બોલીવૂડના લગ્નોમાં બોલીવૂડ સ્ટાર લીફાફામાં આપે છે આટલા રૂપિયા ,રકમ જાણીને તમે પણ ચોકી જશો……

Boliwood

એવું કહેવામાં આવે છે કે ભારતમાં જે લગ્ન રીતિરીવાજો સાથે થાય છે તેવા લગ્ન ભાગ્ય જ કોઈ અન્ય જગ્યાએ થતા હોય છે.તમને જણાવી દઈએ કે આ લગ્ન એક પ્રકારનો મોટો ઉત્સવ હોય છે.આ લગ્નમાં અનેક મહેમાનો પોતાના ઉત્સાહ સાથે આવે છે.આટલું જ નહિ પરંતુ ઘણું ધામધૂમ પણ જોવા મળતું હોય છે.

લગ્નમાં અને પ્રકારના સ્વાદિષ્ટ ભોજન જોવા મળતા હોય છે.મંડપની ચારેબાજુ લાઇટિંગ,બેન્ડબાજા વરરાજા અને કન્યા નવી શૈલીના કપડા સાથે જોવા મળે છે.આવા જ લગ્ન બોલીવૂડમાં જોવામાં આવે તો તેમાં તો ઘણો વધારો જોવા મળતો હોય છે.કારણ કે આ બોલીવૂડ સ્ટાર્સ લગ્નમાં કરોડો રૂપિયા ખર્ચ કરતા હોય છે.

તમને પણ ખબર હશે કે જયારે લગ્નમાં જઇએ છીએ ત્યારે ચોક્કસપણે કોઈને કોઈ ભેટ સાથે લઈએ છીએ.ઘણીવાર કેટલાક લોકો રોકડ રકમ પણ આપતા હોય છે,પરંતુ ચોક્કસ રીતે કોઈને કોઈ ભેટ આપતા હોય છે.હવે દરેક મહેમાન એક સરખી રકમ કે ભેટ આપતા નથી,પરંતુ પોતાની યથાશક્તિ અનુશાર આપતા હોય છે.

ખાસ કરીને લગ્નમાં રોકડ આપવાની થાય ત્યારે એક પરબિડીયામાં અમુક રકમ મુકીને આપવામાં આવતી હોય છે.હવે તેમાં કેટલી રોકડ રકમ મુકવી તે કોઈ નક્કી હોતી નથી.આવી સ્થિતિમાં તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે ફિલ્મ સ્ટાર્સ લગ્નમાં જાય છે ત્યારે આવા પરબિડીયાની અંદર કેટલી રકમ મુકીને આપતા હશે.ઘણા ઓછા લોકો આનો જવાબ જાણતા હશે.આજે તમને આવી થોડી બાબતો જન્નાવી દઈએ.

દરેક વ્યક્તિ જાણે છે કે બોલિવૂડના લગ્ન ભવ્ય હોય છે.તેમાં લાખો કરોડોનો ખર્ચો કરવામાં આવતો હોય છે.જયારે આવેલા મહેમાનો પણ ઘણા વૈભવી જ હોય છે.આટલું જ નહિ પરંતુ મીડિયા પણ ત્યાં વધારે નજર રાખે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ ફિલ્મ સ્ટાર્સ ઘણી કમાણી કરે છે.આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ આવી બાબતો જાણવાની ઉત્સુકતા રાખે છે.

તમને જણાવી દઈએ કે બોલિવૂડના સ્ટાર્સ લગ્નમાં આપતા પરબિડીયામાં કે પૈસા રાખે છે તે તમે જાણશો તો ચોક્કસ તમે આશ્ચર્યચકિત થઇ જસો.એવું કહેવામાં આવે છે કે ફિલ્મી સ્ટાર્સ કોઈપણ લગ્નમાં પરબિડીયાઓ આપે છે તો તેમાં 101 રૂપિયા રાખે છે.અને આ બાબત ઘણી સાચી પણ છે.તમને જણાવી દઈએ કે આ હકીકત ખુદ અમિતાભ બચ્ચને એક શો દરમિયાન બધાને જણાવી હતી.

કોમેડિયન કપિલ શર્મા શોમાં આ વાત સામે આવી હતી.જેમાં મજાકમાં એવું પૂછ્યું કે ફિલ્મી સ્ટાર્સ લગ્નમાં જાય છે ત્યારે તેઓ પરબીડિયામાં કેટલી રકમ રાખતા હોય છે.આવી સ્થિતિમાં બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભજીએ એવું જણાવ્યું હતું કે ફિલ્મ ઉદ્યોગમાં શગનનાં 101 રૂપિયા ભેટ તરીકે આપવામાં આવે છે.

તમે લોકો વિચારતા હશો કે કરોડોની કમાણી કરનારા આ કલાકારો આટલી ઓછી રકમ શા માટે આપતા હશે.આના પાછળ પણ એક કારણ રહેલું છે.કોઈને કેટલાક પૈસા આપવા તે અંગે હંમેશા દ્વિધા રહે છે.ખાસ કરીને જુનિયર આર્ટિસ્ટ અને કેમેરામેન જેવા લોકો મોટા સ્ટાર્સ કે પ્રોડ્યુસર ડિરેક્ટર વગેરેની પાર્ટીમાં જતાં અચકાતા હતા.આવી સ્થિતિમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ સામાન્ય રકમ 101 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.પછી બાકી કોઈ મોટી લાખોની ભેટ આપે તે અલગ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *