બોલીવૂડના આ 5 કોમેડિયનની પત્ની લાગે છે ખુબ જ ખુબસુરત,એક તો બોલીવૂડની અભિનેત્રી

Boliwood

બોલિવૂડ ફિલ્મોમાં અભિનેતા જેવી રીતે પોતાના અભિનયથી લોકોના દિલોમાં રાજ કરે છે,તેવી જ રીતે બોલીવૂડમાં કેટલાક એવા પણ જાણીતા અને લોકપ્રિયતા ધરાવતા કોમેડી કલાકારો રહેલા છે.જે હમેશા લોકોને અનેક રીતે હાસ્ય પૂરું પાડીને તેમના દિલમાં એક અલગ સ્થાન પ્રાપ્ત કરતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આશરે 90 ના દાયકામાં એક કાદર ખાન હતા,જે હમેશા પોતાના અભિનયથી લોકોને હસાવતા હતા.

જયારે આજના સમયમાં કોમેડીની લગામ પણ બદલાઈ ગઈ.આટલું જ નહિ પરંતુ હવે ફિલ્મો ઉપરાંત કેટલાક એવા પણ કલાકારો છે જે કેટલાક શો કરીને લોકોને હસાવવાની જવાબદારી નિભાવી લીધી હોય તેવું જોવા મળી રહ્યું છે.જેમ કે કપિલ શર્માને જોઈએ લો,તે આજે કોમેડી કિંગ માનવામાં આવે છે.

જયારે તેમના બીજા સાથીદાર કલાકારો પણ છે,જેમાં કૃષ્ણા અભિષેક અને સુનિલ ગ્રોવર પણ છે.પરંતુ આજે આ કોમેડી કલાકારો વિશે નહીં પરંતુ તેમની સુંદર પત્નીઓ વિશે જણાવી રહ્યા છીએ,જે આજના સમયમાં ઘણા ઓછા લોકો જાણે છે.અને હમેશા તેમના ચાહકો તેમના વિશ્હે જાણવા માંગતા હોય છે.તમને જણાવી દઈએ કે જો તમે પણ એકવાર તેમની પત્નીને જોશો તો વિચારમાં પડી શકો છો,કારણ કે તે એક ફિલ્મી અભિનેત્રી કરતા પણ વધારે સુંદર છે…

રાજપાલ યાદવ –

રાજપલ યાદવની વાત કરવામાં આવે તો તે એક એવા કલાકાર છે જે મોટા મોટા સુપરસ્ટાર સાથે પણ કામ કરી ચુક્યા છે.આટલું જ નહિ પરંતુ ફિલ્મોમાં કોમેડીને કરીને પોતાની એક નવી ઓળખ બનાવી છે.તમને જણાવી દઈએ કે રાજપાલ યાદવની પત્નીનું નામ રાધા યાદવ છે.રાધા અને રાજપાલ યાદવ કેનેડામાં શૂટિંગ દરમિયાન મળ્યા હતા.અને પ્રેમ થયા પછી અંતે લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.જયારે તે દેખાવમાં ઘણી સુંદર છે.

સુનીલ ગ્રોવર –

સુનિલ એક એવા અભિનેતા છે જે ફિલ્મી સ્ટાર્સ કરતા પણ વધારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તેમના હાસ્ય સાથેના અભિનયને જોવા માટે લોકો આજે પણ ટેલિવિઝન સામે બેસી જતા હોય છે.તે એક શ્રેષ્ઠ હાસ્ય કલાકાર છે.તમને જણાવી દઈએ કે આ કલાકારે ઇન્ટિરિયર ડિઝાઇનર આરતી સાથે લગ્ન કર્યા છે.તે ઘણીવાર તેમની સામે પણ તેની રમુજી શૈલી બતાવતા રહે છે.જયારે હાલમાં તે બે વર્ષના પુત્રના માતાપિતા પણ છે.

જોહની લિવર –

જોહની લિવર એક એવા કલાકાર છે જે આશરે 90 ના દશકથી કોઈને કોઈ ફિલ્મમાં ચોક્કસ રીતે અલગ અલગ ભૂમિકામાં જોવા મળતા હોય છે.જયારે જોની લિવરે આશરે વર્ષ 1984 માં સુજાતા સાથે લગ્ન કર્યા હતા.જોનીનું માનવું છે કે તે ફક્ત તેની પત્નીના કારણે જ આટલા વર્ષોથી સારું કામ કરતા આવ્યા છે.કારણ કે તેમની પત્ની હમેશા તેમને સાથ આપતી આવી છે.તેમની પત્ની પણ ઘણી જ સુંદર છે.આટલું જ નહિ પરંતુ તે બે બાળકોની માતા પણ છે.

સંજય મિશ્રા –

સંજય મિશ્રા હમેશા બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળતા હોય છે,જેમાં તે કોઈને કોઈ રીતે કોમિક ભૂમિકામાં જોડાયેલા જોવા મળતા હોય છે.અને તેમની આ જ કોમેડીને કારણે તે વધારે જાણીતા ન થયા છે.સંજયના લગ્ન જીવનની વાત કરવામાં આવે તો એવું કહેવામાં આવે છે કે તેમનું પહેલું લગ્નજીવન નિષ્ફળ રહ્યું હતું,જેના કારણે તે ખૂબ જ ડરી ગયા હટતા,પરંતુ પરિવારના વારંવાર દબાણને કારણે તેણે 2009 માં ફરીથી લગ્ન કર્યા.જે તમે પણ આ ફોટામાં તેમની પત્નીને જોઈ શકો છો.

રાજુ શ્રીવાસ્તવ –

રાજુની વાત કરવામાં આવે તો તે ઘણી વાર પોતાના કોમેડી શોને લઈને ચર્ચામાં જોવા મળતા હોય છે.તે તેના રોજિંદા જીવનમાંથી ઉદાહરણો લઈને તેમને કોમિક્સમાં ફેરવે છે.રાજુ શ્રીવાસ્તવ શિખા શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યા છે અને તેમને બે સંતાનો છે.જયારે તેમની પત્ની તેમના કરતા પણ વધારે સુંદર જોવા મળી રહી છે.

કૃષ્ણ અભિષેક –

કૃષ્ણ અભિષેક પણ પોતાની કોમેડીને લઈને જાણીતા થયા છે,જયારે કૃષ્ણની પત્નીનું નામ કશ્મિરા શાહ છે,જે આજે દરેક જાણે છે.એવું કહેવામાં આવે છે કે બંનેએ લાંબા સમયથી રિલેશનશિપમાં હતાં,આ પછી આશરે 2013 માં લગ્ન જીવનમાં જોડાયા હતા.આજે પણ તે તેમની પત્નીને અનેક ઘણો પ્રેમ કરતા જોવા મળે છે.

સુનિલ પાલ –

સુનિલ એક એવા કલાકાર છે જે ઘણા ઓછા સમયમાં વધારે સફળતા તરફ આગળ તો વધ્યા હતા,પરંતુ તે વધારે સફળતા પ્રાપ્ત કરી શક્યા નહિ,આજે તેમ અમુક અંશે જાણીતા છે.યારે તેમની પત્નીનું નામ સરિતા છે.જે બે પુત્રોના માતાપિતા પણ છે.

કિકુ શારદા –

કિકુ શારદાને આજે કોણ નથી જાણતું,તે હમેશા લોકોને અનેક હાસ્ય પૂરું પડવાનું કામ કરતા જોવા મળે છે.એવું કહેવામાં આવે છે કે તેમની સફળતા કોમેડી નાઇટ વિથ કપિલ મારફતે થઇ હતી.આ પછી તેમની લોકપ્રિયતા વધી હતી,જે આજે પણ યથાવત જોવા મળી રહી છે,જયારે તેમની પત્ની નચ બલિયેના મંચ પર સાથે નૃત્ય પણ કર્યું હતું.તે પણ સુંદરતાની બાબતમાં ઘણી આગળ પડતી રહી છે.

ચંદન પ્રભાકર –

ચંદન પ્રભાકર હમેશા કોમેડી શો કપિલ શર્મામાં ચા વેચત હોય તેવું ભૂમિકામાં જોવા મળતા હોય છે,જયારે તે પણ એક સફળ કોમેડીય માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે ચંદને 2015 માં નંદિની સાથે લગ્ન કર્યા.જયારે તેમની પત્ની દેખાવમાં એક અભિનેત્રી જેવી લાગે છે.

અલી અસગર –

અલી અસગર હમેશા ફિલ્મોમાં અનેક ભૂમિકામાં જોવા મળ્યા છે,અને એવું કહેવામાં આવે છે કે તેમને સફળતા પણ ફિલ્મમાં કામ કરવાથી મળી હતી.જયારે અભિનેતા અલીની પત્નીનું નામ સિદ્દીકા છે અને તેમને અડા અને ન્યાન નામના બે સંતાનો છે.તે હાલમાં પોતાના પરિવાર સાથે સારું જીવન પસાર કરી રહ્યા છે.

કપિલ શર્મા –

તમને જણાવી દઈએ કે સૌથી જાણીતા હાસ્ય કલાકાર-અભિનેતામાં જો કોઈનું નામ પહેલા આવતું હોય તો તે કપિલ શર્મા છે.આટલું જ નહિ પરંતુ તે કોમેડી કિંગ પણ છે.કપિલ પણ લગ્ન જીવનમાં જોડાયેલો છે.આટલું જ નહિ પરંતુ હાલમાં બે સંતાનોના પિતા પણ છે.કપિલ હમેશા પોતાની તસવીરો સાથે સોશિયલ મીડિયા પર એક્ટીવ જોવા મળતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *