બોટાદના પોલીસ કર્મી સામે અમદાવાદમાં બળાત્કારની ફરિયાદ, ‘લગ્નની લાલચ આપી કરી છેતર…

Uncategorized

દરેક રાજ્યોમાંથી સતત ગુનાઓનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે.ખાસ કરીને રોજ સામે આવતા સમાચારોમાં મહિલાઓ સાથે થતા શારીરિક અને માનશીક ત્રાસ અને તેમની સાથે કેટલાક અત્યાચારની બાબતો સામે આવી રહી છે.જયારે આ સમગ્ર ઘટનાઓમાં સતત વધારો પણ જોવા મળી રહ્યો છે.જે આજના સમયમાં દેશ અને સમાજ માટે ગંભીર સાબિત થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે કેટલીક એવી પણ ઘટનાઓ છે જે રોજ પોલીસના ચોંપડે નોંધાઈ રહી છે.આવી જ રીતે આજે ફરી એક છેતરપીંડી અને બળાત્કારની ઘટના સામે આવી ગઈ છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે અમદાવાદના એક પોલીસ કોન્સ્ટેબલ સામે બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે.

મહિલાએ કરેલી ફરિયાદમાં એવું જણાવ્યું છે કે આ વ્યક્તિએ લગનની ખોટી લાલચ આપી અવારનવાર બળાત્કાર કર્યો હોવાનું જણાવ્યું છે.એવું કહેવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા આ મહિલા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ સાથે થયેલ માથાકૂટની ફરિયાદ લઈને ગઈ હતી,આ સમયે તેમની ઓળખ ત્યાના એક પોલીસ અધિકારી સાથે થઇ હતી.

જયારે તેમની આ ઓળખ પછી તેમની મિત્રતા થઇ હતી.આટલું જ નહિ પરંતુ આ બને ઘણા સમય પછી પ્રેમમાં પણ પડી ગયા હતા.અને વારંવાર એક બીજાને મળતા રહ્યા હતા.પરંતુ હાલની ફરિયાદમાં મહિલા જણાવી રહી છે કે આ આરોપીએ લગ્નની વાત કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.જયારે હાલમાં આ પોલીસ કોન્સ્ટબેલ બોટાદના કોઈ વિસ્તારમાં નોકરી કરી રહ્યો છે.

પરંતુ ગત થોડા દિવસો પહેલા તે યુવતી પાસે આવ્યો હતો અને તેને એક હોટેલમાં પણ લઈ ગયો હતો.હોટેલમાં મહિલા સાથે શારીરિક સંબંધ પણ બનાવ્યા હતા.પરંતુ આ સમયે અન્ય મહિલા સાથેના અફેરની જાણ આ મહિલાને થઇ હતી.આ સમગ્ર બાબત અંગે મહિલાએ તેની સામે ફરિયાદ કરી હતી.આ પછી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.જયારે આખરે પોતે એકબીજા સાથે ન રહેવા પણ જણાવ્યું હતું.

આખરે મહિલાને ખરાબ પડી કે તે હમેશા લગ્નની લાલચ આપીને તેનું શોષણ કરતો હતો.આવી સ્થિતિમાં મહિલાએ આ સમગ્ર બાબત અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી.જયારે પોલીસ પણ મહિલાનું મેડિકલ કરાવી આરોપી સામે પુરાવા એકત્રિત કરવા માટે જોડાઈ છે.જયારે કોઈ સાચા પૂરાવા સામે આવશે તે પછી કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *