બોલીવૂડના આ ફેમસ સુપર સ્ટાર થઇ ગયા છે વાળ વગરના,નકલી વાળનો કરે છે ઉપયોગ……..

Boliwood

ભારતનો સૌથી મોટા ઉધોગ ફિલ્મ ઉદ્યોગ માનવામાં આવે છે,આટલું જ નહિ પરંતુ આ ફિલ્મી દુનિયા સાથે ઘણા સ્ટાર્સ જોડાયેલા છે જે પોતાના અભિનયની સાથે સથે પોતાની જીવનશૈલીને લઈને પણ વધારે જાણીતા રહ્યા છે.જયારે કેટલાક સ્ટાર્સ તો વધારે લોકપ્રિયતા પણ ધરાવે છે.જે કરોડો લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે.

ફિલ્મોમાં કામ કરતા મોટાભાગના કલાકારો પોતાનીં ફિલ્મો કરતા પોતાની સુંદરતાને લીધે વધારે જાણીતા રહે છે.પરંતુ તમને જણાવી દઈએ કે કેટલાક એવા પણ કલાકારો છે કે જે ફિલ્મોમાં વધારે સુંદર જોવા મળી રહ્યા છે,પરંતુ વાસ્તવિકમાં તે વધારે સુંદર નથી,કારણ કે પોતાની સુંદરતામાં વધારો કરવા માટે તે ખર્ચાળ બ્યુટી પ્રોડક્ટ્સ અને બ્રાન્ડેડ કપડાંનો વધારે ઉપયોગ કરે છે.

આવી સ્થિતિમાં આજે તમને બોલીવુડના આવા જ કેટલાક જાણીતા કલાકારો વિશે જણાવી રહ્યા છીએ,જેમની લોકપ્રિયતા કરોડોમાં રહેલી છે.આમાંથી કેટલાક અભિનેતાઓ બનાવટી વાળનો ઉપયોગ કરીને પોતાની સુંદરતામાં વધારો કરી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો તેમના માથામાં વધારે વાળ રહ્યા નથી,પરંતુ તે બનાવતી વાળ સાથે જોવા મળે છે….

રજનીકાંત –

સામાન્ય રીતે જોવામાં આવે તો આ એક સાઉથ સુપરસ્ટાર્સ છે,જે આજે દેશભરમાં જાણીતા રહ્યા છે.આટલું જ નહિ પરંતુ કરોડો લોકો તેમને પ્રેમ પણ કરે છે.જયારે આજે પણ ઘણા લોકો તેમની અમુક ફિલ્મો વધારે પસંદ કરી રહ્યા છે.જયારે તેણે તેની કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મો પણ આપી.જયારે હાલમાં તો પોતાના અભિનયની સાથે સાથે પોતાની જીવનશૈલી માટે પણ જાણીતા રહ્યા છે.પરંતુ તમને જણાવી દઈએ કે રજિનીએ દરેક ફિલ્મમાં નકલી વાળ વિકનો ઉપયોગ કરતા આવ્યા છે.

અક્ષય કુમાર –

આજના સમયમાં જો વધારે ફિલ્મો કોઈની આવતી હોય તો તે માત્ર ખિલાડી એટલે કે અક્ષય કુમાર છે,જે આજે કરોડો લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે.જયારે તેમની કેટલીક એવી પણ ફિલ્મો રહેલી છે ,જે વધારે હીટ સાબિત થઇ હતી,અને આજે પણ તેમની દરેક ફિલ્મ ફીટ સાબિત થઇ રહી છે.આજે વધારે કમાણી કરનાર અભિનેતા પણ માનવામાં આવે છે.જયારે તે ફિલ્મો ઉપરાંત જાહેરાતોથી પણ કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે.પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે અક્ષય કુમારના વાળ ઘણા ઓછા છે,તે ખાસ કરીને ફિલ્મોમાં નકલી વિક પહેરે છે.

સલમાન ખાન –

સલમાન ખાન પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના કેટલાક અંગત કારણોથી પણ વધારે ચર્ચામાં આવતા હોય છે.આ અભિનેતા લાખો લોકોના દિલોમાં રાજ કરતા આવ્યા છે.સલમાન ખાનની જૂની ફિલ્મોતે વધારે વાળ સાથે જોવા મળતા હતા,પરંતુ આજે તે ઘણા વાળ ગુમાવી ચુક્યા છે.તમને જણાવી દઈએ કે આજે તે વાળ સાથે જોવા મળે છે તે વાળની ​​સારવારથી પ્રાપ્ત થયેલા છે.પરંતુ તે પણ પહેલા જેવા વાળ તો પ્રાપ્ત કરી શક્યા નથી.

કપિલ શર્મા –

ટીવી કોમેડી કિંગ તરીકે જો કોઈનું નામ લેવામાં આવે તો તેમાં પહેલું નામ કપિલ શર્માનું આવે છે,જે પોતાના હાસ્ય કોમેડી ચર્ચાઓથી કરોડો લોકોનેહસાવી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો કપિલ મૂળ પંજાબના છે.તમને જણાવી દઈએ કે કપિલે જ્યારે કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે તેના માથા પર વાળ ખૂબ ઓછા જોવા મળ્યા હતા,જયારે આજની તુલનામાં તો ઘણા ઓછા વાળ હતા.જયારે આજે સુંદર વાળનું રહસ્ય વાળની ​​સર્જરી માનવામાં આવે છે.જે તમે પણ તેમના કેટલાક ફોટાઓમાં જોઈ શકો છો.

અમિતાભ બચ્ચન –

ફિલ્મી દુનિયામાં અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર કરતા પણ વધારે મોટું માન આપવામાં આવે છે,તેમને ઘણી હીટ ફિલ્મો આપી છે,જયારે આજે પણ તે ફિલ્મોમાં સક્રિય જોવા મળી રહ્યા છે.તે આજે પોતાના અભિનય માટે દુનિયાભરમાં જાણીતા રહ્યા છે.અમિતાભે તેની ફિલ્મી કરિયરમાં એક કરતા વધારે તેજસ્વી ફિલ્મમાં કામ કર્યું હતું.પરંતુ તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનની વધતી ઉંમર સાથે તેમના વાળ પણ ઓછા થવા લાગ્યા હતા.જયારે આજે તેમના વાળ વધારે જોવા મળી રહ્યા છે.પણ એવું કહેવામાં આવે છે કે તે વિકનો ઉપયોગ કરી રહ્યા છે.જયારે સર્જરી પણ કહી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *