મધર્સ ડેના દિવસે કોરોનાએ છીનવી લીધી બે બાળકોની માતા,રોતા રોતા સાત વર્ષના પુત્રએ આપ્યો અગ્નીદાહ………..

Gujarat

દેશમાં કોરોનાની મહામારી દિવસે દિવસે વધારે ગંભીર થતી જોવા મળી રહી છે.જયારે કોરોનાથી ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે.આ એક એવી સ્થિતિ છે જે દરેકના મનમાં ડર ઉભો કરી નાખ્યો છે.આજે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં મધર્સ ડેના દિવસે જ બે બાળકોને પોતાની મમતા ગુમાવી હોવાનું સામે આવ્યું છે.

દરેક વ્યક્તિ જાણે છે કે ગત્ત દિવસોમાં મધર્સ ડે હતો.પરંતુ આજ દિવસે 3 માસની બાળકી અને 7 વર્ષના પુત્રના માથેથી માતાની છાયા છીનવાઈ ગઈ હતી.આ કોરોનાને કારણે આ બંને બાળકોએ પોતાની માતાને ગુમાવી હતી.એવું કહેવામાં આવે છે કે સાત વર્ષના બાળકે માતાને અગ્નિદાહ આપ્યો હતો,ત્યારે સ્મશાનમાં રહેલા સૌનું હૈયું ભરાઈ આવ્યું હતું.

આ સમગ્ર ઘટના ઘણી દુખદ છે.એવું કહેવામમાં આવે છે કે ઝાલોદ તાલુકાના એક વિસ્તારમાં રહેતી આ મહિલા અને તેમનો સાત વર્ષીય પુત્ર અને 3 માસની બાળકી એમ ત્રણેયને આશરે 15 દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો.જેમાં તેમની સારવાર ચાલતી હતી અને તેનો ઘરે આઇશોલેટ થયા હતા.પરંતુ તબિયત બગાડતાં બંને બાળકોને ત્યાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જયારે આ મહિલા પરિણીતાને ત્યાની બીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જેમાં થોડા સમય પહેલા સારવાર પછી બાળકો સ્વસ્થ થયા હતા,જેમાં તેમને હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી.પરંતુ માતાની તબિયત વધારે ગંભીર થઇ હોવાનું કહેવામાં આવતું હતું.જેથી છેલ્લા સપ્તાહથી કોરોના સામે જંગ લડી રહેલી પરિણીતાને ઑક્સીજન લેવલ ઘટી જતાં છેલ્લે વેન્ટિલેટર પર મુકવામાં આવી હતી.

પરંતુ વેન્ટિલેટર પર રાખ્યા પછી,પણ તેમની સ્થિતિમાં સુધારો થયો ન હતો.અને અંતે મધર ડે ના દીસે અંતિમ શ્વાસ લીધા હતો.એવું કહેવામાં આવે છે કે જ્યારે મૃતદેહને સ્મશાને લાવવામાં આવ્યો ત્યારે તેમના સાત વર્ષના પુત્રએ માતાને અગ્નિદાહ આપ્યો હતો.આ સમગ્ર ઘટના સ્મશાનમાં બીજા આવેલા લોકોના આંખમાં પણ પાણી ભરી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *