેના પરિવાર પર દુ:ખના વાદળ આવી ગયા હતા.

તમને જણાવી દઈએ કે કરસનભાઇ પોતાની દીકરીને વધારે પ્રેમ કરતા હતા.આટલું જ નહિ પરંતુ તેમનું એવું સપનું હતું કે તે મોટી થઈને વધારે સારું નામ કમાય.પરંતુ આ એક એવી ઘટનામાં તેમની પુત્રી રહી ન હતી.આવી સ્થિતિમાં હમેશા તેમના પિતા કરસનભાઇ પુત્રીને યાદ્દ કરીને દુખી થતા હતા.ઘણા સમય પછી તે પોતાની દીકરીને ભૂલી શક્યા ન હતા.

આવી સ્થિતિમાં નિરૂપમાના ગયા પછી કરસનભાઇએ દીકરીનું નામ અમર બનાવવા માટે અને લોકોના હોઠ પર આવે તે અંતે એક મોટો નિશ્ચય કર્યો હતો,જેમાં પહેલા તેમની પુત્રીના નામે નિરમા કંપની શરૂ કરી.આટલું જ નહિ પરંતુ આ પછી ડીટરજન્ટના પેકેટ પર પુત્રીની તસવીર છાપીને તેણે તેને કાયમ માટે અમર કરી દીધી.

તમને જણાવી દઈએ કે નીરમ વોશિંગ પાવડરની શરૂઆત આશરે 1969 માં થઈ હતી.જયારે તેની શરૂઆત પણ આ જ ગુજરાતના રહેવાસી કરસનભાઈ કરી હતી.એવું કહેવામાં આવે છે કે આજે પણ નીરમાના પેકેટ પર જે છોકરી જોવા મળી રહી છે તે તેમની પુત્રી હતી.એવું કહેવામાં આવે છે કે કરસનભાઇ પટેલે પુત્રીની સ્મૃતિમાં 1969 માં નિરમા કંપની શરૂ કરી હતી.

પરંતુ આ કંપની ઉભી કર્યા પછી પણ તેમને સફળતા પ્રાપ્ત કરવા માટે ઘણા સંઘર્ષો કરવા પડ્યા હતા.એવું કહેવામાં આવે છે કે પુત્રીના અવસાન પછી કરસનભાઇએ ત્રણ વર્ષ માટે એક અનન્ય વોશિંગ પાવડર સૂત્ર તૈયાર કર્યો અને ધીમે ધીમે તે પાવડર વેચવાનું શરૂ કર્યું.પરંતુ તે દરમિયાન કરસનભાઇએ તેમની સરકારી નોકરી છોડી ન હતી.

એવું પણ કહેવામાં આવે છે કે કરસનભાઇ તે દરમિયાન તેમની સાયકલ પર ઓફિસમાં જતા હતા અને નીરમાં રસ્તામાં લોકોના ઘરોમાં વોશિંગ પાવડર વેચતા હતા.ત્યાં સુધીમાં બજારમાં સર્ફ જેવા પાવડર આવી ગયા હતા.તેમનો ભાવ પ્રતિ કિલો 15 રૂપિયા હતો જ્યારે કરસનભાઇ નિરમાને ફક્ત 3.5 રૂપિયા પ્રતિ કિલોમાં વેચતા હતા.

આજુબાજુની ઓછી આવક ધરાવતા લોકો નિરમાને એક સારો વિકલ્પ શોધી રહ્યા હતા,તેથી નિર્માનું વેચાણ શરૂ થયું અને આ નીરમાં દરેકની પસંદગી બની હતી.ફક્ત એક જ વ્યક્તિ દ્વારા 1969 માં શરૂ કરાયેલ,આજે કંપનીમાં લગભગ 18000 લોકો કામ કરે છે અને આ કંપનીનું ટર્નઓવર આશરે 70000 કરોડથી વધુ હોવાનું પણ કહેવામાં આવે છે.

કરસનભાઈ ગુજરાતના મહેસાણા શહેરના ખેડૂત પરિવારમાં જન્મેલા હતા.કરસન પટેલના પિતા ઘોડીદાસ પટેલ ખૂબ જ સરળ વ્યક્તિ હતા પરંતુ તેમ છતાં તેમણે પુત્ર કરસનને સારી શિક્ષા આપી. કરસનભાઇ પટેલે મહેસાણાની સ્થાનિક શાળામાંથી પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું.આ પછી 21 વર્ષની ઉંમરે તેણે રસાયણશાસ્ત્રમાં બી.એસ.સી કરી હતી.આ પછી પોતે પ્રયોગશાળામાં લેબ સહાયકની નોકરી કરતા હતા.

પરંતુ પુત્રીના અવસાન પછી તેમનું જીવન પણ ઘણું બદલાઈ ગયું હતું.સરકારી નોકરી મેળવનાર કરસન એક અલગ જ સફળતા પ્રાપ્ત કરી લીધી હતી.આજે કરસનભાઇ ભારતના કેટલાક સમૃદ્ધ ઉદ્યોગપતિઓમાં ગણાય છે અને તેમની પુત્રી નિરમાનું નામ પણ લોકોની જીભે કોતરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *