બોલીવૂડ અભિનેતા કાર્તિક આર્યન આ ફેમસ અભિનેત્રીના પ્રેમમાં છે પાગલ,વિશ્વાસ ના હોય તો જાણીલો નામ……

Boliwood

બોલીવૂડમાં પ્રેમ સબંધો ઘણા સામાન્ય માનવામાં આવે છે,કારણ કે અહી જેટલા જલ્દી સબંધો રચાયા છે તેવી જ રીતે જલ્દી સબંધોનો અંત પણ આવતો જોવા મળતો હોય છે.આવા તો ઘણા સ્ટાર્સ છે જે હમેશા પોતાના પ્રેમ અફેરને લઈને ચર્ચામાં જોવા મળતા હોય છે.આટલું જ નહિ પરંતુ ઘણીવાર તેમની કેટલીક તસવીરો પણ એકસાથે સોસીયલ મીડિયા પર જોવા મળતી હોય છે.

આવી સ્થિતિમાં જો બોલિવૂડના ચાર્મિંગ બોય તરીકે ઓળખાતા અભિનેતા કાર્તિક આર્યનની વાત કરવામાં આવે તો તે હમેશા પોતાની અનોખી ફિલ્મો માટે વધારે ચર્ચામાં આવતા રહ્યા છે.પરંતુ હાલમાં તે પોતાના પ્રેમ અફેરોને લઈને અચાનક ચર્ચામાં આવી રહ્યા છે.કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે તે તાજેતરમાં ગોવામાં ફિલ્મ દોસ્તાના 2 ના શૂટિંગમાં વ્યસ્ત છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં તેમની સાથે જ્હાનવી કપૂર પણ જોવા મળી શેક છે.આજે તમને તેમની ફિલ્મો નહિ પરંતુ તેમની ફિલ્મો સેટ પરથી વાયરલ થઇ રહેલી અમુક તસવીરો વિશે જણાવી રહ્યા છીએ.તમને જણાવી દઈએ કે કાર્તિક અને જ્હાનવીનાં શૂટિંગ સેટથી અમુક તસ્વીરો હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહી છે.

વાયરલ થયેલી આ દરેક તસવીરો હાલમાં તેમના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.જેમાં એવું જોવા મળી રહ્યું છે કે આ બને કલાકારો એકબીજાની સાથે મસ્તી કરતા હોય તેવું સામે આવ્યું છે.એક ફોટામાં જ્હાનવી બાઈક પર પણ તેમની સાથે જોવા મળી છે.જે આજે ચર્ચાનો વિષય બની ગયો છે.એવું કહેવામાં આવે છે કે હાલમાં શૂટિંગના ફ્રી સમયમાં તે બંને બાઇક રાઈડની મઝા લઇ રહ્યા છે.

આ દરમિયાન કાર્તિક અને જ્હાનવીએ કોરોનાનાં પ્રોટોકોલને ફોલો કરતા માસ્ક પહેરી રાખ્યું છે.આટલું જ નહિ પરંતુ તે રોમેન્ટિક મૂડમાં પણ જોવા મળી રહ્યા છે.આવી સ્થિતિમાં બીજી બાજુ સોશિયલ મીડિયા પર તેમના રિલેશનશિપના કેટલાક કિસ્સાઓ ઉભા થવા લાગ્યા છે.તેની સાથે વાયરલ થયેલ એક તસ્વીરમાં કાર્તિક આર્યન એક ફેન્સની સાથે સેલ્ફી લઇ રહેલ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા તસ્વીરોથી કેટલાક સવાલો ઉભા થવા લાગ્યા છે,જેમાં ઘણા લોકો એવું પણ જણાવી રહ્યા છે કે હાલમાં તે બને એકબીજાને ડેટ કરવા લાગ્યા છે.પરંતુ તે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે તે કહેવું ઘણું મુશ્કેલ છે.તમને જણાવી દઈએ કે કાર્તિક અને જ્હાનવી ફિલ્મ દોસ્તાના 2 માં એકબીજા સાથે રોમાન્સ કરતા નજર આવશે.

આ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ કરી રહ્યા છે.જયારે હવે આ ફિલ્મની રાહ દર્શકો આતુરતાથી જોઈ રહ્યા છે.કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ એવું પણ કહેવામાં આવે છે કે હાલમાં આ બંને કલાકારો શૂટિંગ દરમિયાન એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા છે.જયારે હાલમાં તેમની ચર્ચાઓ પણ થવા લાગી છે.જયારે બીજી બાજુ કાર્તિક અને સારા અલી ખાન સાથે બ્રેકઅપના પણ કેટલાક કિસ્સાઓ ઉભા થાય છે.

એવું કહેવામાં આવે છે કે સારા અલી ખાન કાર્તિક આર્યનનાં પ્રેમમાં પાગલ હતી.એક વખત તો તેમણે કોફી વિથ કરણમાં કાર્તિકને ડેટ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.ત્યારબાદ બંને એકબીજા સાથે એક ફિલ્મ કરી અને તે દરમિયાન બંનેનું અફેર પણ થયું હતું.સારા અલી ખાન સિવાય કાર્તિક આર્યનનું નામ અનન્યા પાંડે સાથે પણ જોડાઇ ચુક્યુ છે.બંને ફિલ્મ પતિપત્ની ઔર વો માં પણ જોવા મળ્યા હતા.પરંતુ હાલમાં તેમના આ નવા અફેરની ચર્ચાઓ વધારે થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *