મલાઇકા અરોડાને તરછોડી અરબાજ ખાન આ ફેમસ અભિનેત્રીને કરી શકે છે લગ્ન,લાગે છે ખુબ જ ખુબસુરત……

Boliwood

બોલીવુડમાં જેટલા જલ્દી સબંધો બને છે તેવી જ રીતે જલ્દી સબંધો બગડતા પણ હોય છે અને તેનો અંત પણ આવતો હોય છે.તમે પણ જોયું હશે કે બોલીવૂડ સ્ટાર્સ હમેશા એકબીજા સાથે કામ કરતા પ્રેમમાં પડી જતા હોય છે અને તેમના પ્રેમ અફેરના કિસ્સાઓ વધારે ચર્ચામાં જોવા મળતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અહીં ક્યારે કોની સાથે પ્રેમ થઈ જાય તે કહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે.

તમને જણાવી દઈએ કે ઘણા એવા પણ સ્ટાર્સ છે જે લગ્ન કરીને પણ થોડા વર્ષોમાં એકબીજાથી અલગ થઇ જાય છે.આવા તો ઘણા કિસ્સાઓ આપણી સામે આવતા રહે છે.આવી સ્થિતિમાં જો બોલીવુડના જાણીતા કપલ અરબાઝ ખાન અને મલાઈકા અરોડાની વાત કરવામાં આવે તો તે પણ લગ્ન પાછી ઘણા વર્ષો સુધી સાથે રહ્યા અને હવે એકબીજાથી કાયદાકીય રીતે અલગ થઈ ગયા છે.

પરંતુ બન્નેની લવસ્ટોરી આજે પણ બોલીવુડમાં ખૂબ જ ચર્ચામાં જોવા મળતી હોય છે.એવું કહેવામાં આવે છે કે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ કપલે રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા,પરંતુ તેમના લગ્ન સબંધો લાંબો સમય સુધી ટકી શક્યા નહીં.અરબાઝ ખાન અને મલાઈકા અરોડાની લવ સ્ટોરી ની શરૂઆત જેટલી સુંદર રીતે થઈ હતી,એટલું સારી સફળ થઇ નહિ.

અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે બન્નેની મુલાકાત આશરે 1993માં એક કોફ એડનાં શુટિંગ દરમિયાન થઇ હતી.આ શુટ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા અને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા હતા.લગ્નનાં અમુક વર્ષ બાદ બંનેની વચ્ચે મતભેદ થવાનાં શરૂ થઇ ગયા હતા,જેના કારણે બંને એકબીજાથી અલગ થવાનું વિચારી લીધું હતું.

આખરે આ સબંધોનો અંત 2017 માં આવ્યો હતો.દરેક વ્યક્તિ જાણે છે કે હાલમાં મલાઇકા અભિનેતા અર્જુન કપૂર સાથે પ્રેમ સબંધો ધરાવે છે.આટલું જ નહિ પ્રાંત તે ખુલ્લેઆમ ડેટ પણ કરી રહ્યા છે.ઘણીવાર તે બંને એકસાથે પણ જોવા મળતા હોય છે.ચારેબાજુ તેમના પ્રેમની ચર્ચાઓ થતી જોવા મળતી હોય છે.

જયારે બીજી બાજુ અરબાઝ ખાન પણ પોતાના જીવનમાં આગળ વધતા જોવા મળ્યા છે.અહેવાલો મુજબ તે જોર્જિયા એંડ્રીયાની ડેટ કરી રહ્યા છે.જયારે બંને અવારનવાર એકસાથે પણ જોવા મળી રહ્યા છે.એક ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે અરબાજ અને જોર્જિયા એંડ્રીયાની સાથે ઘર વસાવવાને લઈને પૂછવામાં આવ્યું તો તેમણે લગ્ન કરવા અંગે સંકેતો આપ્યા હતા.

તેમણે વધુમાં એવું પણ કહ્યું હતું કે અમુક વખત ઘણા લગ્ન લાંબો સમય સુધી ચાલી શકતા નથી, પરંતુ તેનો મતલબ એવો બિલકુલ નથી કે લગ્નજીવન બંધનમાં કોઈ પરેશાની છે.હું નવયુવાનોને લગ્ન કરવાની સલાહ આપીશ.મારો સંબંધ જે રીતે ખતમ થયો,તેનાથી મને કોઈનાથી કોઈ ફરિયાદ નથી.

પોતાની વાતને આગળ વધારતાં અરબાઝ ખાને જણાવ્યું હતું કે મારા જીવનમાં બધું યોગ્ય રીતે ચાલી રહ્યું છે અને બની શકે છે કે હું ફરીથી મારું પોતાનું ઘર વસાવી શકું.તેમના આવા અહેવાલ પરથી એવું લાગી રહ્યા છે કે અભિનેતા હવે ફરી લગ્ન જીવનમાં જીદાવાના સપના જોઈ રહ્યા છે.અને તે ઘણા જલ્દી પણ પૂરા થતા દરેક દર્શકોને પણ જોવા મળી શકે છે.પરંતુ હવે લગ્ન અંગે તેમના વધારે વિચારો કેવા છે તે કોઈ જાણતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *