ભાવનગરના ચેતન સાકરિયાને ટીમ ઇન્ડીયામાં સ્થાન મળતા માતા-બહેન થયા ભાવુક અને આપી આવી પ્રતિક્રિયા………..

Uncategorized

આજના સમયમાં હવે ક્રિક્રેટની લોકપ્રિયતા દિવસે દિવસે વધારે વધતી જોવા મળી રહી છે,જયારે કેટલાક યુવાનો પણ હવે તેમાં જોડાવા માંગે છે.ખાસ કરીને તમે પણ જોયું હશે કે જયારે પણ IPLની સીઝન ચાલુ થાય છે ત્યારે તેમાં ઘણા ખેલાડીઓના નવા ચહેરા જોવા મળતા હોય છે.એવું કહેવામાં આવે છે કે તેમના માટે આ એક પ્રથમ શરૂઆત હોય છે.

આ ખેલાડીઓ IPLમાં સારું સ્થાન પ્રાપ્ત કરીને તેમને આગળ રમવાની તક મળતી હોય છે.આજે તમને આવા એક ભાવનગરના નાનકડા એવા વરતેજ ગામના ફાસ્ટ બોલર ચેતન સાકરિયા વિશે જણાવી રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે આ ખેલાડી તાજેતરમાં IPLમાં સારું સ્થાન મેળવી ચુક્યો છે.તેમની જોરદાર રમતને કારણે હવે આગામી મહિને શ્રીલંકા ખાતે જનારી ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર તરીકે 15 સભ્યોની ટીમમાં તેમની પસંદગી થઇ હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે આજે તેમની પસંદગીના સમાચાર સાંભળીને તેના પરિવારમાં ખુશીનો માહોલ ઉભો થઇ ગયો છે.એવું કહેવામાં આવે છે કે આ ખેલાડીના સગા નાનાભાઈએ થોડા સમય પહેલા અકાળ કારણોસર આત્મહત્યા કરી લીધી હતી,જયારે બીજી બાજુ તેમના પિતાનું કોરોનાના કારણે અવસાન થયું હતું.આવી સ્થિતિમાં પરિવારની બધી જવાબદારી તેમના પર આવી હતી.

એવું કહેવામાં આવે છે કે સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો,પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું તેના માટે ઘણું મુશ્કેલ હતું.પરંતુ ચેતનના મામાએ પાર્ટટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું.ત્યારથી ચેતને પાછું વળીને જોયું નથી.અને તેને વખતે IPL માં રમવાની તક મળી હતી.

22 વર્ષીય ફાસ્ટ બોલરે આ વખતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઈકોનોમી રેટથી રન આપતાં 12 વિકેટ લીધી હતી.એવું કહેવામાં આવે છે કે ચેતનાના પિતા એક સામાન્ય કામ કરતા હતા.પરંતુ લોકડાઉનના કારણે તેમના ઘરની આર્થિક સ્થિતિ ઘણી કથળી ગઈ હતી.પરંતુ હવે ચેતન આ પરિવાર માટે રાતોરાત આધાર સ્તંભ બની ગયો હોય તેવું સામે આવી રહ્યું છે.

હાલમાં ચેતનાના પરિવારમાં તેમની માતા અને બહેન છે.હવે આ ખેલાડી ભારતીય ટીમમાં સ્થાન મેળવવા જઈ રહ્યો છે.આવી સ્થિતિમાં પરિવાર માટે એક સારા સમાચાર છે.આટલું જ નહિ પરંતુ તેમના ગામમાં હવે તેમના નામની ચર્ચાઓ થવા લાગી છે.તમને જણાવી દઈએ કે ચેતન સાકરીયા ભાવનગરની બી.એમ. હાઈસ્કૂલમાં 11 અને 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો..જયારે પોતે રમતમાં પણ ઘણો હોંશિયાર હોવાથી ચેતન આજે એક મોટો ખેલાડી બની ગયો છે.

ચેતનનું બાળપણ અને ત્યારબાદ ક્રિકેટની રમત માટે તેના મામાના પરિવારે સારી એવી મહેનત કરી છે.જયારે તે આજે પોતાના પરિવાર માટે એક નવું નામ બનાવવા જઈ રહ્યો છે.આ ખેલાડીના મામા એવું જણાવી રહ્યા છે કે જયારે દેશમાં લોકડાઉન જેવી સ્થિતિ હતી ત્યારે ઘણા મેદાનો બંધ પડેલા હતા,પરંતુ ચેતન ફાર્મ હાઉસમાં પીચ બનાવી અને તેમાં લગાતાર મહેનત કરતો રહ્યો હતો.જે પરિવાર માટે ગૌરવરૂપ સાબિત થઇ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *