ભગવાન કોઈના સાથે આવું ના કરે,માં વગરની બે દીકરીઓના પિતાનું થયું કોરોનાના કારણે નિધન,તો બે દીકરીઓને ………….

Gujarat

દેશના દરેક રાજ્યો હવે કોરોનાના વધતા કહેરથી પરેશાન થઇ ગયા છે.આટલું જ નહિ પરંતુ કોરોનને કારણે લોકોની જીવન પણ ઠપ થઇ ગયું.જયારે કેટલાક એવા પણ પરિવારો છે જે પોતાના વડીલો,ભાઈ-બહેન કે માતાને ગુમાવી ચુક્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં રાજ્યમાં કોરોનાનો મૃત્યુ આંક યથાવત જોવા મળી રહ્યો છે.

કોરોના કેસોમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે.મોટા શહેરો ઉપરાંત હવે કોરોના ગામડાઓમાં પણ હાહાકાર મચાવી રહ્યો છે.તમને જણાવી દઈએ કે હોટસ્પોટ બનેલા મહુવા તાલુકામાં એક મહિનામાં આશરે 7૦૦ થી પણ વધારે કોરોનાના કિસો નોંધાઈ ગયા છે.આટલું જ નહિ પરંતુ તે તાલુકાના ગામોમાં આશરે 30 દિવસમાં 10૦ થી પણ વધારે લોકોના મોત થઇ ગયા છે.

આવું જ તે તાલુકાનું એક ગામ છે જ્યાંનું વાતાવરણ માતમમાં ફેરવાઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે.મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે એક મહિનામાં 35 થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.જયારે એક પરિવારમાં રહેતા દરેક સભ્યો કોરોનાની જપેટમાં આવીને તેમના મોત થયા હતા.જેથી એવી સ્થિતિ ઉભી થઇ કે ઘરમાં કોઈ સભ્ય ન હોવાથી ઘરને તાળું મારવાની નોબત આવી હતી.

જ્યરે એવું કહેવામાં આવે છે કે માતા વિહોણી બે દીકરીઓના પિતાનું પણ કોરોનામાં અવસાન થતાં બન્ને બહેનો આજે કાકાની છત્રછાયા નીચે જીવી રહી છે.એક મહિનામાં આટલી મોટી સંખ્યામાં મોત થતા વહીવટી તંત્ર પણ દોડતું થઇ ગયું હતું.જયારે આરોગ્ય વિભાગની ટીમે પણ ઘરે ઘરે જઈ રેપીડ ટેસ્ટ સાથે દવાઓ વિતરણ અને વેકસીનેશન સહિતની કામ ગીરી કરવામાં આવી રહી છે.

ગામના દરેક લોકોને કોરોના સામે રાખવાની સાવચેતી બાબતે ગ્રામજનોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.મહુવા તાલુકામાં વધતા સંક્રમણને અટકાવવા આરોગ્ય ટિમ સતત કામે લગાવવામાં આવી છે.આટલું જ નહિ પરંતુ ટેસ્ટિંગની કામગીરી પણ વધારવામાં આવી છે.જયારે કોવિડ કેર હોસ્પિટલોની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રીએ તમામ પરિવારોના મદદે સરકાર ઉભી રહેશે તેવું જણાવ્યું હતું.

આવી વધતી કોરોનાની ગંભીર સ્થિતિને જોઇને મહુવા તાલુકાના લોકો આરોગ્ય વિભાગ અને સરકાર પાસે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.જેથી સમયસર કોરોના દર્દીને સારવાર મળી શકે અને દર્દીનો જીવ બચી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *