બોલીવૂડના આ ફેમસ કલાકારોની એવી અફવાઓ ઉડી છે કે જેને સાભળીને તમે પણ ચોકીં જશો,એક અભિનેત્રીને તો …..

Boliwood

બોલીવૂડ સાથે જોડાયેલી ઘણી વાતો સોશ્યલ મીડિયા પર વાયરલ થતી જોવા મળે છે.જેમાં ઘણા સ્ટાર્સની કેટલીક એવી પણ ચર્ચાઓ વધારે જોર પકડતી હોય છે કે અંતે એક અફવા સાબિત થતી હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજના સમયમાં ઘણી આવી અફવાઓ વધારે વાયરલ થતી રહે છે.જેમાં હમેશા બોલીવૂડ સ્ટાર્સને આનો સામનો કરવો પડતો હોય છે.

તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં ઘણા એવા પણ મોટા કલાકારો છે જેમણે ઘણી બાબતો મૂંઝવણમાં મુકતી હોય છે.ઘણીવાર એવું સામે આવતું હોય છે કે બોલીવૂડની એક અભિનેત્રી ગર્ભવતી હતી,અથવા તેમના કેટલાક અફેર ચાલી રહ્યા છે.પરંતુ તેની સચ્ચાઈ તદ્દન અલગ સામે આવતી હોય છે.આજે તમને આવા જ કેટલાક કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જેમની ખોટી અફવાઓ ઉભી થઇ હતી…

કાજોલ અને અજય દેવગન –

હિન્દી સિનેમામા જો સુંદર જોડીની વાત કરવામાં આવે તો તેમાં અજય દેવગન અને કાજોલ પણ સામેલ થાય છે.પરંતુ તમને જણાવી દઈએ કે આ બંનેની પણ એક એવી રસપ્રદ અને સનસનાટીભરી અફવા ફેલાઇ ગઈ હતી.કાજોલ અને અજય દેવગન પણ ખોટી અફવાઓનો સામનો કરી ચુક્યા છે.એકવાર એવી અફવા ઊભી થઈ હતી કે અજય અને કાજોલની વચ્ચે બધુ તકરાર ઉભો થયો છે જેના કારણે કાજોલ અજયનું ઘર છોડીને ગઈ છે.પરંતુ પાછળથી ખબર પડી કે આ એક મોટી અફવા હતી.

કરીના કપૂર ખાન –

કરીના કપૂર ખાન હમેશા પોતાની સુંદરતા માટે જાણીતી રહી છે.તમને જણાવી દઈએ કે બોલિવૂડની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાનના પણ એક સમાચાર સામે આવ્યા હતા.જે ઘણા લોકો વિશ્વાસ કરી શકે તેમ ન હતા.એવું કહેવામાં આવે છે કે થોડા વર્ષો પહેલા અફવાઓમાં એવું કહેવામાં આવ્યું હતું કે કરીના નવમાં ધોરણમાં હતી ત્યારે જ ગર્ભવતી થઈ હતી.અને આ અફવાએ પણ ઘણું જોર પકડ્યું હતું.

અમિતાભ બચ્ચન –

બોલીવૂડના જાણીતા એવા અમિતાભ બચ્ચન ઘણા ઓછા ચર્ચામાં જોવા મળતા હોય છે.પરંતુ તેમની પણ એક એવી ચર્ચા સામે આવી હતી.કે તેમના ચાહકો વિચારવા લાગી ગયા હતા.તમને જણાવી દઈએ કે અભિનેતા અમિતાભ બચ્ચન વિશે અનેક પ્રકારના સમાચાર ઉભા થયા છે. આવામાં એક અફવા એવી હતી કે અમિતાભ બચ્ચનનું મોત થયું છે.આ વાત ઘણા વર્ષો પહેલાની જેમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.

ઇલિયાના ડિક્રુઝ –

તમને જણાવી દઈએ કે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી બોલિવૂડમાં પ્રવેશ મેળવનારી અભિનેત્રી ઇલિયાના ડિક્રુઝ પણ એકવાર ગર્ભવતી હોવા જેવી બાબતની અફવા વચ્ચે ગેરાઈ ગઈ હતી.આટલું જ નહિ પરંતુ એવું પણ કહેવામાં આવતું હતું કે તેણે ગર્ભપાત પણ કરાવ્યું છે.આ અંગે અભિનેત્રીએ એકવાર પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે,કેટલાક લોકો એવી અફવાઓ ઉભા કરે છે,જેમાંથી એક પોતાની ગર્ભાવસ્થા અને ગર્ભપાતને લગતી હતી.આ ઉપરાંત પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો એવું સામે આવ્યું હતું.પરંતુ આ દરેક બાબત ખોટી હતી.

કેટરિના કૈફ –

બોલિવૂડની સુંદર અને શ્રેષ્ઠ અભિનેત્રી કેટરિના કૈફ ઘણી લોકપ્રિય રહી છે.પરંતુ સાથે સાથે ઘણી ચર્ચાઓમાં પણ આવતી રહી છે.આવી જ એક અફવા તેમની પણ સામે આવી હતી.એવું કહેવામાં આવતું હતું કે તે બનાવટી પાસપોર્ટ લઇને ભારતમાં છુપાઈ રહી છે.ખરેખર બોલીવુડમાં પદાર્પણ પહેલા અભિનેત્રીની અટક ટર્ક્વોટ હતી,પરંતુ આ પછી બદલાઈ ગઈ હતી.પરંતુ તમને જણાવી દઈએ કે બીજા કોઈ પાસપોર્ટ સાથે ચેડા કરીને આ અભિનેત્રીનું નામ જોડવામાં આવ્યું હતું.

ગૌહર ખાન –

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક સારી ઓળખ બનાવી છે.પરંતુ આ અભિનેત્રીની પણ એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો હતો.જે આ અભિનેત્રી ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું.આવી સ્થિતિમાં આ બાબતે પણ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે,આ એક મોટી અફવા છે.જયારે તાજેતરમાં જ તેના પિતાનું અવસાન થયું છે,અને આવી સ્થિતિમાં આવી મોટી અફવા ફેલાવવી યોગ્ય નથી.તમને જણાવી દઈએ કે ગૌહર ખાને થોડા મહિના પહેલા જ લગ્ન કર્યા હતા.

સોનાક્ષી સિંહા –

તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા પણ ઘણી અફવાઓનો સામનો કરી ચુકી છે.એવું કહેવામાં આવતું હતું કે ભૂતકાળની અભિનેત્રી રીના રોય અને અભિનેત્રી સોનાક્ષી સિન્હાનો દેખાવ એકદમ સરખો છે અને આ કારણે સોનાક્ષીને ઘણીવાર રીના રોયની પુત્રી કહેવામાં આવી છે.પરંતુ તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા ખરેખર પૂનમ સિંહાની પુત્રી છે.જોકે એક સમયે સોનાક્ષીના પિતા અભિનેતા શત્રુઘ્ન સિંહાનું રીના રોય સાથે અફેર હતું અને આવી સ્થિતિમાં લોકો માતા અને પુત્રીને રીના અને સોનાક્ષી સાથે સરખાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *