બોલીવૂડના આ ફેમસ અભિનેતાના પ્રેમમાં પાગલ હતી સાનિયા મિર્જા,પરંતુ આ કારણે ન થયા લગ્ન…..

Boliwood

બોલીવૂડ અભિનેત્રીઓ જેવી પોતાની સારી ઓળખ ધરાવે છે તેવી જ રીતે ઘણી એવી પણ સ્ટાર ખેલાડીઓ છે જે હમેશા પોતાની રમતથી વધારે લોકપ્રિયતા મેળવી છે.આવી સ્થિતિમાં જો જાણીતી અને વધારે સુંદર દેખાતી સાનિયા મિર્ઝાની વાત કરવામાં આવે તો તે ભારતની સ્ટાર ખેલાડી છે. આટલું જ નહિ પરંતુ તેની ઓળખ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલી છે.

સાનિયા એક ખેલાડી છે તો છે પરંતુ સાથે સાથે અભિનેત્રીઓ કરતા પણ વધારે સુંદર મહિલા છે.તમને જણાવી દઈએ કે સાનિયાનો જન્મ 1986 માં મુંબઇમાં થયો હતો.તે ખાસ કરીને ટેનિસ સાથેની રમત સાથે જોડાયેલી છે.જયારે આ રમત ઉપરાંત અન્ય ઘણી રમત સાથે પણ સંકળાયેલી છે.એવું કહેવામાં આવે છે કે તેલંગાણા રાજ્યની બ્રાંડ એમ્બેસેડર પણ છે.

આજના સમયમાં સાનિયા મિર્ઝાનું નામ ભારતની મહાન રમતવીરોમાં સામેલ થાય છે.તેમની લોકપ્રિયતા મોટા સ્ટાર્સ કરતા વધારે રહી છે.જયારે દરેક વ્યક્તિ જાણે છે કે સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે,જે હાલમાં તેની સાથે સુખીથી જીવન પસાર કરી રહી છે.પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે સાનિયા પણ લગ્ન પહેલા બોલીવૂડના જાણીતા એક અભિનેતાને પસંદ કરતી હતી.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં સાનિયાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું તેનો પહેલો પ્રેમ શોએબ ન હતો,પરંતુ બોલિવૂડ અભિનેતા હતો.એવું કહેવામાં આવે છે કે સાનિયા મિર્ઝા બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરને પ્રેમ કરતી હતી.જયારે સાનિયાએ એવું પણ જણાવ્યું હતું કે શોએબ સાથે લગ્ન તેના ન થયા હોત તો તે રણબીર સાથે લગ્ન પણ કરવા માટે પણ તૈયાર થઇ ગઈ હોત.

સાનિયાએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી રણબીરને પસંદ કરતી આવી છે.આટલું જ નહિ પરંતુ તે તેની સાથે લગ્ન કરવાના પણ સપના જોતી હતી.આ દરેક બાબત તે ભૂતકાળમાં વિચારતી હતી,પરંતુ હાલમાં તો પતિ અને પુત્ર સાથે ઘણી ખુશ છે.તમને જણાવી દઈએ કે સાનિયા અને શોએબના લગ્ન 2010 માં થયા હતા.

જયારે કેટલાક મીડિયા રીપોર્ટ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડના અભિનેતા શાહિદ કપૂર અને સાનિયા મિર્ઝા એક સમયે રિલેશનશિપમાં જોવા મળ્યા હતા.આટલું જ નહિ પરંતુ ઘણીવાર તેમની કેટલીક ચર્ચાઓ પણ જોવા મળી છે.આ સમયે શાહિદ કપૂરના લગ્ન પણ થયા ન હતા.તેમની મુલાકાત એક પાર્ટીમાં થઇ હતી.

આ પાર્ટીમાં બંને મળ્યા હતા.અને ધીરે ધીરે બંનેની ઓળખાણ થઈ અને તેઓ એકબીજાની નજીક આવી ગયા હતા.પરંતુ તેમના સબંધો વધારે ચાલ્યા ન હતા,કારણ કે આ સમયે શાહિદ અને કરીનાના અફેરના કેટલાક સમાચારો સામે આવવા લાગ્યા હતા.જેથી સાનિયા શાહિદથી દૂર થઇ હતી.જયારે શાહિદે પણ કરીના સાથે થોડા સમય રિલેશનશિપમાં રહ્યો અને અંતે મીરાં સાથે લગ્ન જીવનમાં જોડાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *