ભાડાના ઘરમાં ત્રણ મિત્રોએ ખરીદ્યો સોફો અને તેમાંથી નીકળી એવી વસ્તુ કે બની ગયા કરોડપતિ…..

Uncategorized

દરેક વ્યક્તિ સાથે જીવનમાં સારી અને ખરાબ ઘટનાઓ જરૂર બનતી જોવા મળે છે.પરંતુ કઈ ઘટના ક્યારે અને કેવી રીતે બનશે તે કોઈ ચોક્કસ રીતે જણાતું નથી.પરંતુ અમુક સમયે એવી પણ ઘટનાઓ બનતી હોય છે કે વ્યક્તિનું ભાગ્ય અચાનક જ બદલાઈ જતું હોય છે.એવું પણ કહી શકાય છે કે વ્યક્તિ રાતમાં ધનિક પણ થઇ જતો હોય છે.કેટલાક લોકો અચાનક વૈભવીઓનો આનંદ માણવા લાગી જાય છે.

તમને જણાવી દઈએ કે આજે એવી જ એક ઘટના અમેરિકાના એક શહેરમાંથી સામે આવી છે,જેમાં એક રૂમમાં 3 કોલેજના મિત્રો સાથે રહેતા હતા.અને આ સમગ્ર ઘટના તેમની સાથે બની છે.એવું કહેવામાં આવે છે કે એક જુના સોફાએ તેમનું જીવન બદલી નાખ્યું હતું.હવે સામાન્ય રીતે જોવામાં આવે તો જયારે પણ ભાડે રહેતા હોય ત્યારે અમુક જરૂરી વસ્તુની માંગ રહેતી હોય છે.

આવી જ રીતે આ ત્રણ મિત્રો પણ એક સમયે સેકન્ડ હેન્ડ સોફા ઘરમાં લઇ આવ્યા હતા.પરંતુ ક્યારેય વિચાર્યું ન હતું કે આ જૂના સોફામાં કંઇક છુપાયેલું છે,જે તેના જીવનને હંમેશ માટે બદલી શકે છે.તમને જણાવી દઈએ કે ત્રણેય વિદ્યાર્થીઓ હતા અને ત્રણેય સાથે માંડીને એક ભાડાના મકાન રહેતા હતા.જયારે થોડા પૈસા આવ્યા ત્યારે સેકન્ડ હેન્ડ સોફા લઇ આવ્યા હતા.

પરંતુ એવું કહેવામાં આવે છે કે આ સોફા તેના માટે સામાન્ય સોફા હતો,જે તેમના માટે આરામનું સાધન હતું,પરંતુ આ લોકો જાણતા ન હતા કે આ તેમનું જીવન બદલવા જઈ રહ્યું છે.થોડા દિવસ પહેલા ત્રણેય પોતાના જુના સોફા પર બેસીને ટીવી જોતા હતા,તે દરમિયાન તેમને કંઈક અજુગતું લાગ્યું,આવી સ્થિતિમાં સોફાની એક બાજુ કંઈક હોય એવું લાગ્યું હતું.

આવી સ્થિતિમાં તેઓએ સોફાનું ગાદલું કાઢી નાખ્યું અને અંદર જે જોવા મળ્યું તે જોઇને તેમની આંખો પહોળી થઈ ગઈ હતી.તમને જણાવી દઈએ કે તેમાંથી એક પરબિડીયું મળ્યું હતું.જેમાં આશરે 1000 ડોલર ભરેલા હતા.આટલું જ નહિ પરંતુ અન્ય ઘણાં પરબિડીયાઓ મળી આવ્યા હતા.કુલ પૈસાની ગણતરી કર્યા પછી,તે મળી આવ્યું તે જૂનો સેકન્ડ હેન્ડ સોફા આશરે 41 હજાર ડોલરનો હતો.જેને લગભગ 29 લાખ રૂપિયા જેવી રકમ મળી હતી.

અચાનક મળેલા આટલા પૈસાથી ત્રણેય મિત્રોને એવું લાગ્યું કે જાણે તેઓ સપનામાં આવી ગયા છે.આ પછી તેઓએ તે પરબિડીયામાં એક બેંકની ડિપોઝિટ સ્લિપ પણ જોઇ હતી,જેનો અર્થ એ હતો કે જેની પાસે આ બધા પૈસા છે,તેણે તેને બેંકમાં જમા કરાવવાનું રાખ્યું હતું અને તમે આ સાંભળીને વધુ આશ્ચર્ય પામ્યા હતા.પરંતુ આ ત્રણેય વિદ્યાર્થીઓએ કોઈપણ લોભ વિના એક સાથે નિર્ણય કર્યો કે જેના આ પૈસા છે તેને પરત કરવામાં આવશે.

આ પછી તો બેંકના સ્લિપ દ્વારા મૂળ માલિકની શોધ કરવામાં આવી હતી.જ્યારે ત્રણેય સરનામે પહોંચ્યા ત્યારે તે એક ખંડેર જેવું ઘર હતું ત્યાં એક વૃદ્ધ મહિલા જોવા મળી હતી.થોડીવાર પછી ખબર પડી કે આ પૈસા તે જ વૃદ્ધ મહિલાના પતિના છે.મહિલાએ જણાવ્યું કે આ પૈસા તેના પતિની નિવૃત્તિ માટે છે અને તેના મૃત્યુ પછી તે બેંકમાં જમા કરાવવાની હતી.

પરંતુ તે સમયે કોઈ કારણસર તેણે તેને સોફામાં છુપાવી દીધું હતું.પરંતુ થોડા સમય પછી તે મહિલાના બાળકોએ કોઈ પણ જાણ કાર્ય વગર સોફા વેચી દીધા હતા.જયારે પૈસા પણ તે સોફામાં ચાલ્યા ગયા હતા.જોકે ત્રણેય વિદ્યાર્થીઓએ તે મહિલાને પૈસા પરત કાર્ય હતા.આ જોઇને મહિલા પણ ઘણી ખુશ થઇ ગઈ હતી.અને તેમના કામના બદલે તેમને 1 હજાર ડોલર પણ આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *