માંની તકલીફ જોઈ આ દીકરાએ બનાવ્યું કલાકમાં 200 રોટલી બનાવે તેવું મશીન,મશીન જોઇને તમને પણ નવાઈ લાગશે…….

India

આજનો યુગ આધુનિક માનવામાં આવે છે.અને અહી રોજ કોઈને કોઈ નવી શોધ થતી રહે છે.આજના સમયમાં હવે કામ કરવા માટે ઘણા સાધનો આવી ગયા છે જેના લીધે ઓછા સમયમાં વધારે કામ કરી શકાય છે.આજે તમને આવી જ એક માહિતી આપવા જઈ રહ્યા છીએ.અને આ કહાની કર્ણાટકના એક વિસ્તારની છે જ્યાં એક વ્યક્તિએ એક રોટીમેકર બનાવ્યું છે.

તમને જણાવી દઈએ કે આ રોટીમેકરથી આશરે એક કલાકમાં લગભગ 200 રોટલીઓ બનાવી શકાય છે.અને આ કામ તે વિસ્તારમાં રહેતા બોમ્મઈ એન વાસ્તુએ કર્યું છે.જેમાં તેમની માતાને રોટલી બનાવવામાં ઘણી તકલીફ પડતી હતી.આથી તેઓએ એક નવી જ શોધ કરી લીધી હતી.આ આ વ્યક્તિએ જણાવ્યું હતું કે,તેમને એ સમયે ઘણું દુ:ખ થતું હતું,જ્યારે તેમની માતાને રોટલી વણતી અને શેકતી જોતા હતા.

આટલું જ નહિ પરંતુ આ કામ કરવામાં ઘણો સમય જતો હતો.અને સાથે સાથે શરીરમાં થાક પણ લાગતો હતો.આ દરેક બાબતને ધ્યાનમાં રાખીને તેમને એક દિવસ રોટીમેકર બનાવવાનો વિચાર આવ્યો હતો.તમને જણાવી દઈએ કે આ રોટીમેકર સોલર પાવર ઉપરાંત અલ્ટરનેટિંગ કરંટથી પણ ચાલે છે.આની બનાવટ અને દેખાવ ઘણો અલગ છે.

આ મશીન આશરે છ કિલો વજન ધરાવે છે.જયારે આને બનાવવા માટે આશરે 15 હજારનો ખર્ચ થયો છે.જયારે તેના આકારની વાત કરવામાં આવે તો તે ઈન્ડક્શન સ્ટવ જેવો છે.જયારે આ મશીન બનાવ્યું ત્યારે તેના ખૂબજ વખાણ થયા હતા.તમને જણાવી દઈએ કે તેમણે માત્ર રોટી મેકર જ નહીં પરંતુ આ સિવાય પણ બીજી એવી ઘણી વસ્તુઓ બનાવી છે,જેનાથી સામાન્ય માણસનું જીવન ઘણું સરળ બની શકે.

આ બોમ્મઈ નામના વ્યક્તિએ એક એવો કોલસા સ્ટવ બનાવ્યો છે,જે પરંપરાગત રસોઈ સંસાધનોની સરખામણીમાં આશરે 80 ટકા ઓછું પ્રદૂષણ કરે છે.આ સિવાય આ સ્ટવના લગભગ 100 નંગ તો વેચી પણ દીધા હતા.તેમના આ સ્ટવની આસપાસના વિસ્તારમાં બહુ માંગ છે.આ સ્ટવે મહિલાઓની દિનચર્યાને ઘણી સરળ બનાવે છે.

આ ઉપરાંત આ વ્યક્તિએ એક 110 સીસીના એન્જિનનું ટેલર પણ બનાવ્યું છે.તેમના આ સંશોધનને ખેડૂતોએ પણ બહુ પસંદ કર્યું છે.જેમની પાસે ટ્રેક્ટર ખરીદવા માટે પૂરતા પૈસા ન હતા.તેમણે ફટાફટ આ ટેલર ખરીધ્યું હતું.તમને જણાવી દઈએ કે આ સાથે તે વધુ એક સંશોધન પણ કરી રહ્યા છે.જે પાણી મિક્સ પેટ્રોલથી ચાલતા બાઈક પર કામ કરી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અત્યારે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે.આવી સ્થિતિમાં હવે તે એક પાણી સંચાલિત બાઈક પર કામ કરવા લાગ્યા છે.

તેમના શિક્ષણની વાત કરવામાં આવે તો તે આશરે 12 માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.ત્યારબાદ નોકરીની શક્યતા જોતાં તેમણે સેરીકલ્ચરમાં એક રોજગારપરક કોર્સ પણ કર્યો,પરંતુ એ ક્ષેત્રમાં આગળ વધી શક્યા ન હતા.તેમનું મન હનેશા નવા નવા કામમાં વધારે રહેતું હતું.સામાન્ય રીતે જોવામાં આવે તો નાના ગામડાઓમાં અમુક સુવિધાઓ મળતી નથી,જેના લીધે લોકો ઘણા પરેશાન થતા હોય છે.

બોમ્મઈ આશરે 46 વર્ષની ઉમર ધરાવે છે.તે પોતાની સાઈકલની દુકાનની સાથે-સાથે એક વર્કશોપ પણ ચલાવે છે.વર્કશોપમાં હમેશા પોતે નવી-નવી વસ્તુઓ વિશે વિચારે છે,અને શક્ય હોય તો તેમાં કામ પણ કરવા લાગે છે.બોમ્મઈનું માનવું છે કે,જો તમે તમારા ગમતા કામમાં મહેનત કરતા હોચ તો ચોક્કસથી સફળતા મળશે.તે હમેશા મહેનતને સારી સફળતા માને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *