ભાડાના મકાનમાં રહેતી હતી યુવતીને પાછળથી આવ્યો મકાન માલિકનો પુત્ર પછી યુવતી સાથે કર્યું એવું કે જાણીને આંખો પહોળી થઇ જશે………

Gujarat

ગુજરાત જેવા રાજ્યમાં પણ હવે મહિલાઓ સાથે અડપલા થઇ રહ્યા હોય તેવા ઘણા કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે.અમુક તો એવા કિસ્સાઓ હોય છે જે મહિલાઓના મનમાં એક ડર ઉભો કરે છે.તમને જણાવી દઈએ કે આજે રાજ્યમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે ઘણો શરમજનક રહ્યો છે.આ કિસ્સામાં એક ગર્ભવતી મહિલા સાથે છેડતી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ એવું સામે આવ્યું છે કે મહિલા પોતાના ઘરમાં સૂતી હતી ત્યારે મકાન માલિકનો પુત્ર ઘરમાં ઘુસી ગયો હતો.આટલું જ નહિ પરંતુ પરિણીત યુવતીને એવું કહેવા લાગ્યો કે તમે ઘણા સુંદર છો,અને હું તમને ઘણો પ્રેમ કરું છુ.આવું કહીને મહિલાની છેડતી કરી હતી.તમને જણાવી દઈએ કે મકાનની એક બારીની ચાવી મકાન માલિક પાસે હતી.

મકાન માલિક પાસે ચાવી હોવાથી તે ઘરની એક બારીમાંથી ઘરમાં ઘૂસ્યો હતો.હાલમાં આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હોવાથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.એવું કહેવામાં આવે છે કે આ મહિલા આશરે 25 વર્ષીય અને પરિણીત છે.જે છેલ્લા છ મહિનાથી પતિ સાથે તે વિસ્તારના કે મકાનમાં ભાડે રહે છે.

જયારે એવું પણ સામે આવ્યું છે કે તેના પરિવારમાં તેનો પતિ અને પાંચ વર્ષનો એક પુત્ર છે.જયારે મહિલાનો પતિ મજુરી કામ કરે છે.જયારે મહિલા હાલમાં આશરે ત્રણ માસનો ગર્ભ ધરાવે છે.જયારે ગત્ત દિવસે મહિલા બપોરે ઘરની બાજુમાં આવેલા લીમડાના ઝાડ નીચે સુતી હતી,પરંતુ વધારે ગરમી હોવાથી તે ઘરમાં સૂવા માટે ગઈ હતી.

ઘરમાં મહિલા ઊંઘી રહી હતી ત્યારે ઘરનો આગળનો દરવાજો ખુલ્લો હતો.જયારે ઘરની પાછળ જે બારી આવેલી છે તેને મકાનમાલિક તાળું મારીને રાખ્યું હતું.અને તેની ચાવી પણ મકાન માલિક પાસે જ રહે છે.પરંતુ આ દિવસે મકાન માલિકનો છોકરો પાછળના ભાગે આવેલી બારીનું તાળું ખોલીને ઘરમાં ઘૂસી ગયો હતો.અને આગળનો દરવાજો બંધ કરી દીધો હતો.

અચાનક દરવાજો બંધ થતા મહિલા જાગી ગઈ હતી,આવી સ્થિતિમાં તે આરોપી છોકરાએ મહિલાનો હાથ પકડી લીધો હતો અને પોતે પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતું.આવી સ્થિતિમાં ગભરાયેલી મહિલાએ બૂમાબૂમ કરી હતી.જેથી આરોપી છોકરાએ મહિલાનું મોઢું દબાવી દીધું હતું.અને તરત ત્યાંથી ભાગી ગયો હતો.

મહિલાએ બૂમો પાડી ત્યારે આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા.જયારે સાંજે તેમનો પતિ ઘરે પરત આવ્યો ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી.આવી સ્થિતિમાં તે પતિ સાથે આખરે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *