માટેલવાળી મા ખોડિયારના સાક્ષાત પરચાનો આ ઈતિહાસ જાણીને તમને પણ નવાઈ લાગશે……..

Uncategorized

ગુજરાતમાં ઘણા ધાર્મિક મંદિર આવેલ છે,આટલું જ નહિ પરંતુ કેટલાક મંદિરો પોતાના અનોખા ચમત્કાર માટે વધારે જાણીતા રહ્યા છે,જયારે આ મંદિરમાં હમેશા ભક્તોની ભીડ જોવા મળતી હોય છે,આવી સ્થિતિમાં ખોડિયાર માતાના માટેલ મંદિરની વાત કરવામાં આવે તો આજે આ મંદિર ઘણું જાણીતું રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ મંદિર ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાનાં માટેલ ગામમાં આવેલ છે.જયારે વાંકાનેરથી આ ગામ સુધી જવા માટે આશરે 17 કિમીનું અંદર પસાર કરવું પડે છે.તમને જણાવી દઈએ કે આ મંદિર ઉંચી ભેખડો પર આવેલ છે,જ્યાં માતા ખોડિયાર પોતે બિરાજમાન છે.

જયારે તમે પણ આ મંદિરમાં રહેલ માતાના દર્શન માટે જશો ત્યારે તમને પહેલા ઘણા ઢોળાવો ચઢવા પડશે.એવું પણ કહેવામાં આવે છે કે અહી જે જૂનું સ્મારક છે તેમાં ચાર મૂર્તિઓ છે.આ પ્રતિમાઓ આવડ,ફૂલબાઈ,ખોડલ અને બીજબાઈની જોવા મળી રહી છે.તમને જણાવી દઈએ કે શ્રી ખોડિયાર માતાની મુર્તિ ઉપર સોના ચાંદીના સત્તર પણ ઝૂમતા જોવા મળી રહ્યા છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં આ મંદિરની બાજુમાં જ એક નવું મંદિર બનેલું છે.તેમાં ખોડિયાર માતાની સુંદર આરસ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.અહી પીલુડીનું એક વૃક્ષ આવેલું છે જયારે એવું કહેવામાં આવે છે કે તેની નીચે ખોડિયાર માતાજીની બહેન જોગડ,તોગડ અને સાંસયના પાળિયા ઊભા જોવા મળ્યા છે.

આ મંદિર પાસે જતા તમને એક શાંતિ જોવા મળશે,આટલું જ નહિ પરંતુ મંદિરની સામે ઊંડો એક ધરો પણ આવેલો છે.જે માટેલિયા ધરા તરીકે ઓળખ ધરાવે છે.એવું માનવામાં આવે છે કે આ મીઠા પાણીના ધરામાં ખાસ કરીને ઉનાળામાં પણ પાણી ઓછુ જોવા મળતું નથી.જયારે આજે પણ તે માટેલ ગામ આ ધરાનું જ પાણી પીવે છે.

આ ધરાની આગળ એક થોડો નાનો ધરો આવેલ છે.જેને ભાણેજિયો ધરો કહેવામા આવે છે.તમને જણાવી દઈએ કે આ ધરામાં ખોડિયાર માતાનું જૂનું સોનાનું મંદિર પણ રહેલું હોવાનું કહેવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે આ મંદિરને જોવા માટે બાદશાહે 999 કોષ મંડાવ્યા હતા.એટ્લે કે તેમાંથી પાણી બહાર કાઢ્યું હતું.જેમાંથી મંદિરની ઉપરની ટોચ સોનાની જોવા મળી હતી.

પરંતુ એવું પણ કહેવામાં આવે છે કે આ સમયે માતા ખોડિયારએ ભાણેજિયાને બોલાવ્યો અને તેમાં એટલું બધુ પાણી ભરાઈ ગયું કે ઘણી મહેનત કરવા છતાં પણ પાણી ઓછુ થતું ન હતું.તે સમયથી આજ સુધી તેમાં પાણી ઓછુ થયું નથી.આ સમયે માતાએ પોતાની શક્તિના પરચા બતાવ્યા હતા.જયારે આ સમગ્ર બાબતો ગળધરેથી માજી ગરબામાં જોવા મળી છે.

તમને જસ્નાવી દઈએ કે આ મંદિરની પાસે ઘણી દુકાનો આવેલી છે.તે દુકાનો અહી ગામના લોકોની આજીવિકાનું સાધન બની ગયું છે.આજે તીર્થધામ તરીકે આ મંદિર જાણીતું થઇ ગયું છે.જયારે હાલમાં ચેરિટેબલ ટ્રસ્ટ પણ કાર્યરત છે.જે ઘણી સેવાઓ ભકતોને પૂરી પાડી રહી છે.તમને જણાવી દઈએ કે અહી મોટી ધર્મશાળાઓ પણ આવેલ છે.જ્યાં દરેક સુવિધાઓ ભકતો માટે કરવામાં આવી છે.

આ મંદિરે મોટી સંખ્યામાં ભાવિ-ભક્તો માતા ખોડિયારના દર્શને આવે છે.ઘણા લોકો દૂર-દૂરથી માતાજીની પગપાળા માનતા પૂર્ણ કરવા પણ આવે છે.અહી માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.તેમજ આ મંદિર અન્નક્ષેત્ર માટે પણ કાર્યરત છે.જેમાં દરેક માણસોને વિના મૂલ્યે 3 ટાઈમનું જમવાનું આપવામાં આવે છે.અહી આવતા ભકતોના દરેક દુખ હમેશા માટે દૂર થાય છે.આવો રહ્યો છે માટેલ ખોડિયારનો ઇતિહાસ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *