ભારતીય યુવતીને સોશિયલ એપ પર પાકિસ્તાની યુવક સાથે થયો પ્રેમ પછી તેને પામવા માટે કર્યું એવું કે

Uncategorized

પ્રેમ સાથે જોડાયેલ ઘણા કિસ્સાઓ આપણી સામે આવતા જોવા મળતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો પ્રેમમાં વ્યક્તિ પોતાની દરેક મર્યાદા પાર કરવા માટે તૈયાર થઇ જાય છે.એવું કહેવામાં આવે છે કે પ્રેમમાં કોઈ ઉમર કે રૂપરંગ જોવામાં આવતો નથી.આજે આવી જ પ્રેમ સાથે સંકળાયેલ એક ઘટના સામે આવી છે.

આ ઘટનામાં એવું જાણવા મળ્યું છે કે ઓડિશાની એક એક મહિલાને પાકિસ્તાનના એક યુવક સાથે પ્રેમ થયો હતો.આટલું જ નહિ પરંતુ પોતાના પપ્રેમીની સાથે રહેવા માટે ભારતથી પાકિસ્તાન જવાની તૈયારી કરી લીધી હતી.અને ઘર છોડીને પ્રેમીને મળવા માટે નીકળી ગઈ હતી.એવું કહેવામાં આવે છે કે આ મહિલા પરિણીત છે અને તેનું પાંચ વર્ષનું બાળક પણ છે.

પરંતુ આ મહિલાની પોલીસે પંજાબની બોર્ડર પર પકડી હતી.મળતા અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આ મહિલા મોબાઈલ એપ દ્વારા પાકિસ્તાની યુવકના પ્રેમમાં પડી ગઈ હતી.પહેલા આ એપથી તેમની સારી મિત્રતા થઇ હતી.પાછી ધીરે ધીરે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.જયારે આ યુવક પાકિસ્તાનમાં રહેતો હતો.

મહિલા તેના પ્રેમીના પ્રેમમાં એટલી બધી પાગલ થઇ ગતિ હતી,કે સરહદ પાર કરીને તેના પ્રેમીને મળવા નીકળી ગઈ હતી.જયારે આ મહિલા આશરે પંજાબમાં આવી ત્યારે સરહદ જવાનને અહીં શંકા ગઈ ત્યારે મહિલાને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરવામાં આવી હતી.આ દરમિયાન મહિલાએ ખુલાસો કર્યો કે તે તેના બોયફ્રેન્ડને મળવા પાકિસ્તાન જઈ રહી છે.

મહિલાએ જણાવ્યું કે લોકડાઉન દરમિયાન તેણે મોબાઈલ એક એપ ડાઉનલોડ કરી હતી,જેના દ્વારા તેણે વાત શરૂ કરી હતી.તે પછી બંનેએ વોટ્સએપ પર વાત શરૂ કરી હતી.જયારે બીજી બાજુ મહિલાના પરિવારે આ મહિલા ગુમ થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.મહિલાના પરિવારજનો પણ ચિંતિત હતા.

એવું પણ કહેવામાં આવે છે કે આ મહિલા પાસેથી આશરે 60 ગ્રામ ચાંદીના દાગી અને 25 તોલા સોનાના દાગીના મળ્યા હતા.આખરે મહિલાની વાત સાંભળીને પોલીસે ઓડિશા પોલીસનો સંપર્ક કર્યો.તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ મહિલા થોડા દિવસ પહેલા ગાયબ થયાની માહિતી તેના પતિએ નોંધાવી હતી.આ પાછી પોલીસે તેમના પરિવારને જાણ કરી અને પરિવારના દરેક સભ્યો ત્યાં આવ્યા અને તેને પરત પાછી ઘરે લઇ ગયા હતા.આ સાથે દાગીના પણ પરત કરવામાં આવ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *