ભારતના બીજા અંબાણી છે સુનીલ શેટ્ટી,આટલા હજાર કરોડ રૂપિયા છે તેમની પાસે ,જાણીને તમારા પણ ઉડી જશે હોશ…..

Boliwood

બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે હમેશા પોતાના અભિનય માટે જાણીતા રહ્યા છે.જયારે કેટલાક એવા પણ સ્ટાર્સ છે જે હમેશા પોતાના વૈભવી જીવન માટે ચર્ચામાં જોવા મળતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આ કલાકારો ખાસ કરીને ફિલ્મો સાથે તો સંકળાયેલા હોય છે,પરંતુ કેટલાક અન્ય વ્યવસાય સાથે પણ સંકળાયેલા જોવા મળતા હોય છે.

દરેક ફિલ્મી સ્ટાર્સ અનેક ઘણી કમાણી કરતા હોય છે,તેમની પાસે દરેક પ્રકારની સુખ સુવિધાઓ હોય છે.તે હમેશા પોતાનું જીવન વૈભવી રીતે પસાર કરતા હોય છે.આવી સ્થિતિમાં જો બોલીવૂડના જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટીની વાત કરવામાં આવે તો તે પણ એક સફળ અભિનેતા રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તેમણે ઘણી ફિલ્મોમાં સારું કામ કરીને પોતાની એક નવી ઓળખ ઉભી કરી નાખી છે.

હાલમાં આ અભિનેતા ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળે છે,પરંતુ કમાણી વાત કરવામાં આવે તો દરેક સ્ટાર્સ કરતા વધારે કમાણી કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટી પાસે એટલા પૈસા છે કે તમે તેને ભારતનો બીજો અંબાણી કહી શકો.આવી સ્થિતિમાં તેમના ચાહકો એવું પણ જાણવા માંગતા હોય છે કે તે આટલી મોટી રકમ કેવી રીતે મેળવી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીને ભારતનો આર્નોલ્ડ સ્વજનગર કહેવામાં આવે છે.તેની અભિનય ફિલ્મના બાકીના સ્ટાર્સથી તદ્દન અલગ છે.સુનીલ શેટ્ટીએ ધડકન,ટક્કર અને મોહરા જેવી ઘણી હીટ ફિલ્મો આપી છે.સુનીલ શેટ્ટીએ કુલ 110 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની જોરદાર એક્શનથી લોકોને મનોરંજન કર્યું છે.

હાલમાં સુનીલ શેટ્ટી આશરે 56 વર્ષનો છે,તે હિન્દી ફિલ્મો ઉપરાંત મલયાલમ,તમિળ અને અંગ્રેજી ફિલ્મોમાં પણ કામ કરતા જોવા મળતા હોય છે.તમને જણાવી દઈએ કે સુનીલ શેટ્ટી એક સારા અભિનેતા તો છે પરંતુ સાથે સાથે એક સફળ ઉદ્યોગપતિ પણ છે.એવું કહેવામાં આવે છે કે તે ફિલ્મો કરતા બિઝનેસ અને સ્પોર્ટ્સ દ્વારા વધારે કમાણી કરી રહ્યા છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો સુનીલ શેટ્ટીએ ઘણી સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લીધો છે. હાલમાં આ અભિનેતા ફિલ્મોમાં તો નથી જોવા મળતા પરંતુ દર વર્ષે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી રહ્યા છે.તેમની પાસે રેસ્ટરન્ટ્સ તો છે.પરંતુ આ સિવાય સુનીલ શેટ્ટી પોપકોર્ન એન્ટરટેઈનમેન્ટ નામનું એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.જેમાં તે કરોડોની કમાણી કરી રહ્યા છે.

એવું કહેવામાં આવે છે કે સુનીલ શેટ્ટી ફિલ્મોથી દૂર રહીને રમતગમત તરફ આગળ વધ્યા છે.એવું કહેવામાં આવે છે કે તે ક્રિકેટ લીગની ટીમ ખરીદી હતી,જેનો ખુદ તેઓ જ સુકાનીપદે છે.સુનીલ શેટ્ટી રેસ્ટોરન્ટ્સ અને પ્રોડક્શન હાઉસ સિવાય કપડાની બુટિક પણ ચલાવે છે.તમને જણાવી દઈએ કે સુનિલ શેટ્ટીએ જ બોલિવૂડમાં બિઝનેસ કલ્ચરને નવો લુક આપ્યો છે.

સુનીલ શેટ્ટીની સફળતા જોઇને આજે બીજા અન્ય સ્ટાર્સ પણ ફિલ્મો ઉપરાંત અન્ય વ્યવસાય સાથે જોડાવા લાગ્યા છે.એક ઇન્ટરવ્યૂમાં સુનીલ શેટ્ટીએ એવું પણ જણાવ્યું હતું કે તેના પિતા રેસ્ટોરન્ટ્સમાં પ્લેટો સાફ કરવાનું કામ કરતા હતા.પરંતુ આજે તેમના પિતા જે રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા તે સુનીલ શેટ્ટીએ વર્ષ 2013 માં ખરીદી લીધી હતી.આજે તે માલિકી ધરાવે છે.આજે આ અભિનેતા કરોડોના માલિક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *