ભગવાન આવો પતિ કોઈને ન આપે: પતિએ 8 મહિનાની ગર્ભવતી પત્નીની એવી રીતે કરી હત્યા કે જાણીને તમારા હોશ ઉડી જશે………..

India

દેશમાં દિવસે દિવસે ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.જયારે ગુનેગારો પણ હવે વધારે બેફામ થતા જોવા મળી રહ્યા છે.જયારે વધતા ગુનાઓ ખાસ કરીને મહિલાઓ સાથે વધારે જોવા મળી રહ્યા છે જેમાં કોઈને કોઈ પ્રકારે શારીરિક-માનશીક ત્રાશ અને હત્યા જેવા કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે.આજે હત્યા સાથે જોડાયેલો કિસ્સો ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે જેમાં બધી મર્યાદાઓ પાર થઇ ગઈ હોય તેવું જોવા મળ્યું છે.

અહેવાલ મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમ રહેતા એક પતિએ હેવાનિયતની દરેક હદ વટાવી છે.કારણ કે પતિએ પોતાની ગર્ભવતી પત્નીને ઢોર માર મારીને પત્નીના ગુપ્તાંગ ઉપર હથોડાથી જોર જોરથી ફટકા પણ માર્યા હોવાનું સામે આવ્યું છે.જયારે પતિએ આવું કર્યું ત્યારે ગર્ભવતી પત્નીને ગંભીર ઈજાઓ થઇ હતી.જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.પરંતુ આખરે તેનું ત્યાં મોત નીપજ્યું હતું.

કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બધું વધારે દહેજની લાલચમાં કરવામાં આવ્યું છે,વધારે દહેજ લેવા માટે પતિ વારંવાર પત્નીને ત્રાસ આપતો હતો.તમને જણાવી દઈએ કે તે વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન બાજુના ગામના એક યુવક સાથે થયા હતા.અને આ લગ્ન આશરે ત્રણ વર્ષ પહેલા થયા હતા.જયારે યુવતીના લગ્ન સમયે યુવતીના પિતાએ પોતાની શક્તિ મુજબનું દહેજ આપ્યું હતું.

એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નના થોડા સમય સુધી પતિ પત્નીને સારી રીતે રાખતો હતો.આ પછી પતિ વધારે દહેજની માંગણી કરવા લાગ્યો હતો.આ સાથે મહિલાને પણ હેરાન કરવા લાગ્યો હતો.જ્યરે ઘણીવાર એકબીજા સાથે ઘણી સમજૂતીઓ પણ થઈ હતી.પરંતુ પતિની માંગ દિવસે દિવસે વધી રહી હતી.જયારે આ ઝઘડાઓ વચ્ચે તેમની પત્ની આઠ મહિનાની ગર્ભવતી થઈ હતી.

આખરે ગત દિવસે પતિ વધારે ગુસ્સે થઇ પત્નીને પૂજાને ઢોર માર માર્યો હતો.જયારે તેને આનાથી સંતોષ ન થયો તો પોતાની ગર્ભવતિ પત્નીના ગુપ્તાંગ ઉપર હથોડાથી પ્રહારો પણ કર્યો હતો.પતિની હેવાનીયતથી હદ વટાવતા ગર્ભવતી પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી,જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.પરંતુ તે વધારે જીવી નહિ,અંતે તેનું મોત થયું હતું.

આ સમગ્ર ઘટના પછી યુવતીના પિતાએ આખરે પતિ અને તેના પરિવાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ પછી પોલીસે પણ લાશનો પોશમોર્ટમ કરીને વધારાની કામગીરી હાથ ધરી હતી.હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પતિ આ ઘટના પછી ફરાર થઇ ગયો છે,જેથી પોલીસ તેની તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *