મહાભારતમાં ભીમનો રોલ કરતાં 6 ફૂટના આ લાંબા અભિનેતા અત્યારે આવું કામ કરીને ચલાવે છે તેમનું ઘર……

Boliwood

દેશમાં જયારે કોરોનાને કારણે સમગ્ર લોકડાઉન થયું ત્યારે 90 ના દાયકાની વધારે લોકપ્રિય મહાભારત અને રામાયણને દેશભરમાં ફરી એકવાર પ્રસારિત કરવામાં આવી હતી.જયારે પ્રેક્ષકોએ પણ આ સિરીયલોને ખુબ જ પસંદ પણ કરી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો મહાભારતમાં જોવા મળેલ દરેક પાત્ર આજે પણ લોકોના દિલોમાં જોડાયેલા છે.

મહાભારતમાં જોવા મળેલ પાત્ર અર્જુન,કર્ણ હોય કે ભીમ આ દરેક પાત્ર ઘણા અનોખ હતા.જે આજના સમયમાં આવા પાત્રો કોઈ ભાગ્ય જ નિભાવી શકે છે.તમને જણાવી દઈએ કે મહાભારતમાં ભીમનું પાત્ર પ્રવીણકુમાર સોબટીએ ભજવ્યું હતું.જે લોકો આજે પણ યાદ કરે છે.આ મહાભારતના અભિનેતા પ્રવીણ કુમાર સોબતીને આજે ઘણા લોકો જાણે છે.

પરંતુ તેમના વિષે વધારે જાણકારી ઘણા ઓછા લોકો ધરાવતા હશે.તમને જણાવી દઈએ કે પ્રવીણ કુમારે ભારત માટે એશિયન ગેમ્સમાં 4 મેડલ જીતીને પણ લાવી ચુક્યા છે.જેમાંથી બે ગોલ્ડ અને એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ શામેલ છે.સાડા ​​છ ફૂટના પ્રવીણ કુમાર 1960 અને 1970 માં ભારતના સ્ટાર ભારતીય ખેલાડી રહી ચૂક્યા છે.

આ અભિનેતા પોતાની વધારે ઊંચાઈને લીધે વર્ષોથી હેમર થ્રો અને ડિસ્કસ થ્રોનો ખેલાડી પણ રહ્યા છે.તમને જણાવી દઈએ કે પ્રવીણે 1966 અને 1970 માં ડિસ્કસ થ્રોમાં બેંગકોકમાં આયોજિત એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા.આ ઉપરાંત તેમણે 1968 અને 1972 માં સમર ઓલિમ્પિકમાં પણ ભારતનું નેતૃત્વ કર્યું હતું.

આટલું જ નહિ પરંતુ તેમની શાનદાર રમતને કારણે તેમને બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ડેપ્યુટી કમાન્ડન્ટની નોકરી પણ મળી હતી.પરંતુ એક સમયે તેમના એક મિત્રએ મહાભારત બનાવી રહ્યા છે અને તેમાં એક ભીમના પાત્ર માટે શક્તિશાળી માણસની જરૂર છે.આ અંગેની વાત કરી હતી.જયારે તેમને આખરે મહાભારતમાં ભીમનું પાત્ર પણ મળ્યું.જે આજે દેશભરમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયું છે.

પ્રવીણે અનેક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ઘણીવાર બસ,ટ્રેન અને શિપમાં મુસાફરી દરમિયાન લોકોએ તેમને ઘેરી લેતા હતા.તમને જણાવી દઈએ કે પ્રવીણએ કારકિર્દીની શરૂઆત 1981 ની ફિલ્મ રક્ષાથી કરી હતી.આ પછી તેની બીજી ફિલ્મ મેરી આવાઝ આવી હતી.આ બંને ફિલ્મોમાં તેની સાથે અભિનેતા જીતેન્દ્ર પણ જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ ભીમનું પાત્ર કરનાર અભિનેતાએ દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું છે.તે ફિલ્મ ‘શહેનશાહ’માં જોવા મળ્યા હતા.સતત ફિલ્મો અને ટીવીમાં કામ કર્યા પછી આ અભિનેતાએ અભિનયથી હમેશા માટે અંતર બનાવ્યું હોય તેવું જોવા મળ્યું છે.જયારે આખરે 2012 માં ધર્મેશ તિવારીના દિગ્દર્શન હેઠળ બનેલી ફિલ્મ ભીમામાં તે ફરી નજરે આવ્યા હતા.

આ પછી અભિનેતાએ રાજકારણમાં વધારે વલણ અપનાવ્યું હતું.આવી જ રીતે તે આજે પોતાનું એક વૈભવી જીવન પણ જીવી રહ્યા છે.જયારે તેમના કેટલાક ફોટાઓ આજે પણ વાયરલ થતા જોવા મળતા હોય છે.આજે પણ તેમની લોકપ્રિયતા ઘણી વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *