મંદિરના પુજારીને ગામની યુવતી સાથે બંધાયા સબંધો પછી એક દિવસ અડધી રાત્રે થયું એવું કે…..

Uncategorized

પ્રેમ સાથે સંકળાયેલા ઘણા કિસ્સાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.આટલું જ નહિ પરંતુ કેટલીકવાર એવા પ્રેમના કિસ્સાઓ સામે આવતા હોય છે જે સમાજ માટે એક શરમજનક સાબિત થતા હોય છે.તમને જણાવી દઈએ કે આજે આવો જ એક કિસ્સો અરવલ્લીના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે જે ઘણો જ શરમજનક સાબિત થઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે ત્યાના એક ગામમાં રહેતા મંદિરના પૂજારીએ ત્યાની એક યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી રાખી હતી.આટલું જ નહિ પરંતુ તે પ્રેમિકાને લઈને ફરાર પણ થઈ ગયો હતો.જયારે આ સમગ્ર બાબત અંગે તે વિસ્તારમાં જાણ થઇ ત્યારે તે પંથકમાં હોબાળો મચી ગયો હતો.

એવું કહેવામાં આવે છે કે ગામના મંદિરમાં જ રહી ગામની જ દીકરીને પ્રેમજાળમાં ફસાવીને ગામને શરમજનક કરવાનું કામ કર્યું છે.એવું કહેવામાં આવે છે કે આજથી આશરે અઢી વર્ષ પહેલા તે ગામના તળાવ પર આવેલ માતા,મહાદેવ અને હનુમાન દાદાના મંદીરમાં પૂજા કરવા માટે ગામના લોકોએ એક વ્યક્તિને મંદિરમાં પુજારી તરીકે રાખ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ પુજારીને મહીને આશરે 5 હજાર રૂપિયા પણ આપવામાં આવતા હતા.આટલું જ નહિ પરંતુ ગામના લોકો હમેશા જમવા અને અન્ય સેવા માટે પણ બોલાવતા હતા.પરંતુ એવું કહેવામાં આવે છે કે આ પુજારી ફરિયાદીના ઘરે અવારનવાર આવતોજતો રહેતો હતો.જેમાં એક વર્ષ પહેલા એક ખેડૂતે પોતાના ઘરે પૂજારીને જમવા બોલાવ્યો હતો.

આ પછી તે ઘરમાં તેમની સારી બનતી હોવાથી તે વારંવાર ત્યાં જમવા માટે આવતો હતો.આટલું જ નહિ પરંતુ આ પ્રેમી પૂજારી આશરે તે ઘરમાં ઘણો સમય બેસીને સારી સારી ભક્તિની વાતો પણ કરતો હતો.પરંતુ એકવાર તેમના ઘરની દીકરીનો જન્મ દિવસ હોવાથી તે તળાવના મંદીરના મકાનમાં જન્મ દીવસની ઉજવણી કરી હતી.

આ દરમિયાન આરોપી પૂજારીએ ફરિયાદીની દીકરીને એક ફોન પણ ભેટમાં આપ્યો હતો.જયારે આ ફોન બાબતે પિતાએ દીકરીને પૂછતાં મોબાઈલ ફોન આરોપી પૂજારીએ આપ્યો હોવાનું જણાવ્યું હતું.આવી સ્થિતિમાં દિકરીને ઠપકો આપી મોબાઈલ લઇ લેવામાં આવ્યો હતો.ત્યારબાદ આરોપીને ધમકી આપી તેમના ઘરે આવી તેમની દીકરીને તેની સાથે પરણાવવા માટે રૂપિયાની ઓફર પણ કરી હતી.

આ પછી ગત દિવસોમાં આ પરીવાર સાથે યુવતી ઘરે ઊંઘી હતી.ત્યારે તેજ રાત્રીના દોઢેક વાગે ફરિયાદીના ઘર નજીક આવેલ રોડ ઉપર ઇનોવા ગાડીમાં ફરિયાદીની દીકરીને હાથ પકડીને બેસાડી અપહરણ કરી ફરાર થઈ ગયો હતો.જયારે એવું પણ સામે આવ્યું છે કે આની મદદ માટે ગામના બે યુવાનો પણ સંકળાયેલા છે.

જયારે સવારે આ યુવતી ન મળવાથી પિતાએ પોલીસ સ્ટેશને પોતાની દીકરીને લલચાલી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે અપહરણ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.જયારે પોલીસે પણ આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખી આરોપી અને દીકરીની શોધખોળ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *