માં-બાપએ ના પાડી હોવા છતાં MNCની નોકરી છોડીને શરૂ કરી આ વસ્તુની ખેતી,હવે દર વર્ષે 1.5 કરોડની ……….

Uncategorized

આજના યુવાન હમેશા આરામવાળી નોકરીની શોધ કરતા હોય છે.આટલ જ નહી પરંતુ તે હમેશા મોટા શહેરમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય છે.જયારે ખેતી કરવાની વાત આવે તો ઘણા ઓછા યુવાનો હશે જે ખેતી કરવાનું પસંદ કરતા હશે.જયારે જે લોકો પોતાની નોકરી છોડીને ખેતી કરે છે તેમને મોટા મૂર્ખ પણ માનવામાં આવતા હોય છે.

સામાન્ય રીતે કોઈ પણ યુવાન જયારે પોતાની સારી નોકરી છોડીને ખેતી કરવાના નિર્ણય લે છે ત્યારે તેની સામે પરિવારના સભ્યો પણ વિરોધમાં ઉભા થઇ જતા હોય છે.આટલું જ નહિ પરંતુ ઘરના દરેક સભ્યો તેનાથી નારાજ રહેતા હોય છે.આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સમીર નામના યુવાને પોતાની સારી નોકરી છોડીને ગામડે આવીને ખેતી કરવાનો વિચાર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે આ યુવાને ગામડામાં આવીને અંજીરની ખેતી કરવાનું મન બનાવી લીધું હતું.તમને જણાવી દઈએ કે સમીર મહારાષ્ટ્રના એક ગામડામાં રહે છે.જયારે 2013 માં એન્જિનિયરિંગ કર્યા પછી તેને એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી મળી હતી.આટલું જ નહિ પરંતુ પગાર પણ ખૂબ વધારે હતો.

આટલી સારી નોકરી હોવા છતાં તેને આ નોકરીમાં વધારે મન લાગતું ન હતું.તે હમેશા કઈને કઈ નવું કરવા માંગતો હતો.આવી સ્થિતિમાં 2014 માં સમીર તેની નોકરી છોડી અને અંજીરની ખેતી કરવા માટે તેમના ગામમાં પાછા આવવાનો વિચાર કરી લીધો હતો.પરંતુ જ્યારે તેના માતાપિતાને આ નિર્ણયની જાણ થઈ ત્યારે તે તેના પર ગુસ્સે થઇ ગયા હતા.

એવું કહેવામાં આવે છે કે પરિવારજનોએ આ કામમાં પાડવા માટે ના પાડી હોવા છતાં સમીરએ પોતાના આ લીધેલા નિર્ણય બદલાવ કર્યો નહિ.અંતે તે ખેતીમાં જોડાઈ ગયો.આ યુવાન એવું જણાવી રહ્યો છે કે તેના ગામના આજુબાજુના વિસ્તારોમાં મોટાભાગે અંજીરની ખેતી વધારે થાય છે.અને ત્યાના લોકો આમથી જ આવક પણ મેળવે છે.

પરંતુ અહીના ખેડુતો ખેતી અને વ્યવસાયની આધુનિક રીત વધારે જાણતા હોતા નથી,તે હમેશા જૂની રીતો સાથે કામ કરતા આવ્યા છે.જેમાં તેમને મહેનત વધારે કરવી પડે છે,પરંતુ સામે નફો ઘણો ઓછો મળે છે.પરંતુ આ યુવક ખેતીને ધંધા તરીકે ઉપયોગ કરવા લાગ્યો.ખેતીની સાથે સાથે પોતે પ્રોસેસિંગ અને પેકેજીંગનું પણ કામ કરવા લાગ્યો હતો.

જયારે અંજીરની ખેતી પહેલા એક એકરમાં કરી હતી.આ પછી તેનું વાવેતર કરીને પાકને અન્ન બજારમાં સપ્લાય પણ કર્યો હતો.આ સમયે તેમના ઉત્પાદનની ગુણવત્તા સારી હોવાનું તેમને જાણવા મળ્યું હતું.આ પછી તે વધારે ધ્યાન આપતો ગયો અને નિયમિત સપ્લાય નક્કી થઇ ગયો હતો.એવું કહેવામાં આવે છે કે હાલમાં સમીરના આ પ્રોડક્ટની સપ્લાય એટલી વધી ગઈ છે કે હવે તે સુપરમાર્કેટમાં પણ ઉપલબ્ધ જોવા મળે છે.

આજના સમયમાં આ યુવક પોતે તો ખેતી કરીને વેચાણ કરે છે,પરંતુ સાથે સાથે અન્ય ખેડૂતના ઉત્પાદનની પણ ખરીદી કરે છે.જેથી ત્યાના નાના ખેડૂતોને પણ આવકનો નવો સ્ત્રોત મળી ગયો છે.જયારે આ યુવાન એવું જણાવી રહ્યો છે કે પહેલા બે-ત્રણ દિવસ પછી બજારોમાં તે વેચાણ કરવા માટે જતો હતો,પરંતુ હવે 1 દિવસની અંદર નાના પેકેટમાં પણ તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

પહેલા અન્ય લોકોની મારફતે વેચાણ કરવતો હતો,પરંતુ હવે દરેક વેચાણ પોતે કરી રહ્યો છે.આટલું જ નહિ પરંતુ ઓલાઇન અને ઓફલાઇન બંને સુવિધાઓ તેની પાસે હાજર જોવા મળી રહી છે.આ યુવાન એવું જણાવી રહ્યો છે કે એક ફળથી એક એકરમાંથી દોઢથી બે લાખ રૂપિયાની આવક સરળતાથી મળી રહે છે.જયારે હાલમાં સમીરની કંપનીનું ટર્નઓવર 1.5 કરોડથી પણ વધારે રહ્યું છે.

જયારે હાલમાં તેમના માતાપિતા પણ તેમના આ લીધેલા નિર્ણય પર ગર્વ અનુભવે છે.જયારે બીજા યુવાનો પણ આજના સમયમાં તેમની સાથે જોડવા માંગે છે.આટલું જ નહિ પરંતુ તેમની પાસેથી માહિતી પણ લઇ રહ્યા છે.હાલમાં પોતાની કામની સાથે અન્ય ત્યાના ખેડૂતોને પણ મદદ અને સલાહ સુચન પણ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *