બોલીવૂડ અને હોલીવૂડના સિતારાઓને બોડીગાર્ડ આપીને દરવર્ષે કમાય છે આટલા કરોડ રુપયા……..

Uncategorized

દરેક વ્યક્તિ હમેશા બોલીવુડ સ્ટાર્સની જીવનશૈલી વધારે પસંદ કરતા હોય છે,કારણ કે તેમની જીવનશૈલી ઘણી ભવ્ય અને જાણીતી રહેલી હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો બોલીવૂડમાં ઘણા સ્ટાર્સ રહેલા છે જે પોતાના અભિનય અને પોતાની ભવ્ય જીવનશૈલી માટે જાણીતા અને ચર્ચામાં રહ્યા છે.

પરંતુ બોલીવૂડમાં આટલી સફળતા અને વધારે ઓળખ ઉભી કરવા માટે વધારે મહેનત કરવી પડતી હોય છે.સામાન્ય રીતે એવું પણ કહી શકાય છે કે દરેક વ્યક્તિ વધારે ખ્યાતિ મેળવવા માંગે છે.પરંતુ ત્યાં પહોંચવું બધા માટે સરળ રહ્યું નથી.તમને જણાવી દઈએ કે આજે કેટલાક સ્ટાર્સ વધારે જાણીતા રહ્યા છે પરંતુ તે તેમનું મહેનતનું પરિણામ પણ કહી શકાય છે.

આવી જ રીતે જાણીતા અભિનેતા રોનિત રોયની વાત કરવામાં આવે તો તે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પણ જોવા મળ્યા છે..તે પોતાના અભિનય ઉપરાંત અન્ય બાબતે પણ વધારે જાણીતા રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે આજે રોનિત રોય બોલિવૂડ અને હોલીવુડ સ્ટાર્સને પ્રોટેક્શન આપીને કરોડો કમાઈ રહ્યા છે.

ખાસ કરીને તમે જોયું હશે કે જ્યારે બોલિવૂડ સ્ટાર્સ બહાર નીકળે છે ત્યારે તેમની આજુબાજુ ઘણા બોડીગાર્ડ્સ જોવા મળતા હોય છે.જયારે આ બોડીગાર્ડ્સ આવા દરેક સ્ટાર્સની સારી સંભાળ રાખતા હોય છે.સામાન્ય રીતે જાણીતા અભિનેતા સલમાન ખાનની વાત કરવામાં આવે તો તેનો બોડીગાર્ડ શેરા રહ્યો છે,જે દરેક વ્યક્તિ જાણે છે.

આવી જ રીતે રોનિત રોય શાહરૂખ ખાનથી લઈને કેટરીના કૈફ સુધીની મોટા મોટા ફિલ્મ સ્ટારની સુરક્ષા માટે બોડીગાર્ડ્સની સેવા આપી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે રોનિત રોય પોતાની સુરક્ષા એજન્સી ચલાવે છે.માટે એવું કહી શકાય છે કે તે આજે દરેક સ્ટાર્સ માટે સલામતીની કામગીરી કરી રહ્યા છે.આ અભિનેતા ફિલ્મો ઉપરાંત સુરક્ષા એજન્સીનો પણ માલિક રહ્યો છે.

આજે રોનીત રોયે ઘણા બધા સ્ટાર્સની સુરક્ષાની જવાબદારી તેના ખભા પર લીધી છે.પરંતુ રોનિતને આજે જ્યાં પહોંચ્યો ત્યાં પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી છે.તમને જણાવી દઈએ કે એક સમય હતો જ્યારે રોનિત હોટલમાં ડીશ ધોતો હતો.આટલું જ નહિ પરંતુ તેમના સપના હમેશા ઊંચા રહ્યા હતા.તે પહેલાથી જ અભિનેતા બનવા માંગતા હતા.

આખરે પોતાના સપના પૂર્ણ કરવા માટે આ અભિનેતા પોતાનું ઘર છોડીને મુંબઇ આવી ગયા હતા.પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે અભિનેતા સુધીની સફળતા પ્રાપ્ત કરવી ઘણી મુશ્કેલ હોય છે.આ સમયે તેમની પાસે પૈસા પણ ન હોવાથી મુંબઇની હોટલમાં મેનેજમેન્ટ તરીકે નોકરી કરવા લાગ્યા હતા.આટલું જ નહિ પરંતુ સમય સમય પર હોટલમાં ડીશ ધોવાનું પણ કામ કરતા હતા.

પરંતુ આજે તેમની ઓળખ ઘણી અલગ બની ગઈ છે.આજે અભિનેતાના રૂપમાં કરોડો લોકોના દિલોમાં રાજ કરી રહ્યા છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે ચોક્કસ રીતે મહેનત કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે.આવી જ રીતે રોનિત રાયનું નસીબ પણ ચમક્યું હતું.એવું કહેવામાં આવે છે કે રોનીત રોયનું અભિનેતા બનવાનું સપનું આશરે 1999 માં પૂરું થયું હતું.

તમને જણાવી દઈએ કે આ અભિનેતા પ્રથમ ફિલ્મ જાન તેરે નામમાં જોવા મળ્યા હતા.પરંતુ તેમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા ન હતા.પરંતુ જ્યારે તેણે ટીવીની દુનિયામાં પગ મૂક્યો ત્યારે તેનું નસીબ સંપૂર્ણપણે બદલાઈ ગયું.ટીવી જગતમાં સારું નામ મળ્યું તે પછી ફિલ્મોમાં પણ વધારે સફળ થવા લાગ્યા હતા.આજે પોતાની સુરક્ષા એજન્સી પણ ચલાવી રહ્યા છે.આજે કરોડોની આવક મેળવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *