ભગવાન શિવને ચડાવવામાં આવતું આ ફળ અમૃતથી ઓછુ નથી,શરીરની આ મોટી બીમારીઓને કરે છે દુર…..

Health

પ્રાચીન સમયથી કેટલાક ફળો અને છોડોના કેટલાક નાના નાના ફળો પણ આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી સાબિત થતા આવ્યા છે.આજના સમયમાં પણ ઘણા લોકો આયુર્વેદિક ઉપાયો કરતા હોય છે,જેની અસર ઘણી ધીમી હોય છે,પરંતુ તે ચોક્કસ રીતે લાભ આપતા હોય છે.આપણી આસપાસ આવા ઘણા ફળો,છોડ અને ઝાડ આવેલા છે જે ધાર્મિક મહત્વ તો ધરાવે છે,પરંતુ તેની સાથે સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવ્યા છે.

આજે તમને આવા એક ફળ વિશે જણાવી રહ્યા છીએ,જે ધાર્મિક રીતે તો તેનું ઘણું મહત્વ રહેલું,પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઘણું ઉપયોગી સાબિત થઇ શકે છે.તમે ઘણીવાર જોયું હશે કે મહાદેવને ધતુરો પણ અર્પણ કરવામાં આવતો હોય છે.એવું કહેવામાં આવે છે કે આ છોડ એક જંગલી પ્રજાતિનો છોડ છે.

ખાસ કરીને આ છોડનું ફળ ભગવાન શિવને ભોગ તરીકે ચડાવવામાં આવે છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે ધતુરો ભગવાન શિવને ખૂબ પ્રિય છે.તે ધાર્મિક રીતે મહત્વ ધરાવે છે તેવી જ રીતે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.તમને જણાવી દઈએ કે તેનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવાઓ બનાવવા માટે વધારે પડતો થાય છે.

તમને જણાવી દઈએ કે ધતુરો ખાસ કરીને આયુર્વેદમાં ઝેર સમાન માનવામાં આવે છે.જો કોઈ જાણકારી વગર તેનું ભૂલથી પણ સેવન કરવામાં આવે તો વ્યક્તિ પોતાની જીવ ગુમાવી શકે છે.માટે તેનો ઉપયોગ પણ જાણવો ખબૂ જરૂરી છે.એવું કહેવામાં આવે છે કે તે શરીરના વિવિધ રોગોને મટાડવાની ક્ષમતા ધરાવે છે.આવી સ્થિતિમાં આજે તમને તેના કેટલાક લાભ જણાવી રહ્યા છીએ…

ટાલને દૂર કરે –

એવું કહેવામાં આવે છે કે ધતુરાના બીજ તે મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે જેમણે વાળની વધારે સમસ્યા જોવા મળી રહી છે.આ માટે ધતુરા તેલ કાઢીને માથામાં પડેલી ટાલ પર લગાવવામાં આવે તો થોડા જ દિવસોમાં વાળ આવતા જોવા મળી શકે છે.

ખરતા વાળ અને ડેન્ડ્રફની સમસ્યા દૂર કરવા –

ઘણા લોકોને વાળ ખરવા અથવા ડેન્ડ્રફની સમસ્યાથી વધારે થતી જોવા મળતી હોય છે.આવી સ્થિતિમાં જો ધતુરા ફળનો રસ થોડો સમય વાળમાં રાખવામાં આવે અને પછી વાળ સાફ પાણીથી ધોઈ લેવામાં આવે તો થોડા દિવસોમાં તમારા વાદની આ સમસ્યા ઓછી થવા લાગે છે.આટલું જ નહિ પરંતુ આ તમારા વાળને મજબુત પણ કરે છે.

સાંધાની પીડા દૂર કરે –

તમને જણાવી દઈએ કે ધતુરા સંધિવાથી પીડિત લોકો માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.એવું કહેવામાં આવે છે કે જ્યાં દુખાવો થઇ રહ્યો છે ત્યાં ધતુર ફળનો રસ કાઢીને તેને તલના તેલમાં ઉમેરીને આ તેલથી માલિશ કરવામાં આવે તો દુખાવો ઓછો થવા લાગે છે.આ ઉપરાંત તે ભાગમાં ધતુરાનું પાન બાંધવામાં આવે તો પણ લાભ થાય છે.

ઘા ને દૂર કરવા –

એવું કહેવામાં આવે છે કે ધતુરાના પાનનો લેપ બનાવવામાં આવે અને તેને ચેપગ્રસ્ત ઘા પર લગાડવામાં આવે તો ઘા ખૂબ જલ્દી મટે છે.આ ઉપરાંત તે ઘા માં કોઈ વધારે બીજી સમસ્યા ઉભી થતી નથી,પરંતુ ધ્યાનમાં રહે કે જો ઘા વધારે છે તો તમારે તબીબી સારવાર પહેલા લેવી જોઈએ.નહિ તો તમારી સમસ્યામાં વધારો થઇ શકે છે.

સોજો દૂર કરવામાં મદદ કરે –

ઘણીવાર કોઈ કારણથી શરીરના કોઈ પણ ભાગમાં સોજો આવેલો જોવા મળતો હોય છે.આવી સ્થિતિમાં તેમાં દુખાવો પણ જોવા મળતો હોય છે.પરંતુ જો તમને આવું થઇ રહ્યું છે તો તમારે ધતુરાના પાનને હળવાથી ગરમ કરો અને તેને સોજોવાળા વિસ્તાર પર બાંધી દો.એવું કહેવામાં આવે છે કે આ કરવાથી સોજો ઘણો જલ્દી દૂર થવા લાગે છે,અને રાહત મળતી જોવા મળે છે.

ધ્યાનમાં રાખવાની જરૂરી બાબતો –

તમને જણાવી દઈએ કે ધતુરામાં ઘણા ફાયદાકારક ઔષધીય ગુણધર્મો જોવા મળે છે,પરંતુ તે તેમાં વધારે ઝેર પણ રહેલી છે.માટે આનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ.નહિ તપ તમે ઘણી મુશ્કેલીમાં આવી શકો છો.આનો ઉપયોગ ખાલી બાહ્ય ઉપાય માંતેર કરવો.તેમાં પણ તેના ઉપયોગ પછી હાથને સાફ પાણીથી ધોવા પણ જોઈએ.જરૂર હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો,જાણકારી વગર ઉપયોગ ન કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *