મકાન માલિકને કોરોના થતાં હોસ્પિટલમાં હતા, પુત્રીના લગ્નનું કરિયાવર ચોરી જતા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો….

Uncategorized

દેશમાં જ્યારથી કોરોના મહામારી ઉભી થઇ છે ત્યારથી ઘણા લોકો અનેક બાબતે પરેશાન થઇ રહ્યા છે,આટલું જ નહિ પરંતુ આ કોરોનાને કારણે ઘણા લોકોની આર્થિક સ્થિતિ પડી ભાગી છે.જયારે બીજી બાજુ હવે ઘણા રાજ્યોમાં અનેક ગુનાઓ સતત વધતા જોવા મળ્યા છે,જેમ કે ચોરી અને લુંટની ઘટનાઓ તો સતત સમાચારોમાં જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે આવી એક મોટી ચોરી થયેલી ઘટના અંગેની પોલ પોલીસે ઉકેલી દીધી છે.આટલું જ નહિ પરંતુ ચોરી સાથે જોડાયેલ દરેક આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યા છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે હાલમાં પોલીસે ચાર આરોપીઓને પકડ્યા છે.

જયારે પોલીસે વધારે તપાસ કરી હતી ત્યારે એવું સામે આવ્યું હતું કે ચોરી કરનાર પાંચ શખ્સોની ટોળકીએ ધોળકા વિસ્તારના એક બંધ મકાન ધ્યાન પર હાથ સાફ કર્યા હતા.એટલે કે આ ચોરોએ એક વિસ્તારમાં રહેલ બંધ મકાનમાંથી લુંટ કરી હતી.એવું કહેવામાં આવે છે કે આ આરોપીઓ તે વિસ્તારમાં એક જગ્યાએ બેસી રહેતાં હતાં.

આવી સ્થિતિમાં તેમને તે વિસ્તારમાં આવેલ એક મકાન જે પાંચ થી છ દિવસથી બંધ જોવા મળ્યું હતું.આખરે આ ચોરોએ અ બંધ મકાનમાં ચોરી કરવા માટે વિચાર કર્યો હતો.જયારે પાંચ શખ્સોની ટોળકી બંધ મકાનનું તાળું તોડી ઘરમાં રહેલ આશરે 20 હજાર રોકડની ચોરી કરી હતી,આટલું જ નહિ પરંતુ બીજા દિવસે ફરી આ મકાનમાં આવીને સોનાના દાગીના અને વધુ રોકડ મળી આવી હતી.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ ચોરોએ આશરે બેવાર ચોરીમાં 10 લાખની ચોરી કરી હતી.જયારે આ સમગ્ર પૈસા અને દાગીના આ લોકોએ અન્ય વ્યક્તિના ઘરે રાખ્યા હતા.પરંતુ જયારે આ સમગ્ર બાબત અંગે પોલીસને જાણ થઇ હતી,ત્યારે વધારે તપાસ કરી હતી,જેમાં કેટલાક લોકો પર શંકા થઇ હોવાની તેમના પર નજર રાખવામાં આવી હતી.

એવું કહેવામાં આવે છે કે થોડા દિવસો પછી ચોરી અંગેની ચર્ચાઓ શાંત થઇ ત્યારે આ આરોપીઓ પોતાના ભાગ પાડવા માટે તે અન્ય ઘરમાં ગયા હતા.પરંતુ આ સમયે જ પોલીસે તેમની ધરપકડ કરી હતી.દુખની વાત તો એવી સામે આવી છે જે ઘરમાં આ લોકોએ ચોરી કરી હતી તે ઘરમાં થોડા સમય પછી દીકરીના લગ્ન થવાના હતા.

જયારે મકાન માલિકને કોરોના પોઝિટિવ આવ્યો હોવાથી હોસ્પિટલમાં દાખલ હતાં.અને તે સમય દરમિયાન આરોપીઓએ બંધ મકાનનો લાભ ઉઠાવ્યો હતો.ઘરમાં રહેલ દીકરીના કરિયાવરના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.જેનાં કારણે દિકરીના લગ્ન થઈ શક્યા ન હતાં.પરતું પોલીસએ વધારે તપાસ કરીને દરેક ચોરોની ધરપકડ કરી હતી.

હાલમાં તો તેમની પાસેથી સોનાના દાગીના મળી આવ્યા છે,કારણ કે રોકડ રકમ તે ખર્ચ કરી ચુક્યા હતા,પરંતુ સોનનું વેચાણ ક્યાં કરવું તે અંગે જાણકારી મેળવી રહ્યા હતા,જેથી સોનના ઘરેણા મળી આવ્યા છે.હાલમાં તો પોલીસ વધારે તપાસ કરી રહી છે,આટલું જ નહિ પરંતુ તેમની સાથે બીજા કેટલાક લોકો જોડાયેલ છે તેની તપાસ પણ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *