બોલીવૂડની સૌથી ખુબસુરત અભિનેત્રી સાથે થવાના હતા સંજય દત્તના લગ્ન,પરનું આ અભિનેતા આવી ગયો હતો વચ્ચે……

Boliwood

બોલીવૂડમાં પ્રેમ અફેરના ઘણા કિસ્સાઓ જોવા મળતા હોય છે.જયારે અમુક તો એવા પણ કિસ્સાઓ હોય છે જે ઘણા ચર્ચામાં આવતા હોય છે.કેટલાક પ્રેમ અફેર અંતમાં લગ્ન જીવનમાં ફેરવાઈ જતા હોય છે.આવી રીતે જોવામાં આવે તો ફિલ્મી સ્ટાર્સની પ્રેમ સ્ટોરી એક ફિલ્મ જેવી જ હોય છે.તમને જણાવી દઈએ કે એક દુજે કે લિયેનામની એક ફિલ્મ આશરે 1981 માં રિલીઝ થઈ હતી.

આ ફિલ્મમાં એક સુંદર અને વધારે હોટ દેખાતી અભિનેત્રી રતિ અગ્નિહોત્રી જોવા મળી હતી,એવું કહેવામાં આવે છે કે આ પહેલી ફિલ્મથી અભિનેત્રીએ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.જેમાં તે સમયમાં જાણીતા અભિનેતા કમલ હાસન તેમાં જોવા મળ્યા હતા.તે સમયમાં આ ફિલ્મ ઘણી ઘણી મોટી સુપરહિટસાબિત થઇ હતી.

એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મ પછી અભિનેત્રી રતિ અગ્નિહોત્રી પાસે ફિલ્મોની લાઈન લાગવા લાગી હતી.આટલું જ નહિ પરંતુ તે 80 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી પણ બની ગઈ હતી.રતિ અગ્નિહોત્રીનો જન્મ મુંબઇમાં રહેતા એક પંજાબી પરિવારમાં થયો હતો.આ પાછી તેમનો પરિવાર ચેન્નાઈ શહેરમાં ગયો હતો.

આ અભિનેત્રી નાનપણથી જ અભિનયમાં વધારે રસ રાખતી હતી.આવી જ રીતે શાળામાં એક સ્ટેજ શોમાં ભાગ લીધો હતો.એક સમયે સાઉથના ડિરેક્ટરની રતિ પડી હતી.રતિનો અભિનય અને સુંદરતા જોઈને તેણે રતિને તેની ફિલ્મમાં લઈ લીધી.જ્યારે રતિને પહેલીવાર અભિનય કરવાની તક મળી ત્યારે તેની ઉંમર માત્ર સોળ વર્ષની હતી.

તેમની પહેલી ફિલ્મ વર્થીયા પૂર્ગુલ 1979 માં રિલીઝ થઈ.આ ફિલ્મ પછી રતિએ ખૂબ પ્રસિદ્ધિ મેળવી અને 3 વર્ષમાં 32 તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો.તે પછી જ તેણે હિન્દી ફિલ્મોમાં પગલું ભર્યું અને અહીં પણ સફળતા મેળવી.આ અભિનેત્રી રતિએ ઘણી ફિલ્મોમાં સારું કામ કર્યું હતું.એવું કહેવામાં આવે છે કે આજે આ અભિનેત્રી રતિ તેની બહેન અનિતા અગ્નિહોત્રી સાથે લાઈમલાઈટથી દૂર પોલેન્ડમાં રહે છે.

પરંતુ તે હંમેશાં તેની ફિલ્મો અને અંગત જીવનને કારણે ચર્ચામાં રહી છે.કેટલાક અહેવાલોમાં એવું પણ જાણવા મળ્યું છે કે રતિ અગ્નિહોત્રીના સંજય દત્ત સાથેના પ્રેમસંબંધમાં હતી.સંજય અને રતિએ મેરા ફૈઝલ,જોની આઈ લવ યુ અને મેં આવારા હૂન જેવી ફિલ્મોમાં સાથે રોમાંસ કર્યો હતો.તે દરમિયાન એવા સમાચારો સામે આવ્યા હતા કે આ બંનેની પ્રેમ છે.

સંજયે એક વખત પોતાના ઇન્ટરવ્યુમાં રતિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.આ સાથે જ આ અભિનેત્રીએ પણ સ્વીકાર્યું કે તે સંજય દત્તને પ્રેમ કરે છે અને એટલું જ નહીં સંજય પણ તેના જીવનનો પહેલો પ્રેમ છે.તમને જણાવી દઈએ કે આ બંને વચ્ચે એટલો પ્રેમ હતો કે તેમની વાતો લગ્ન સુધી પહોંચી ગઈ હતી.પરંતુ તે સમયે સંજયના જીવનમાં રતિ કરતાં કંઇક અગત્યનું હતું,અને તે ડ્રગ્સનું વ્યસન હતું.

સંજય ડ્રગ્સમાં ડૂબી રહ્યો હતો અને બીજી તરફ રતિ તેનાથી દૂર થવા લાગી હતી.સંજય દત્ત પછી રતિનું નામ ઉદ્યોગપતિ અને આર્કિટેક્ટ અનિલ વિરમાની સાથે સંકળાયેલું હતું.તેણે 1985 માં તેની સાથે લગ્ન કર્યા.પરંતુ તેમનું લગ્ન જીવન વધારે સમય સાથ આપી શક્યું ન હતું.આશરે 2015 માં રતિએ તેના પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *